SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ બુદ્ધિપ્રભા. પ્રશસા કરી, એટલે આ શરીરની કાએ સ્તુતિ કરી, મારી કાએ નિદા કરી એટલે આ શરીરની નિંદા કરી. આ પ્રમાણે વિચાર કરનાર પુરૂષ સુખદુઃખમાં તેમજ માન અપમાનમાં જરાપણું ડગતા નથી અને નિંદા કરનારને વિષે તે તે વિચારે છે કે. ददतु ददतु गालीगलिमन्तो भवन्तो वयमपि तदभावाद्रालि दानेऽसमर्थाः । जगति विदितमेतद्दीयते विद्यमानम् नहि शशक विषाणं कोऽपि कस्मै ददाति ॥ તમારાથી દેવાય તેટલી ગાળા દા, કારણ કે તમે ગાળાવાળા છે। અમારી પાસે ગાળા નથી, માટે અમે તે આપવાને અસમર્થ છીએ. આ જગતમાં એ તેા જાણીતુ છે કે જેની પાસે હાય તે આપે, કાષ્ઠ કષ્ટને શશકાનું શિંગડું આપતુ નથી. માટે ગાળે આપનાર બિચારાની દયા લાવી જોઈએ કારણ કે તેની પાસેની પુજી ગાળાની બનેલી છે. મનને અશાંતિના માર્ગમાં જતુ અટકાવવાને કેટલાક બાહ્ય સાધનાને આશ્રય લેઇ શકાય. જ્યારે જ્યારે એવા કાષ્ઠ પ્રસંગ આવે કે મનમાં ઉદ્વેગ, ચિંતા, સતાભ વગેરે થાય, ત્યારે તે દૂર કરવાને વાસ્તે એક સાધન ઘણું ઉપયેાગી છે, જે નીચે જણાવવામાં આવે છે. કાઈપણુ નાનુ પુસ્તક જેના વિચારા તમારા મનને ઉન્નત બનાવતા હાય, કેષ્ઠ પણુ કાવ્ય જે વાંચવાથી તમારી ભાવનાએ ઉચ્ચ બનતી હોય, કાઇ પણ શ્લાય કે જેનું રટન કરવાધી તમારા મનમાં ઉત્તમ ઊર્મિ જાગૃત થતી ઘેાય તેવા કાઇ પશુ સાધનને આશ્રય લે. તમને પ્રિય લાગતા ગ્રન્થકારાનાં વચનેાાંથી સારા સારા ફકરા ચૂંટી કાઢા જેથી ઉચ્ચ વિ ચારે! સ્ફુરે તેવા ફકરાઓ, કાવ્યા, શ્લોકા વગેરેની એક નાની નેટ બનાવે. તે તમારા ગ્જવામાં રાખી. તમારા મિત્ર! સાથે મળેા, અને તેમાં કાંઇ દૂંગ કરનાર પ્રસંગ બન્યાં હાય, અથવા કાષ્ઠ પેપર વાંચતાં મનમાં ચિંતા ઉપજવાનું કારણ બન્યું હાય, અથવા તે મનની શાંતિમાં વિઘ્ન નાખનાર કાપણુ પ્રસંગ ન્યા હાય, તે વખતે ગજવામાંથી પક્ષી નેટ બ્હાર કાઢી, તે વાંચે, તે વિચારા અને તેમાંના કાકાનું આનથી ટન કરશે. આ પ્રમાણે તમે તે મનના લોલકને આમતેમ લાંબા વખત સુધી હીડાલા ખાતું અટકાવી શકશે અને આરીતે મનને થોડા સમયમાં શાંતિ પ્રાપ્ત કરતાં આવડશે. પ્રથમ આ બાહ્ય સાધને કામ લાગશે, અને ધીમે ધીમે મનને પણ સ્વાભાવિકરીતે એવી ટેવ પડી જશે કે જેથી તેનુ લાલક જરાક હાલવા માંડયું પણુ નંદ્ધ હોય તેવામાં તે પોતાની અસલી સ્થિરતા મેળવી રાકશે પણ શરૂઆતમાં આ બાહ્ય સાધનના આશ્રય લેવાની જરૂર છે. આ રીતે જે મનુષ્ય આવી સ્થિતિમાં રહી શકે છે, તે જળમાં વસવા છતાં જળથી નિર્લિપ્ત રહેતા કમળની માફ્ક જગતની ઉપાધિમાં અને બાહ્ય પ્રતિકૂળ સગામાં પણ મનનુ સમતેલપણું રાખી શકે છે, અને સંપૂર્ણ આનંદ જે આત્માને સ્વાભાવિક ગુરુ છે તે ખીલવી શકે છે. તે ખીલવવા સર્વ કાષ્ટ દેરવાય એવી ભાવના સાથે આ પ્રસ્તુત લેખ સમાપ્ત કરવામાં આવે છે.
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy