________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા,
૨૩૩
આત્મશ્રદ્ધામાં પરિણામ નહિ પામેલા મનુષ્યો પિતાનો વિશ્વાસ અન્ય ઉપર બેસાડવા સમર્થ થતા નથી. પ્રમાણિકતાનું ખરું કારણ આત્મશ્રદ્ધા છે. જેઓ આત્માને આત્મભાવે જાણીને આત્માની શ્રદ્ધાના રસવડે મનને મજબુત કરે છે, તેઓની કિસ્મત આંકી શકાતી નથી. શરીરનો આકાર દેખીને શરીરમાં રહેલા આત્માની પરીક્ષા કરતાં ભૂલ કરી શકાય. શરીર કરતાં શરીરમાં રહેલા આત્માની શ્રદ્ધાને વિશેષતઃમાન આપવાની જરૂર છે. શરીરમાં રહેલા આત્માને ઓળખો તેની શ્રદ્ધા કરો અને જે જે કાર્યો કરો તેમાં આત્મશ્રદ્ધાને આગળ કરે. આત્મશ્રદ્ધાથી હાથમાં ધરેલાં કાર્યો કરવામાં દેવતાઈ સહાય મળી શકે છે એમ નક્કી માનશો. મનુષ્ય પિતાના આત્માને એક ગરીબ કંગાલ ગણીને પિતાના હાથે પોતાનો તિરસ્કાર કરીને આગળ વધી શકતા નથી. પિતાના આત્માની સિદ્ધિ સમાન સત્તા છે તેની શ્રદ્ધા થયા વિના આત્માની શક્તિોને વ્યક્ત કરવા માટે ઉત્તમ કરી શકાતા નથી અને તેમજ ઉદ્યમ કરતાં પડતાં એવાં વિનાની સામે ટકી શકાતું પણ નથી. આત્મશ્રદ્ધા વિનાને મનુષ્ય ડરાવ્યાથી વા વિનોથી પાછો હડી જાય છે અને તે ખરા નિશ્ચયને મેરૂ પર્વતની પેટે અડગ રાખી શકતા નથી. તે ક્રિયા વા ધર્માનુકાનમાં દુ:ખ આવી પડતા કૂતરાની પિઠે ઉભી પૂંછડીએ કાર્ય ક્ષેત્રમાંથી પાછે ભાગી જાય છે. આત્મબળને એકત્ર કરીને કોઈ પણ કાર્યમાં વાપરવાનું હોય તો તે આત્મ શ્રદ્ધા વિના બની શકતું નથી. આમ શ્રદ્ધાએ જ વિજય વરમાળા છે. આત્મશ્રદ્ધાથી મનુષ્ય આનંદેત્સાહથી ધર્મકાર્યો કરે છે તેઓ દુઃખમાં પણ કમવાદના સિદ્ધાંતને અવધતા હોવાથી અકળાતા નથી, અને મગજની સમતોલન જાળવીને આત્મપ્રદેશમાં રહેલા ધર્મોને ખીલવે છે. આત્મવાદીઓ આત્મશ્રહાથી પરિપક્વ બનેલા હોય છે તેથી તેઓ કર્મ પ્રમાણે સુખ દુઃખના વિપાકને ભાગવતા છતાં સમત્વને ખાતા નથી. આમવાદીઓ પુનર્જન્મની શ્રદ્ધાવાળા હોવાથી સત કાર્યો કરવામાં નિષ્કામ બુદ્ધિથી પરિપૂર્ણ આમ ભેગ આપી શકે છે. જે જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું ફળ અવશ્ય પરભવમાં મળે છે એમ આમવાદીઓને વિશ્વાસ હોવાથી શુભ કાર્ય કરતાં કદી પાછળ પડતા નથી. આમ વાદીઓ ખરા દેશવીર ખરા ધર્મ વિર પાકે છે. આત્મવાદીઓને પાતાળ કુવાની પેઠે પિતાના આમામાંથી ખરી શકિતથી સહાય મળી શકે છે. જડવાદીઓ નાસ્તિકે પુનર્જન્મ માનતા નથી તેથી તેઓ આ ભવમાં જે કંઈ પ્રત્યક્ષ ફળ દેખાય તે માટે અવિશ્વાસની દૃષ્ટિએ કરે છે તેથી તેઓ આતરિક બળ પ્રાપ્ત કરી શકતા નથી. આમવાદી એવું નામ માત્ર ધરાવનારાઓ પિતાના કાર્યમાં જડવાદીઓ કરતાં પાછા હઠે તે જાણવું કે તેઓ આત્મ તત્વના ખરા સ્વરૂપને ઓળખી શકતા નથી.
જડવાદીઓ કરતાં ખરા ચેતન્યવાદીઓ સર્વ બાબતોમાં વિજય મેળવી શકે છે અને તેઓ જડવાદીઓને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. જડવાદીઓ ખરેખર ખરા અધ્યાત્મ વાદીએના તાબામાં આવે છે અને તેઓ અધ્યાત્મ વાદીઓના શિષ્ય બને છે. આત્મશ્રદ્ધાથી સુરત બનેલા આત્મવાદીએ આખી દુનિયાની નજરે આવે છે. અધ્યાત્મવાદીઓ શોક વા ઉદાસીન ચહેરે બેસી રહેતા નથી. અધ્યાત્મ વાદીએ ડરકું ભર્યાની પેઠે ધર્મ માર્ગમાંથી પાછળ કરનારા દેતા નથી. અધ્યાત્મવાદીઓ બાહ્ય અને આતરિક શક્તિને પોતપોતાના અધિકાર પ્રમાણે ખીલવે છે.