________________
બુદ્ધિપ્રભા.
વવા હોય તે અધ્યાત્મવિદ્યાની કેળવણી આપવાની જરૂ છે. ઉપદેશકોને ઉત્તમોત્તમ બનાવવા હોય તે અધ્યાત્મજ્ઞાનનો ફેલાવો કરવાની જરૂર છે. અધ્યાત્મજ્ઞાન એ હૃદયને શીતળ કરવા દિવ્ય શીતળ હવા છે. તેને સ્પર્શ જેને થયો નથી તે ભલે તેનાથી દૂર રહે જેને તેનો શીતળ રપ થયો હોય છે તે દેહ છતાં ખરું સુખ ભોગવવા ભાગ્યશાળી બને છે. અધ્યાત્મજ્ઞાન એ શ્રીવીરપ્રભુએ આપેલી સુખ પ્રસાદી છે. દુનિયાના મનુષ્ય જરા આ દિવ્ય લહાણું તરફ દૃષ્ટિ કરીને તેનું આસ્વાદન કરે પશ્ચાત તેના ગુણ સંબંધી તમારું હૃદય તમને સત્ય કહેશે.
- અનાની ઇન્દ્રિો અને શરીરના ધર્મોમાં ભેગા મળીને રહે છે તેથી શરીરની ચંચળતાથી પિતાની ચંચળતા કરે છે. જ્ઞાનીને આત્મા સુકેલા નાળીયેર જેવો છે તેથી શરીરના ધર્મમાં પોતે મમતા આસક્તિ અને વાસના એથી પરિણામ પામતો નથી. જ્ઞાનીને આત્મા પોતાના ધર્મમાં મન વચન અને કાયાનું વિર્ય પરિમાવે છે અને શરીરના ધર્મોમાં નિર્લેપ રહી અન્તરથી નિશ્ચલ રહે છે. મરેલા મનુષ્યના મડદાને કાઈ હાર પહેરાવે વા કઈ પૂજે વા કેઈ લાત મારે વા કોઈ અગ્નિ દેતો તેને જેમ કંઈ નથી તેમ જ્ઞાની મનવાણી અને કાવાને પિતાથી ભિન્ન માનીને તેઓના ધર્મમાં સમભાવે રહે છે અને શરીરના ધમમાં હર્ષ શેક ધારણ કરતા નથી. જ્ઞાની આવી ઉત્તમદશાને અનુભવ કરીને મન-વાણું કાયાની ચંચળતાના સૈભને પિતાનામાં માનતે નથી, પરિણુમાવતા નથી તેથી તે પિતાને નિશ્ચલતાના શિખરે લાવી મૂકે છે. આત્મા અને શરીરના ધર્મો જુદા હોવાથી કદી ગમે તેવી સ્થિરતાથી બન્નેનું એકય થતું નથી. જ્ઞાનીએ પિતાના આત્માને ધ્યાનના તાપવડે સુકા નાળીયેરની પેઠે બનાવવા પ્રયત્ન કરે છે જેથી મન-વાણી અને કાયાના ધર્મોની અસર પોતાના પર થાય નહિ અને અધ્યાત્મવડે આગળ માર્ગ પ્રકાશિત થાય-શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અધ્યાત્મજ્ઞાનીઓને લય સમાધિને ઉત્તમ માર્ગ બતાવે છે.
यावत् प्रयत्न लेशो यावत् संकल्प कल्पनाकापि
तावन्न लयस्य प्राप्ति स्तत्वस्त्र कातु कथा । જ્યાં સુધી પ્રયત્નને લેશ છે અને જ્યાં સુધી સંકલ્પની કોઈપણ કપના છે ત્યાં સુધી લયની પ્રાપ્તિ નથી તે તત્વની શી વાત કરવી. એક જ વસ્તુ પરચિત્તને ચટાડતાં ચિત્તને લય થાય છે. આમાના ગુણમાં રમણતા કરવાથી અને આત્માના શુધ્ધ પગે સ્થિર થઈ જવાથી લયની પ્રાપ્તિ થાય છે. આમાને આત્મારૂપે જોઈ રહો અને કોઈપણ સંકલ્પ મનમાં ન આવવા દે. આવી રીતે એક કલાકપર્યન્ત રહેતાં લય સમાધિની દિશાનું આપોઆપ ભાન પ્રગટશે, અને અતિમ સંતવાની અનુભવ ઝાંખી આપોઆપ જણાશે. મનના સંક૯૫ વિકલ્પને લય થઈ જાય એવી ઉપરની કુંચી છે. શરીર, મન, વાણું અને આ સઘળું જગત તે સર્વમાંથી ચિત્ત ઉડી જાય અને એક આત્મામાં સ્થિરતા થાય તો લય સમાધિના પ્રદેશમાં પ્રવેશ થશે. ચિત્તલયના સ્કૂલ અને સૂકમ અનેક ઉપાશે છે તેનું કથન કરતાં એક મોટે કન્ય થઈ જાય તેથી વિશેષ જિજ્ઞાસુઓ ગુરૂની પાસે જ્ઞાન મેળવીને ચિત્તલયના કિપાયામાં પ્રવૃત થવું. મનમાંથી આખું જગત એક સરખું વસ્તુ સ્વભાવે ભાસે છે ત્યારે