________________
૨૧૮
બુદ્ધિપ્રભા.
ન
ammomonnoma
ફળની પ્રાપ્તી થશે અને આવી જ રીતે એવી બીજી વિચારની શુભ પ્રવૃત્તિમાં મનને રમતુ રાખો.
એકદમ પ્રયાનથી ઉચ્ચ થવાનું સામર્થ છેજ માટે ઉચ્ચ વિચારનેજ ધારણ કરો, તમે તમારા વિચારમાં જેવા રમશે એવા થઈ શકશે. એ વાત નિઃસંશપ માનજો અને તેથી
ટા વિચારને રાખશે નહિં તેમજ ઘડી ઘડીમાં બદલાઈ જાય તેવા તાલાવેલ વિચારને રાખશો નહિ. નિરંતર ઉચ્ચ અને દૈવી વિચારજ કરે. અનુભવને આવિષય હોવાથી એકદમ અનુમાન થઈ શકે તેમ નથી પણ તેને ગ્રહણ કરવાથી તેને અનુભવ મળી શકે તેમ છે માટે પ્રયત્ન કરો. ઉચ્ચ વિચારમાં જે રમે છે તે ઉચ્ચ ક્રિયાને સાધી ઉચ્ચ લાભને પ્રાપ્ત કરે છે. નિરાશામાં દુઃખના વિચાર ન કરતાં શુભ, ઉત્સાહ, આનંદ, ધેર્ય, દયા, સમતા, પ્રેમ વિગેરે ઉચ્ચ લક્ષણને જ વિચાર કરે અને તે લક્ષણ ધીમે ધીમે સ્વભાવથી તમ ને પ્રાપ્ત થતા જણાશે. અમુક મારૂં એ કલ્પના નીચ કલ્પના છે પણ સર્વની પ્રેમ દ્રષ્ટિએ વિચાર તે ઉચ્ચ વિચાર છે. નિર્બળતા, ભય, ચિંતા એ આદિ નીચ વિચાર છે અને એથી વિરોધી ભાવના જેવી કે નિર્ભયતા નિયંતતા, બળ આદિ વિચારો તે ઉચ્ચ વિચારે છે. ઉચ્ચ વિચારના પ્રદેશમાં પ્રવેશ કરતાં જ તમને આનંદ, ઉત્સાહ, સંતેષ, નિર્ભયતા, બળ, પ્રસન્નતા, સ્વામિવ અને અંતર્નોન વિગેરેનું ક્રમે ક્રમે વધતું જતું જ ભાન થશે. તે એ ભાનને જ અનુભવ અને ઉચ્ચ વિચારને ધારણ કરે. પ્રોય વાંચક નિરંતર ઉચ્ચ વિચારના પ્રદેશમાં સદા સર્વત્ર સર રમણ કરવાને શુભાયુવાન થાઓ.
ज्ञान भक्ति. ત્રણરત્ન આરાધક મુનિરાજ તથા શ્રાવકને વિરસિ.
(લિ. મુનિ માણેક.-મુ. કલકત્તા). આત્માનું લક્ષણ જ્ઞાન છે તે નરપ્રભુએ ઉપદેશેલા આગમથી ગુરૂ પરંપરાએ આપણે જાણીએ છીએ. આ જ્ઞાન ત્રણ રત્નના મધ્યમાં રહ્યું છે કારણ કે દર્શન જ્ઞાન વિના ટકી શકતું નથી તેમ જ્ઞાનનું ફળ ચારિત્ર છે. મુખ્ય જ્ઞાન તે કેવળજ્ઞાન છે અને તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જ આપણે સંપૂર્ણ દેખતા થઈશું પણ તે જ્ઞાનના અભાવે આપણે અંધ સદ છીએ છતાં પણ કોઈ પ્રબળ શુભ ભાવનાથી ધર્મ આરાધતાં કંઈક દેખવાપણું થાય છે તે આપણું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે, તે બંને સાથે જ રહે છે અને એક એકને ઘણી બાબતમાં મળતાં હોવાથી તેને ભેદ સમજાવવાને જ્ઞાની ભગવંતોએ ઘણો પ્રયાસ લીધો છે તે આપણને સમજવાને પણ અત્યારે ઘેડે અવકાશ છે.
વિશેષ્યાવશ્યકસૂત્રમાં ઘણું વિવેચન કરેલું છે પણ અહીં તે પહેલા કર્મગ્રંથમાં બતાવેલો ભેદજ લખીશું.
મતિ જ્ઞાનના ૨૮ ભેદ છે. એટલે પાંચ ઇદ્રી અને છ મન તેની સાથે અવગ્રહ હા અપાય અને ધારણા. તે ૬૮૪=૧૪ અને તે અર્થાવગ્રહ ગણી વ્યંજન અવગ્રહના ભેદ લઈએ તો મન અને ચક્ષનો યંજન અવગ્રહ ન હોવાથી ફક્ત ચાર ભેદ થાય તે ૨૪+૪ =રદ થાય છે અને શ્રુતજ્ઞાનના સંક્તિ, અક્ષર, સમ્યક, સાદિ પર્યાવસિત, ગમિક, અંક પ્રવિષ્ઠ. એના સાત વિરૂદ્ધ પક્ષ લેવા એટલે અસત્તિ. અનાર, મિથાવ, વિગેરે ભેદ જાણવા.