________________
બુદ્ધિ પ્રસા.
मननीशांति.
( લેખક. એક જૈન ગ્રેજયુએટ. ) આ જગતમાં ઉપાધિની વયમાં રહેવા છતાં શું આપણે મનની શાન દશા પ્રાપ્ત કરી શકીએ ? એને જે તે પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે તેને વાતે ઉપાય શો છે કે આ બે પ્રશ્ન આજના લેખમાં આપણે વિચારવાના છે.
આ વિષયને આપણને ખ્યાલ આવે તે માટે આપણે મનુષ્ય વ્યકિતને ત્રણ વિભાગમાં વહેચી નાખીશું. કેટલાક મનુષ્યો એવા સ્વભાવના હોય છે કે એમનું મન ઉભી પેન્સીલના જેવું છે. જેમ ઉભી પેન્સીલ સ્થિર ટકી શકે નહિ, તેમ તેમનું મન કદાપિ સ્થિર રહી શકે નહિ. બીજા પ્રકારના મનુષ્ય ઘડીઆળના પિડયુલમ (લેવક) જેવા છે. તેઓ સ્થિર રહે છે, પણ જો એકવાર તે લોલકને હલાવવામાં આવે, અર્થાત જે એકવાર તેમના મનની સમતલ વૃત્તિને હાલવાનું કાર મળે તે પછી તે સ્થિતિ ઘણા લાંબા વખત સુધી ચાલ્યા જ કરવાની. મનુષ્ય જાતિને માટે ભાગ આ બીજી સ્થિતિમાં છે. ત્રીજા પ્રકારના મનુ ટેબલ પર મૂકેલી પેન્સીલ જેવા છે. તમે ગમે તેવી સ્થિતિમાં તે પિન્સીલને આડી મૂકે, છતાં તેની સ્થિરતામાં ભંગ થશે નહિ. આ ત્રણ સ્થિતિમાં છેલ્લી સ્થિતિ ઉત્તમોત્તમ છે, એમ તે ક્યા વિના પણ સમજાય તેવી વાત છે.
એવી સ્થિતિ પ્રાપ્ત કરવાને શું કરવું ! શું મનની શાંતિમાં બ્રિત કરનાર કોઈપણ તવ હેાય તેવા સ્થાનમાં નાશી જવું ! ના ! તેમ નાસી જવાથી કાંઈ શાંતિ મળશે નહિ. ત્યારે કરવું શું ? આ બાબત સમજાવવાને આપણે એક ટુંક દછાત વિચારી શું.
એક મુસાફર બહુ ભ્રમણ કરવાથી થાકી ગયો છે અને તે તથા તેને ધાડ અને તૃષાતુર બન્યા હતા. હવે તે બન્ને એક કુવા આગળ ગયા, જ્યાં પાણીને કેસ ચાલતો હતો, તે કેસને ચું ચું અવાજ થતો હતો, અને તેથી તે થોડો ભડકવા લાગે તે ઉપરથી તે ઘેડેસ્વારોએ તે અવાજ બંધ રાખવાને તે કેસ ચલાવનારાઓને કહ્યું. તેમણે તે કેસ બંધ રાખ્યો અને તેથી અવાજ બંધ થયો પણ તેથી પાણી આવતું પણ બંધ થયું. હવે ઘોડે પાણી વગર પીએ શું ફરીથી તે ઘોડેસ્વારે તે કેસ ચલાવનારાઓને કહ્યું, “ મેં તો તમે મને અવાજ બંધ કરવાને કહ્યું, પણ મેં તમને પાણી બંધ કરવાને કહ્યું હતું. શું તમે એક મુસાફરના છેડાને પાણી પીવા જેટલી પણ દયા બતાવી શક્તા નથી ?”
તેઓએ કહ્યું અમારા અંતઃકરણથી અમે તમને અને તમારા ધેડાને પાણી આપવા ખુશી છીએ, પણ તમારી માગણી એવા પ્રકારની છે કે જે અમે પુરી પાડી શકાશે નહિ. જો તમારે પાણીની જરૂરજ હોય તે અવાજ ચાલતો હોય ત્યારેજ તમારા પૈડાએ પાણી પીવું જોઈએ, અવાજ બંધ થશે, તેની સાથે પાણી આવવાનું પણ બંધ થશે.
આ ટુંકા દષ્ટાન્ત પરથી સાર એ લેવાને છે કે એ એક પણ સમય નહિ આવે કે જયારે બાહ્ય સાધને સર્વ રીતે અનુકૂળ થાય. કાંઈ નહિ ને કાંઈ પ્રતિકુળ સંજોગે મન ને મળ્યા વગર રહેતા નથી તે પછી એ કાંઈ માર્ગ શોધવો જોઈએ કે જેથી પ્રતિકૂળ સંગેની વચમાં મનની સ્થિરતા મેળવી શકાય. જેવી રીતે ભર દરિયા વચ્ચે ટાપુને ખલા સીઓ શોધે છે, અથવા તે તીના ભર રણમાં જેવી રીતે મુસાફરો લીલીજમીન ( લીલા