________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
૩૩૫
વસ્તુતઃ સત્ય હેતું નથી. ઓપચારિક વિષય સુખતે વસ્તુતઃ સુખજ નથી અથાત દુખ રૂપજ છે. અધ્યાત્મભાવમાં રમતા એવા મુનિને સત્ય સુખ અહીંઆ થાય છે.
વહુ વિવાર. निर्जितमदमदनाना, वाक्कायमनोविकाररहितानाम्
विनिवृत्तपराशाना, मिहैवमोक्षः सुविहितानाम् a | જેઓએ કામ અહંકારને જય કર્યો છે અને તેમજ વાણી કાર્યો અને મનના વિકાર રહિત થઈ જેઓએ પરની આશાઓને દૂર કરી છે એવા સુવિહિત મુનિને શરીર છતા અત્ર મોક્ષ છે.
જે સંસારમાં આનન્દ માનનાર છે તે દેહ અને ઇન્દ્રની પેલી પાર રહેલું આત્મિક સુખ દેખવા તથા અનુભવવા સમર્થ થતો નથી. પુણ્યથકી જે સુખ થાય છે તેના કરતાં આત્માનું સહજ સુખ ભિન્ન છે માટે મુક્તિમાં ખરેખર દેહ અને ઇન્દ્રિય દ્વારા ભે ગવાતા એવા પુજન્ય સુખથી ભિન્ન નિત્ય અને સ્વાભાવિક સુખને સિદ્ધ પરમાત્મા ભેગવે છે. ઉપરના શ્લોકેાથી અને અનુભવથી સિદ્ધ થાય છે કે અધ્યાત્મ શાસ્ત્ર જન્ય આનંદ રસની અવધિ નથી. જેઓ અધ્યાત્મ શાસ્ત્ર દ્વારા આત્માના અનુભવમાં ઉંડા ઉતરી ગયા છે તેઓ અધ્યાત્મ સુખની લહેરી અનુભવે છે તેઓને આત્મ સુખની પ્રતીતિ થાય છે તેથી તેઓ બાહ્ય ત્રાદ્ધિ સારા પદવી વગેરેની ઉપાધિથી મુક્ત થઈ શરીરમાં સ્થિત આત્માના પાનમાં મસ્ત થાય છે અને દુનિયાના ભાવોને મિયા દેખે છે. અધ્યાત્મ શાસ્ત્ર કળે છે કે હે દુનિયાના મનુષ્યો ! તમે અમારી પાસે આવે અમો તમારા ત્રિવિધતાને હરીને નિરવધિ સુખમાં મગ્ન કરી દેશું ' અમારામાં શ્રદ્ધા રાખો.
શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી કથે છે કે કુતર્કવાળા ના સર્વસ્વગર્વવરથા વિકારવાળી બનેલી એવી દષ્ટિ તે ખરેખર અધામ અન્ય રમ ઓષધના પ્રયોગથી નિર્મલ બને છે. વ્યાકરણ અને કેવલ ન્યાયશાસ્ત્ર વગેરેના અભ્યાસીઓ ગર્વ ધારણ કરે છે અને તેઓ વિવાદમાં કલેશ ફલને પ્રાપ્ત કરે છે. અન્ય શાસ્ત્રના અભ્યાસથી પંડિતો અભિમાન ધારણ કરે છે અને તેઓની દષ્ટિમાં રાગ દ્વેષની મલીનતા રહે છે. સરલ ભાવ અને સર્વ જીવોની સાથે શુદ્ધ પ્રેમવડે સર્વમાં આત્મદષ્ટિ ધારણ કરવી ઇત્યાદિ ગુણોથી બાહ્ય શાસ્ત્રોનાવિઠાને દૂર રહે છે અને તેથી તેઓની દૃષ્ટિમાં વિકાર રહે છે. બાહ્ય પદાર્થો, ભાષાઓ અને કુતર્કના અભ્યાસી પંડિતની દષ્ટિની મલીનતાનો નાશ કરનાર ખરેખર અધ્યાત્મ શા છે. અધ્યાત્મ શાસ્ત્ર છે કથે છે કે દષ્ટિમાં રહેલી રાગ દ્વેષની મલીનતાને અમે નાશ કરવા સમર્થ છીએ. અહંકારને નાસ કરીને મનુષ્યોને પિતાના આત્માનું અમે ભાન કરાવીએ છીએ માટે દુનિયાના લેકે! તમે પોતાની દષ્ટિની નિર્મલાતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તે અમારી પાસમાં આવો અને અમારા રહેલું અપૂર્વ સૌન્દર્ય અવલેકે. અમારામાં આલેખાયેલા અપૂર્વભા વડે તમારા હૃદયને રંગ અને પશ્ચાત જુઓ કે અમારામાં કેટલી મહત્તા છે? મિોટા મોટા વિદ્વાનોએ અમારા આશ્રય લીધો છે અને તેઓ પોતાના આત્માને દેખવા સ. મર્થ બન્યા છે. જેના દેષ કરવાનું છો પણ સમર્થ નથી તેવા દુષ્ટ જીવેને અમોએ