________________
-
-
-
,
#
#
# #
પ્રતિવ્રતા સ્ત્રીને રાસ, पतिव्रता स्त्रीनो रास. (લેખક. વિજયાદેવી. જુનાગઢ.) સખી શરદ પૂનમની રાત અતિ રઢીયાળી રે, વળી ચંદ્રકિરણની ત, ખીલી છે ન્યારીરે, તે મીઠી મધુરી જ્યોત, મહિ સખી ચાલો રે, વળી પતિવ્રતાના ધર્મ, પ્રીતે સંભાળે છે. સખી સદાચરણને, સંપ ધર્મ સજજનતા રે, વળી હાસ્ય વિનોદ વિવેક, વિનય ગંભીરતા છે. સખી દૃષિ ભાવને, કલેશ કુસંપ ત્યજી દેવા, વળી કજીયા ને કંકાશ, પણ ના કરવા. ઉડી પ્રભાત પ્રિતમને, પાયે પડવુંરે, પતિ આજ્ઞા વિન, કદી કાર્ય કશું નહિં કરવું છે. સખી નીતિ ધર્મસ, સત્ય પથ સંભાળે, સખી અન્ય પુરૂષ, નિજ ભ્રાત સમાન નિહાળોરે, સખી ભક્તિ પ્રભુની, સાથ પતિની કરવી. ગુરૂ પાસે જઈ હરનીશ, શીખામણ ધરવી. પતિ રાગી કેવીકે દીન, હેય તેય ભજો રે, પતિ હય પામર નાદાન, ઈશ સમ ગણવેરે. સખી શશી વિના જથમ, રાત અતિ ભયકારી, તેમ પતી વિનાની નાર, અતિ દુઃખીયારી. સખી પતિ વિના, પકવાન કડવાં લાગે છે, સખી પતિવિના, સંસાર શોકમય ભાસેરે. સખી પતિ છે મુગટ મણી, પતિ છે હદય વિભુ, પતિ આનંદના ભંડાર, પતિ છે સુખસિંધુ. પતિ છે સ્ત્રીના રાજ, પત્નિ પટરાણી, કંઈ પતિ છે શ્રી રાજ, પનિ ગોરાણી રે. સખી વિવેક ભાવે, વિજયા એમ કહે છે, તું સાંભળ સજની સાજ, શીખામણ એ છે રે.