________________
૨૨૮
જનેના આત્માને, કુદરતથી સમ્બન્ધ કરતું; મજા તેની તે લે, હૃદય કર વિસ્તીર્ણ કુમળું; અને એ ઉર્મિ માં દ્રવી પડ મુકાવી છગર તું.”
લૂખી ઉભિદ વિદ્યા, સૂકી વળી ઔષધિ બધી, જહી સુધી તેની કૃતિ જનસ્વભાવે નવ મળી; અહિં આ ઉગેને, તરૂ વળી અહીં આ ન ઉગતું, કવિતા વિના એ મુજ દિલ ગણે શુષ્ક સઘળું.”
શું છે? બુલ બુલ ઉડયું ગુલઝારથી,
ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં; ગુલશન પડી મહારી સૂની,
એ ગુલશને જઈ શું કરું ! આંબે ન આવ્યો મહેર,
ટહુકી કાકલા ન રહવારમાં; અન્ને રવિ ઉગતાંજ છાયો,
વસંતને હું શું કરું? વહાલાં તણું હૈડાં ન ઉછળે,
પ્રેમ નવ નયને વસે, પણ એકલા મુખથી હસે,
એ વહાલ લઈ હું શું કરું? દીલમાં પડ્યા કારી જખમ,
મરહમ નથી ઘા રૂઝવા, હૈયા મહીં કળ નથી વળી,
રાયા વિના બીજું શું કરું? નવ સમિર મૃદુ શિળ વહે,
ઉઠે ન ઉમિસર મહીં; મુજ હદય પણ જડ બની રહે,
સરવર તીરે જઇ શું કરું? ગાજે ન પ્રભુનાં ગાન,
મન ગળી જાય પ્રભુતામાં નહીં, હળે વીકાર જગ્યા રહે,
તે મંદિરે જઈ શું કરું?