SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ બુદ્ધિપ્રભા, - નશીબ પર હાથ મુકી તે ભટ્ટી તેણે ચાલુ કરી ને છેવટે ! તેને વશમાળા પ્રાપ્ત થઈ ને તેણે તે નરમાં કોટયાવધી ના પેદા કર્યું. ને તેના વા સોનાના ઘુઘરે રમવા લાગ્યા! વાંચડે ! કાયર પુરૂશ શું જય મેળવી શકે ? ના ! ના ! કદી નહી !!! આમતાન એટલે હું કોણ? કયાંથી આવ્યો? મહારું સામર્થ શું? મહારૂં શું ? ને મારે શું કરવું જોઈએ ? એનું યથાતથ જ્ઞાન ! માબાપના રાજ્યમાં નાના છોકરાની જે સત્તા તે આપણી આ જગતમાં છે પણું તે ક્યારે ! હું એકાદ, દુઃખી-દુર્બલ-દરિદ્ધી–પ્રાણી ન થતાં-પ્રભુનો બાળક થયો છે એ વિચાર કરે છે ને તેની ઓળખ કરી લ્યો! સંપૂર્ણ અંક આર્ય દેશ, દેવગુરૂ ધમની જોગવાઇ ને તેમની ઓળખ! આપણને મલવાનું શું બાકી રહ્યું! હવે તે જે કાર્ય કરવા યોગ્ય હોય તે કરવા માંડવું-પશ આપવો તે ભાવીના હાથમાં છે, પણ વિશ્વાસ રાખી સતત ઉદ્યમ કરે જો એ આપણા હાથની વાર્તા છે. ત્યારે હવે યશ મેળવવાનાં સાધને કયાં કયાં તે આપણે તપાસી જઈએ ! શક્તિ અને જ્ઞાન આપણને કેજી સર્વ શક્તિ ને સર્વજ્ઞાનનું જે મૂળ સ્થાન તે આપણું ભાવનામય હદય તે આપણું છે જ, પછી શું જોઈએ. આવો સરસ વારસો છતાં દીન થઈ બેસવું એ ગાંડપણ નહી? યશશક્તિ-આરોગ્ય-સુખ એ આપણા માટે જ નિમાણ છે ! આપણો ભાગ પ્રકાશીત છે-અંધકાર પૂર્ણ નથી. એ વાર્તા કદી વિસારશો નહીં! દુર્વાસના ને દુર્વિકાર એના યોગે કરીવાર્થપરાયણતા–ને અશ્રદ્ધાના કારણે કરી આપણને પારકાપવું જણાય છે. માત્ર ઉપરોકત દઈ દુર કરો--તમારે અધીકાર-પાયરી ચઢતી ચઢતી શિખરે તમને લઈ જશે ! પળ જુ. તમારી પાથરી ચઢવા બાદ તમારામાં દુર્વાસના-અવિશ્વાસ-નિરાશા જણાય છે ? આરોગ્ય-પ્રકાશ-સુખ-મળતાં હોય તે તે રોગ-અંધકાર–ને દુ:ખને કે સ્વિકાર કરશે ? આપણી આસપાસ આરોગ્ય–પ્રકાશ-સંગનું વાતાવરણ પ્રસરાવવું એ આપણા હાથમાં જ છે! પ્રત્યેકના હાથમાં છે. પ્રત્યેક તેની સાધનાથે ઉદ્યાગ કરવો જોઇએ. યશ મળે છે કે નહિ? આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સર્વ માનવજાતિ પર-પ્રાણીમાત્ર પર-વાતિ પર પ્રેમ કરતાં શીખવું જોઈએ! સર્વને માટે આપણા મનમાં પ્રેમ હોજ જાઇએ. સર્વને માટે આપણા મનમાં પ્રેમબુદ્ધિ ઉપન્ન થઈ કે પછી, આપણે વાળ પણ કણ વાંકા કરી શકનાર છે ? પ્રેમથી જ પ્રેમ ઉત્પન થાય છે. પ્રેમ કરવા માંડે કે સર્વ આપણ પર પ્રેમ કરવા માંડવાનાજ તે પછી આપણે કઈ પણ કાર્યમાં અપયશ કેવી રીતે આવે વારૂ ? માટેજ સમભાવ ધારણ કરી–પ્રાણીમાત્ર પર--પ્રેબુદ્ધ-પ્રાતૃભાવ ધારણ કરી-આપણું કર્તવ્ય કાર્ય–સત્ય-હદય ભાવનાથી-કાય દક્ષતાથી–ધીરજ રાખીને- સાહપૂર્વક કરે જાવ-ને મય તમારો જ છે! પ્રયત્ન કરે–તે તમને પ્રાપ્ત થશેજ! અતુ! શાંતિ: શાંતિ ! શાંતિ !!!
SR No.522043
Book TitleBuddhiprabha 1912 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size497 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy