SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સંક૯૫ બી. ૨૩૮ ચિત્ર પ્રથમ તૈયાર કરવામાં પિતાનું સર્વસ્વ ખરચી નાખે છે, ને ચિત્રનું તથા ઈમારતનું ચિત્ર બરાબર મનમાં આળેખાયા બાદ તેની આબેહુબ પ્રતિકૃતિ જડ શ્રષ્ટિમાં લાવવામાં આવે છે, તેમજ નિરોગીને શુદ્ધ થવાની ઈચ્છા રાખનારે પણ આ પ્રમાણે પિતાના નિરોગીપણાનું ને અઢ પણાનું માનસિક ચિત્ર પ્રથમ તૈયાર કરવામાં પોતાની સર્વશક્તિ ખચી નાખવી જોઈએ ને તે પછી તેજ નિરોગી૫ણુનું ને સુદ્રઢપણુનું માનસિક ચિત્ર કેટલાક વખત બાદ તેના શરીર રૂપી વૃષ્ટિમાં આવેલું ફરિદ્રશ્યમાન થશે; પણ જ્યાં નિગીપણાનું ને સુદ્રઢપણાનું માનસિક ચિત્ર જ નહી ત્યાં શરીરરૂપી ચિત્ર બેડોળ-કમતાકાતને વિદ્રુપ દેખાવનું હોય તેમાં નવાઈ શી? જ્યાં સુધી, “ આપણે અશક્ત છીએ, આપણામાં વૃદ્ધાના રોગ ઉતર્યા છે, અશક્તી પણું છે, આપણું શક્તિ મર્યાદિત છે, રોગથી જ મરવું એ આપણું નશીબમાં સરજાયેલું જ છે, શાંતિ કે આનંદ તે આપણે માટે નિર્માત જ નથી, આપણે કશું કરી શકવાના જ નથી.” એવા દુઃખમય વિચારે આપણા મનમાં આણીએ છીએ ત્યાં સુધી આપણા રોગ, દુઃખ, ને દારિદ્ર એ ત્રીપુટીથી આપણો છૂટકે કદી થવાનો જ નથી. ઘણી વખત એવું જોવામાં આવે છે કે એક બાળકને નાનપણમાંથી તેનામાં બાપ-“તું શું કરી શકવાને છું, તારામાં તે બે દાણ અક્કલ નથી–તદન નાલાયક છું,” એવા વિચારો, તેના કુમળા મગજમાં રોપી દે છે-ને તે ઉપરાંત તેને કંઈ પણ કામ સ્વતંત્રપણે કરવા દેવામાં આવતું નથી. આથી બિચારો તે બાળક ઠપકાની બીક કંઇપણ કરતો નથી. તેનું મગજ નકામું થઈ જાય છે ને તેના મગજની શક્તિઓ વિકાસને પામતી નથી પણ તેજ બાળકને એકાદ કામ સ્વતંત્રપણે સૌપ, કદાચ ભુલ થાય તે ફિકર નહીં, બીજીવાર સુધરશે. તેને માત્ર ઉત્તેજન આપો. તેની અક્કલ ખરચવાનો “ચાન્સ” આપ ને તે બાળક આગળ ઉપર સારૂ કામ કરી શકશે પણ જયાં સ્વતંત્રતા મગજ શક્તિ ખિલવવાના ચાન્સ કે ઉત્તેજનના કે દિલાસાના બે શબ્દોનાજ વાંધા ત્યાં તે બિચારૂ બાળક શું કરે વારે ? શક્તિ, શાંતિ ને સમૃદ્ધિ એ આપણાં જન્મ સિદ્ધ હક છે, ને તે આપણા શક્તિમયશાંતતામય–ને સમૃદ્ધિમય વિચારોથી આપણે મેળવવા જોઈએ. જેમ તમે તમારા રસોઈને રસોઈ બનાવવાનું ફરમાવે છે–ને તેવીજ રઈ તમારે માટે તૈયાર હોય છે, તેવી જ રીતે, આનંદ, સુખ, શાંતિ, સમૃદ્ધિ, આદિ,તેમજ રોગ, દુઃખ, દારિદ્ર, અશાંતિ પૈકી તમને ગમતી કઈ પણુ ચીજ માટે તમે તમારા મનને હુકમ કરો, ને તેજ ચિજ તમારા માટે તૈયાર રહેશે. મનુષ્ય માત્ર પોતાની સર્વ શક્તિને ઉપયોગ કરીને શક્તિ-ક્ષતિ-સમૃદ્ધિને આનંદ મેળવી વિજયી થવું જોઈએ એવી સર્વ રથ બ્યવસ્થા હોય છે. રોગ દુઃખ દારિદ્રને અશક્તિ આ આ બધાની માનસિક ગુલામગીરી આપણે હાથે કરીનેજ પત કરી છે–ને બાથમાં થાંભલા પકડી એક માણસ બુમ મારે કે “ મને થાંભલો છેડો નથી-” તેવી જ રીતે દુખ મુક્ત થવાની બુમો પાડીએ છીએ પણ, “હાથમાંનો થાંભલો મુક્યા સિવાય કેમ કરી થાંભલાથી છુટાય ?” પ્રત્યેક માણસ વિવંચામાં ઉત્પન્ન થયો છે. શક્તિ સામર્થ-જ્ઞાન-શાંતિ એ તેનો વંશ પરંપરાને કીમતી વારસે છે. તે મેળવવાનો દરેક ને હક છે. પછી મિળવો કે ગુમાવે એ તેના નીઅપ ની મા .. 55 vી છે ?
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy