________________
જેમાં શાન્તિ.
૧૬૦
જૈનોને તકરાર થઈ, અને તેમાંથી રૂપ વધી ગયું, અને કેટલાક લોહીલુહાણ થયા. આ લેખકને તે વાત જણાવતાં તેમણે કહ્યું હતું કે “ જૈનના મહામહિના કયાઓને લીધે એટલી બધી ખરાબ લાગણી ફેલાઈ હતી કે સહેજ દિવાસળી મળતાં જેમ લાકડા સળગી ઉઠે, તેમ મારા ક્રોધી વિચારરૂપી દિવાસળીથી તેઓમાં કલહ જાગૃત થશે, જેને વાતે મને ખરેખર બહુ લાગી આવ્યું.”
આ વાત ગમે તેમ છે, પણ જેઓ ક્રોધના વિચાર કરે છે, જેઓ એક બીજાનું બરું ચિંતવે છે, જેઓ એક બીજાને હેરાન કરવાના સંકલ્પ કર્યા જ કરે છે, તેઓ જગ. તમાં એવા ક્રોધાદિક રાક્ષસ ફેલાવે છે કે જે રાક્ષસો ભારે અનર્થ મૂકી છે, અને તે સર્વ
અનર્થને માટે તે ખરાબ વિચાર કરનારાઓ જોખમદાર છે, જ્યારે આપણે એક બાબત ઉપર પુષ્કળ વિચાર કરીએ છીએ, ત્યારે તે વિચારના દળીય ઘટ થાય છે, અને આપણને તે પ્રમાણે કામ કરવાને દેરે છે.
કાઈ પણ શકિતને નાશ થઈ શકે જ નહિ. તેનું એક યા બીજા રૂપમાં રૂપાંતર થવું જોઈએ. તેમ ક્રોધની શક્તિ પણ બહુજ મજબુત હાથ છે, અને જ્યારે તે પ્રજાઓ વચ્ચે ફાટી નીકળે છે, ત્યારે બે પ્રજાઓ વચ્ચે મોટી લડાઈઓ જાગે છે, અને જ્યારે તે એક કામમાં ફાટી નીકળે છે ત્યારે પરસ્પરના કલહનું રૂપ લે છે, અને તેનું પરિણામ એ આવે છે કે કેમમાં અકાળ મરણ થાય છે, પ્રતિષ્ઠિત ગૃહસ્થો અને આગેવાને મરી જાય છે, વ્યાપારમાં પણ લોકોની દુર્દશા થાય છે, અને બધી રીતે અવનતિ થાય છે.
ખરાબ વિચારોની કેવી માઠી અસર થાય છે, તેને ભાગ્યેજ કે વિચાર કરે છે. એક વાત સાંભળી, તે પછી ખરી હોય કે બેટી, તેને લેશ માત્ર વિચાર કર્યા સિવાય તે બીજાને જણાવે છે. બીજો ત્રીજાને જણાવે છે, અને આ રીતે એક અસત્ય બાબત આખા ગામમાં ફેલાય છે, આખા દેશમાં ફેલાય છે, અને હજારો મનુષ્ય એક યા બીજા પ્રકારના ખેટા વિચારો કરવા દેવાય છે, અને તેનું કેવું મારું પરિણામ આવે છે, એ તો આપણી જોવામાં આવે છે.
પણ હા! હું આ કાને સંભળાવું છું? જ્યાં સુધી મનને જુર લેકને શાન પડ્યો નથી, ત્યાં સુધી શાંતિની આશા કયાંથી રાખવી! પણ ના! હું શું કરવા નાહિમ્મત થાઉં છું? જેનો સ્વભાવે શાન્ત છે. તેઓ ધર્મ પુસ્તકોના શ્રવણથી શાન્તિ પાઠ શિખેલા છે. અમુક કારણોથી ભલે તેઓ ઉશ્કેરાયા હોય, પણ હવે પર્યુષણ પર્વ પાસે આવે છે. પર્યુષણમાં તેઓ વૈરવિરોધ ભૂલી જાય છે. તેઓ સંવત્સરીના પવિત્ર દિવસે સર્વે જીવને દેશો વાસ્તે ક્ષમા આપે છે, અને પિતે ભૂલ વાસ્તુ પશ્ચાતાપ કરી ક્ષમા માગે છે. અહા ! તે પશ્ચાતાપ કેટલા બધા ગુણ કારી છે. કલાપી તે એટલે સુધી લખે છે કે
“હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે ! આહા ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે!