________________
૩૦૮
બુદ્ધિપ્રભા.
શિવાજી બેલ્પા–-“ તાનાજી આ દેશદ્વારના કાર્ચે મહારે ઈછા વિરુદ્ધ-ઘણીક વ્યક્તિઓને અસંતુષ્ટ કરવાનો પ્રસંગ આવે છે. આ કિલ્લો સર કરતી વખત-મૃત્યુ પામનારાઓમાં પાટીલને એકનો એક છોકરો પણ હતો. પાટલો છેકર ભવાની આપણને મલી જવાથી, મુસલમાનો તેના પર રોષે ભરાયા ને તેની જાગીર જપ્ત કરીને તેને સતાવવા માંડે. આવા સંકટોથી કંટાળી તેને મહારો ક્રેશ આવે એ સ્વાભાવિક છે પણ હું તેને દેષ કાઢતા નથી. હું તેને કયારનીએ ક્ષમા કરી છે. ”
“અહાહા! કેવું મોટું મન ? કેવી દયાળુ વૃત્તિ! ધન્ય છે ! એમ બબડ તાના બોલ્યો-મહારાજ આપનું ઔદાય ને મનનું મોટાપણું અલોકિક છે. આપ દેવ છે-મનુષ્ય નથી પણ મને આ શિશુ વયના બાળક માટે ઘણું ખરાબ લાગે છે. આ શુરવીર કુમાર આપણી બાજુએ રહી લઢતો હોય તો કેવું સારું ! મોટી ઉંમરે તે તે મરાઠા રાજ્યને માટે સ્થંભ થઈ પડે.”
અને તેમજ થશે” શિવાજી બોલ્યા “શું આવા અલૌકિક વીર બાલકને હું તોપને મેઢે ચઢાવીશ એમ તને લાગે છે! મારી તેના સંબંધની કલ્પના છે તે જે સત્ય કરશે તો તે પોતાના વચનની સત્યતાની ખાતર સત્વરજ અને આવી પહોંચશે જ. તાનાજી તે બાલક અવશ્ય આપણી પાસે રહેશે અને મરાઠાનું નામ ગજવશે એ નિઃશંસય છે.
શિવાજી મહારાજના ધિરાદાત્ત ગુણોની પુરી ઓળખ આજેજ તાનાજીને થઈ. “મહા રાજ આપતે પ્રત્યક્ષ દેવ છે” એમ બોલી તેણે મહારાજના ચરણ કમલમાં પોતાનું શિર ઝુકાવ્યું. શિવાજીએ ઘણી મમતાથી તેને ઉઠાડી, છાતી સરસે ચાંખો એટલામાં તો તે બાલ. કુમાર શિવાજી સામે આવી ઉભો. તે બાલકનું ધધ દર્શક-પ્રશાંત-મુખકમલ જોઈને શિવાજી પ્રેમ ભય મુખડે બોલ્યા--
બાળ ! તું આટલો જલદી આવ્યો? તહારી માતુશ્રી પાસે તું વધુવાર થોભ્યો નહિં ? છેલું મિલન આટલું ઉતાવળે આપવાની એટલી બધી શી ઉતાવળ હતી ? એક મરવા જતા દિકરાની મા સાથેની છેલ્લી મુલાકાત આટલી ટૂંકીજ? જરા વધુ વિલંબ થયો હોત તો કંઈ હરકત ન હતી.”
“મહારાજ! હું કદાચ મહારા બોલવા પ્રમાણે વખત સર ન આવું તે આપ મવારે માટે શું ધારો ? શું તમે મને વચની વિશ્વાસઘાત નહી કત ? મરાઠા બચો કદી પણ વચન ભંગ કરતે નથી મહારાજ ? હું માને મળવા ગયો હત–ને માને બધા વર્તમાન કહી સંભળાવવા દ્રઢ નિશ્ચય કર્યો હતો પણ માને જોતાંજ-માનું ગરીબ-પણ ઉજવળ મુખ કમળ જોતાંજ મારા વિચાર મનમાં જ રહ્યા. માએ મને જોતાં જ કેટલી બધી મમ તાથી મને બોલાવ્યા. મહારું મસ્તક સુદયું. માને બધા વર્તમાન જણાવતાં તેને કેટલું બધુ દુઃખ થશે ? એમ ધારી મેં તેને કહ્યું નહીં ને ચાલ્યા આવ્યો. બનેલી સી બી ના તે આપ આપજ જાણશે પણ મહારાજ ! મહારૂં એક માગાણું છે કે-મારી માને જણાવશે કે-વા દિકરો એક વીર મર્દીની માફક મરવા તૈયાર થયો હતે.”
કુમારના આ વીરેમ ઉચિત ભાષણે મહારાજને આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખ્યા. તેના તરફતી માયા મમતા પ્રિતીથી તેમનું હદય તરળ થઈ ગયું. આવા સવાદી વીર ધિર નિર્દોષ બાલક૫ર કેને પ્રેમ ન ઉપજે વારૂં ? હવે મહારાજથી રહેવાયું નહીં–તે