________________
૨૨૦
બુદ્ધિપ્રભા.
કેટલાકને ચોપડીના પૂઠા ઉપર આંકડા લખવાની ટેવ છે તે ન રાખવી.
ધાર્મિક લેખનાં છાપાં માસિક હેય તે સંભાળીને ફાઈલે બાંધવા ઉપરાંત બીજ છાપાં ને પણ ગમે તે વસ્તુ બાંધવા માટે ન લેવાં જોઈએ. ખરાબ જગ્યાએ ફેંકવા નહિ. તેમાં ખાવાની વસ્તુ બાંધવી નહિ જોઈએ. વાર તહેવારે જેમ પલધ ઉપવાસ દેવપૂજન કરીએ છીએ તેમ કલાક બે કલાક ભણવું ભણાવવું પણ જોઈએ.
જેમ જમણમાં અનેક પ્રકારનાં મિષ્ટાન્ન બનાવી ખવડાવીને સંતોષ માનીએ છીએ તેમ સારાં પુસ્તકો પોતાની સ્થિતિ પ્રમાણે ખરીદી ઘરમાં સંગ્રહ કરવો જોઈએ.
આટલું કરવાથી જ જ્ઞાન પંચમીનું આરાધન થાય છે એટલે ઉપવાસ પોષધ કરો તેમ જ્ઞાનને સંભારવુ, જ્ઞાનનાં પુસ્તકેનું રક્ષણ કરવું અને નવાં ખરીદી તેમાં વધારો કરે.
ભણવેલી સ્ત્રી પુત્ર મિત્ર કે ઉપાસક કે શિષ્ય કેઈ વખત એટલા કામે લાગી શકશે કે કરોડો રૂપિયાના દાગીના પણ તે કાર્ય કરી નહિ શકે.
વળી જ્ઞાન ભણવાને ઉકંઠિત એવા સાધારણ સ્થિતિના બંધુઓ માટે તથા બીજા બાળકૅના ઉત્તેજન માટે ભણતા બાળકોને ઇનામ વિગેરેની પણ ખાસ જરૂર છે.
सुविचार निर्जर.
(પાવર) સારું કામ કરવાનું મનમાં આવ્યું કે તે એકદમ કરી નાખવું, તેના પરિણામને વિચાર કરવા રહેશે કે ચર્ચા કરવા જશો તો કદાચ આપણું મનમાંની સારી પ્રવૃતિ ગળી જશે.
સત્ય અવિનાશી છે. સત્ય શોધી કહાડી–તેના પ્રસાર નિમીત્તે ગાળેલું આયુષ્ય સફળ છે.
પિતાને ગમે તે કામ કરવા કરતાં, જે કામ આપણે કરવું જોઈએ તે પૂર્ણ પ્રેમથી કર્યા જાવ.
કેટયાધીશ થશે એટલે તે રસ્તુતિને પાત્ર થાય છે એમ નથી પણ તેણે દ્રવ્ય કેવી રીતે મેળવ્યું–ને તેને વયય કેવી રીતે કરે છે, તે જોવું જોઇએ.
જે ચિત્તની એકાગ્રતા સાધિ શકતું નથી તેના હાથથી કંઈ પણ મહત્વનું કાર્ય થવાનું નહિ. ચિત્ત અનેક જગ્યાએ ગયું કે તેની શક્તિ ઓછી થવાનીજ.
ખરે વૈર્યશાળી મનુષ્ય શાંત હોય છે. જ્યાં ક્રોધ ઘણો હેય છે ત્યાં બહુધા પૈર્ય હેતું નથી. શુર માણસનામાં ઉહતપણું હોતું નથી. ગમે તેવો કડી પ્રસંગ આવે પણ તે સદીત શાંત ને આનંદીજ રહી શકે છે.