________________
સમરા દિયના રાસ ઉપરથી.
૩૦૮
બલી ઉઠયા- બાલ વીર ! તહારા જેવા વીરનરેને હું એવી શિક્ષા કેમ કરી શકું? આવ ! આવ ! એકવાર મને કડકડીને ભેટ ! મેં તને કયારનીએ ક્ષમા આપી છે !”
કુમારે ગદ્ કંઠે-અઢુ પૂર્ણ નેવે–પિતાનું જુઠ્ઠાંવાળું મસ્તક શિવાજીના ચરણ કમલમાં મુકી દીધું. તેમના ચરણે નજીકની રજ તેણે માથે ચઢાવી. મહારાજે તેને અતિશય પ્રેમથી ઉઠાડે ને છાતી સરસા ચાંપો. હવે બેઉનાં નેત્ર આનંદાશ્રુથી ઉભરાઈ જવા લાગ્યાં.
કુમારથી બોલી શકાય નહી છતાં ભરાઈ ગયેલી છાતીએ તે બોલ્યો-“મહારાજ કૃપાળુ પિતા ! આજે આપે મને ને મારી માતુશ્રીને જીવતદાન આપ્યું છે. એ પ્રભુ ! આપને ઉપકાર હું કેવી રીતે વાળી શકીશ ? અપકાર પર ઉપકાર કરનારા એ દેવ ! મહાસ ચામડાના જોડા આપને પહેરાવતો પણ હું રૂણ મુક્ત થનારજ નથી.”
મહારાજે કહ્યું – બાળ ! તું જે તારી માતા પર પ્રેમ રાખે છે, તેજ સહારે સ્વદેશપર તહારા કર્તવ્ય તરફ રાખતે જાય તે કેવું સારું ? તું આ દેશદ્વારનાં પવિત્ર કા
માં મને મદદ કરી શકે ? તહારા બાહુબળ હૈ આદીનો ઉપયોગ પરમાર્થમાં–પરોપકારમાં દેશોન્નતિમાં–શુભ કાર્યોમાં વાપરતો જા.”
મહારાજ ! મારા જીવમાં જીવ છે ત્યાં સુધી હું આપના ચરણને પ્રાણાતે પણું છોડીશ નહીં. આથી હું શિવાજી મહારાજના મહાર સ્વદેશ માટે તન મન ધન સહ. મુલ્ય વેચાય છું.”
અને હવે તે રૂપીઆ માટે શિવાજીનું ખુન કરવા તૈયાર થયેલો આપણે બાલવીર; મહારાજ સાથેજ સદિત રહેવા લાગ્યો ને પરાક્રમથી ચઢતો મોટો સરદાર થઇ ગયો, ને આપણુ મહારાષ્ટ્રના વૃધ્ધ- સરદાર માલજી રાવના ધેનાં, દેશાભિમાનનાં ને સ્વામિ. ભક્તિનાં ગાણું ઘણું આનંદ ને પૂજ્ય ભક્તિથી ગાય છે.
समरादित्यना रास उपरथी. ( લેખક-મુનિ માણેક. કલકત્તા. ) ( અનુસંધાન ગતાંક પાને ૨૭૫ થી )
બહુભાથી કોઈ ઘેરે બોલાવે, કરીવિનતિ શીષ ચણે નમાવે; ભલા સ્વાદનાં ભોજને ત્યાંજ હોય,
હશે અંતરાય નહિ જોગ જોય! જમણ એ શબ્દને સારી રીતે નાના બાળકથી તે મોટાં સુધી સર્વે જાણે છે કારણ કે જીભને અનુકુળ એવાં સ્વાદિષ્ટ ભોજનો તેમાં ખાવામાં આવે છે. લગ્નના પ્રસંગે કે ખુશાલીના પ્રસંગે મોટા શહેરમાં કે નાના ગામડામાં નાતના વરા થાય છે તેમ ધાર્મિક પ્રસંગે પણ પિતાના પધમી બંધુઓને બોલાવી જમાડવાનો રીવાજ દરેકમાં છે તેમાં પણ જ્યારે જમાઈને સાસરે આમંત્રણ આપી લાવે ત્યારે કે પરદેશથી કઈ પિતાને ઘેર આવે ત્યારે ઘરના મન પ્રમાણે શક્તિ ઉપરાંત પણ ખર્ચ કરીને વિવિધ જાતનાં ભેજન તૈયાર કરી જમાડવામાં આવે છે ત્યારે જમનારને અપૂર્વ