________________
સમરાદિત્યના રાસ ઉપરથી.
૧૩૭
समरादित्यना रास उपरथी. (લેખક–મુનિ માણેક. કલકત્તા.)
પુણ્યનો પ્રભાવ બહુ પુણ્યથી તે મળે રાજ્યરિદ્ધિ, વળી સંપદા સુખને કાર્ય સિદ્ધિ; ગુણી પુત્રને માનિની શીલનિધિ,
ખરે સાર સંસારમાં વિધસિદ્ધિ. પૃથ્વીને વિષે પ્રખ્યાત થએલું યથાનામ તથા ગુણવાળું ક્ષિતિપ્રતિ નામનું નગર તે સમયે સર્વેને પિતાની સુંદરતા જોવા આવવા આવી રહ્યું હતું, શગુના ત્રાસથી રાત્રે પણ પ્રજાને ભયના લીધે નિદ્રામાં વિક્ષેપ ન પડે માટે તે શહેરની સઘળી બાજુએ મજબુત ઉચ્ચ અને પહોળાઈમાં વિશાળ કોટ બનાવવામાં આવ્યો હતો તેની અંદર કાંગરા સુવર્ણ રનના બનાવેલા અનેક મુકુટ સમાન શોભી રહ્યા હતા છતાં પણ પ્રજામાંથી કેઈ બદમાશ શહેરમાં રહી છુપીરીતે તે ધાડ ન પાડે માટે શ્રીમંતોએ પિતાના સુંદર ઘરોની આજુબાજુ મોટી દીવાલ બનાવેલી હતી તે, રાજાના પ્રાસાદની આજુબાજુ જેમ કિલો હોય તેમ શોભતી હતી.
દીવાલમાં અંદર પેસવાના દરવાજા, લાકડાની સુંદર કારીગરીમાં ચાંદી પીતળ સુવર્ણ વિગેરેનાં પતરાં તથા ખીલા જડી મજબુત કરવામાં આવ્યા હતા અને દીવાલમાં પત્થર ઇંટ ચુનો વાપરી રંગથી રંગેલાં હોવાથી તે સાક્ષાત સુવર્ણ ચાંદીની બનાવેલી હોય તેમ દીવાળ દૂરથી જણાતી હતી. બારીઓમાં જડેલા કાચાથી તથા ઘરની અંદરના હાંડી ઝુમર
લકથી દિવસે સૂર્યના તાપથી જુદી જુદી જાતનાં રત્ન જલાં દેખાતાં તથા તેમાંથી જુદી જુદી જાતના રંગનાં કારણે નીકળવાથી તથા રાત્રે દેદીપ્યમાન ઘરમાંની રોશની તે અરસામાં ફેલાતાં એકનાઅનેક જુદા જુદા આકારવાળા દીવાના મનહર દેખાવથી ચાલતા મુસાફરો પણ તે જોવા માટે સ્થિર થતા હતા. તેઓને એકબાજુ ઘરની સુંદરતા દેખવા મળતી ત્યારે બીજી તરફથી મનોહર વાત્રોની સાથે તરૂણ સ્ત્રીઓ તરફથી મધુર કંઠે વિવિધ રાગમાં ગવાતાં ગીત સાંભળવા મળતાં. તે દીવાલની આજુબાજુ જાહેર રસ્તા ઉપર જ્યારે રાજ્ય તરફથી સફાઈ રહેતી તેમ અંદરના ભાગમાં ઘરના ધણીઓ તરફથી સાફસુફ રહેતી તેની અંદર રહે વાના વિશાળ મકાનની આજુબાજુ સપાટ રસ્તે રાખેલ હતું જેની આજુબાજુ સુગંધી પુ. પની વેલો તથા છોડ રોપવામાં આવેલા હતા તેના ઉપર યાંત્રિકકળાથી પાણી છાંટવાથી છાંટતી વખતે વાતનો દેખાવજ નજરે પડતા હતા અને બાકીના વખતમાં વનસ્પતિઓના પ્રફુલિતપણાથી વસંતરૂતુ જણાતી હતી. ની સુગંધી માલિકને સુગંધ આપવા ઉપરાંત ધરધણીઓના વિવેકની ખાતર માર્ગે જતા મુસાફરોને આપી વિદેશીઓને પણ અતિથીને સાકાર કરવાનું શીખવતી હતી ! તેથી તથા દેવાંગનાના રૂપને વીસરાવે તેવી સુંદરીઓ પોતાનાં કોમળ બાળકને વડીલનો વિનય કેમ સાચવ તથા વિદ્યા ભણવાથી શું લાભ