________________
ઉચ્ચનીચ વિચારો.
૨૧૬
તે ચૂદ થાય છે. આ શ્રુતજ્ઞાન જ્ઞાની ભગવંતોજ પ્રરૂપે છે અને તીક્ષ્ણ બુદ્ધિ વાળે તે સુવાનને આરાધ છે અને એક બીજાના વધવાથી બંનેમાં વધારે ઘટાડે થાય છે. જેમ વિશેષ જ્ઞાન થાય તેમ પશમ વો કહેવાય અને તે જ્ઞાન ઘટે ત્યારે પોપશમાં ધટયો કહેવાય માટે ક્ષાયિક એવું સંપૂર્ણ કેવળજ્ઞાન મેળવવા આપણે રાત્ર દિવસ પુત જ્ઞાન વધારવું જોઈએ. કઈ ભાષામાં કે કઈ લિપિમાં જ્ઞાન મેળવવું એ શીખનારની અને નુકુળતા ઉપર આધાર રાખે છે તેથી જ્ઞાની ભગવંતે બાળજીવો માટે મહેનત લઇ દરેક ભાષામાં ગ્રંથે બનાવે છે કે તે વાંચીને યથાશક્તિ સર્વેજણાને લાભ થઈ શકે.'
આ પ્રમાણે હોવાથી જૈનેના સેંકડે અંશે સંસ્કૃત માગધી અને ગુજરાતી તથા હિ. દીમાં કે અંગ્રેજીમાં મળી આવે છે પણ ગ્રંથને ઉત્તેજન આપી ને તેને પાચિત લાભ લેવાય તોજ ગ્રંથ કર્તા અને પાઠક ને લાભ થઈ શકે માટે તે ગ્રંથનો વિશેષ લાભ કેમ લેવાય તે ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ.
જાહેર લાઈબ્રેરી દરેક ગામમાં જોઇએ અને તેમાં જૈનધર્મના ગ્રંથો જાહેર સર્વે પ્રજા માટે રહેવા જોઈએ. તે દરેકને ઘેર પણ લઈ જવાની છુટ હેવી જોઈએ અને હાલ મુંબઈમાં જેવી ફ્રી લાઈબ્રેરી છે તથા કી સરકયુલેટીંગ લાઈબ્રેરી છે તેવી લાઈબ્રેરીઓને સસ્તી કીંમતે પુસ્તકોની એક એક નકલ આપવી જોઈએ. જેના ઘરમાં ગ્રંથોની એક કરતાં વધારે નકલ હોય તેણે તેવી ચોપડીઓ લાઇબ્રેરીમાં મોકલાવવી જોઈએ કે પિતાને ઓછી મહેનત સંભાળવા માટે લેવી પડે અને તેને વાંચવા કામ લાગે.
આપણા લેકે જેઓ ગ્રહસ્થાવાસમાં દાગીનાથી અંગને શણગારે છે તે કરતાં વધારે પણ ખર્ચીને તેને ભણાવવામાં તથા તેનું જ્ઞાન વધારવા માટે સારા ગ્રંથને ધરમાં સંગ્રહ કરવા ખરીદ કરી કર્તાને ઉત્તેજન આપવું જોઈએ.
દાગીના માટે જેવી ઉત્તમ પેટી ડબા કબાટ લેવા માં આવે છે અને તેની સંભાળ રખાય છે તે પ્રમાણે ચોપડીઓ રાખવા માટે સારાં કબાટ પેટી ખરીદવાં જોઇએ તથા તેમાં કીડા ન પડે ઉંદર ખરાબ ન કરે, ભેજવાળી હવાથી ઉધઈ ન લાગે તેની તપાસ રાખવી જોઈએ.
બાઈઓ તથા નાનાં બાળકો માટે સહેલી ભાષામાં નૈતિક તથા વ્યવહારિક ધાર્મિકશાનવા ળા ગ્રંથ રચાવા જોઈએ.
આવા ગ્રંથ સારા ઉચા કાગળ મેટા સારા ટાઈપે છપાયેલા અને મજબુત પૂછી. વાળા હોવા જોઈએ.
તેમાં જ્ઞાનની ભક્તિ કરવાથી કેવા લાભ થાય છે તેવી સૂચના લખવા ઉપરાંત જ્ઞાનની આશાતના કરવાથી શું નુકશાન થાય છે તે પણ લખવું જોઈએ છે. જ્ઞાનપંચમીનો દર માસે ઉપવાસ કરવાથી કે કાઉસગ્ન કરવાથી કે સાથીઆ કરી દેવાથીજ પંચમીનું આરાધન થઈ જાય છે તેવું માની લેવાની સાથે નીચલી બાબતે ઉપર પણ ખાસ લક્ષ આપવું જોઇએ.
લખેલું કે છાપેલું ગમે તેવું પાનું હોય તે સંભાળીને નુકશાન ન થાય તેવી રીતે બાંધવું જોઈએ. ડાઘા ન પડે, વાંકું ન વળે, કાણું ન પડે માટે પાઠા ઉપર રાખી વાયવું જોઈએ.
પડી બાંધેલી હેય તેના પાનાને પણું નુકશાન ન કરવું. ઉપરનું પૂઠું સંભાળવું. તેમાં સાહીના ડાઘા ન પાડવા જોઈએ.