SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ બુદ્ધિપ્રભા. કર્યો-તે સર્વ આ કુમારના મસ્તક તથા ગાલપરના જખમના ડાઘ જોઈને આ અછત કોણ છે તે કહે. અમરરાય ! અપરાધી શોધી કહાડવો એ કામ તમારૂં છે !” આને પ્રત્યુત્તર કોઈએ પણ આપે નહીં. તદન શાંતિનું જ સામ્રાજ્ય પ્રસરી રહ્યું. પણ થોડા વખતમાંજ એક વૃદ્ધ સરદાર આગળ આબે, અને લિલાવતીને પ્રણામ કરી અધોમુખ કરી બોલ્યા “ જે કે ઉતરતા દરજજાને માણસ છું તોપણ, મારું બોલવું સત્યથી વેગળું નથી જ. લિલાવતી બાઈ હું તમને, તમારી સ્વામિભક્તિને, ને સત્યને પ્રકાશ માં લાવી વૈર લેવાના અવિશ્રાંત પરિશ્રમને પણ જાણું છું. આ દરબારની સવ મંડળી અપરાધી છે, પણ તે અપરાધના મુખ્ય કતું – ” અમરરાય વચ્ચે જ બાલ્યો-“ આ નિચ મંત્રી– ” પણ અમરરાયનું વાક્ય પૂર્ણ થવા અગાઉ એક તેજસ્વી–ગી તે સભામાં પ્રવિષ્ટ થયા. તેમની મુખમુદ્રા શાંતિને પ્રતિભાવથી અલંકૃત હતી. ગંભિરાવથી પિતાને હસ્ત ઉંચો કરી તે બોલ્યા. “ સત્ય મેવ જ્યતે ! સત્ય મેવ જયતે ! ! સત્ય મેવ જયતે !! ? સર્વ સતને અસત્ પક્ષના ક્ષત્રીય વિર ! મનુષ્યની બુદ્ધિને ભ્રશ કરે, તેની પાસે અનન્વિત કાર્ય કરાવવું, લોક નિંદાને પાત્ર ઠરવું, ઇત્યાદિ સર્વ પ્રકાર મનુષ્યના પુર્વ સંચય કર્મને અને નુસારે થયાં કરે છે. જેણે જેવું પુર્વ જન્મ પાપ કર્યું તેવું જ આ જન્મે ભેગવવું પડ તેમાં તે મનુષ્યને કે બીજાને શો દર ? ગમે તેવા મહામ-યોગીને, ગમે તેવા પ્રબળ ચકવર્તીને ગમે તેવા સંદર્યપૂર્ણ મનુષ્યને કે ગમે તેવા વહિને પિતાનું પૂર્વ સંચિત કર્મ ભેગવવું જ પડે છે. સાક્ષાત ભગવાનને પણ પિતાનાં પુર્વત કે ભોગવવાં પડયા છે. તે આપણા જેવા પામરનાં સાંગ ? લિલાવતિ ! રાણું સજનસિંહને પ્રબળ પુત્ર ઈચ્છા થઈ તે વખતે જ મહે કહ્યું હતું કે-નહારા મનોરથ પૂર્ણ કરતાં કદાચીત તને કલેશ ભોગવવો પડશે. અરે કદાચ પ્રાણ સંકટ પણ ભોગવવું પડશે તો પણ તેને આગ્રહને વશ થઈ છે તેનું ઇછીત કર્યું. તેને પુત્ર થયો પણ તેમ કરવા જતાં છેવટે મારું કહેવું સત્ય પડયું તેમાં અમરરાયને દોષ નથી. તેના પૂર્વજીત પાપના લીધે તેજ વખતે તેની એવી દુર્વાસના થવી એ નિમણુ હતું. બાકી અમરરાયનું હૃદય સાફ છે. “ બાવળ વાવીને આમ્ર સ્વાદ કે લેશે ? ! ! ” મનુષ્યો પૂર્વ જન્મનાં કર્મ ભાગવતાં દુખી થાય છે પણ વિચારતા કેમ નથી કે કરતાં વિચાર કરતા નથી તે ગવાતાં શો વિચાર ! વિર ! કર્મ ભાગવતાં ધ્યાન રાખવાનું એટલું જ કે કર્મો ભોગવતાં અત્યંત ગૂઢ સંકલ્પ વિકલ્પ આદિ આર્ત, રેદ્ર યાન નિમગ્ન થઇ બીજાં નવાં ક ન બંધાઈ જાય ! હવે અમરરાયને લાકિક શિક્ષા કરવી હોય તે ભલે કરે ? તે કામ તો સર્વેએ માન્ય કરેલા તમારા નુતન રાજા અછતૃસંહનું છે. અસ્તુ. ” આપે અમારા શંસય દુર કરી અમારા પર મહાન અનુગ્રહ કર્યો છે. મહારાજ !” એમ બેલતાં સર્વેએ તે તેજસ્વી યોગીને સાષ્ટાંગ પ્રણિપાત કથા સર્વ સભા શાંત થઈ ગઈને બનતા બનાવે આતુર નજરે નિહાળવા લાગી. અછતસિંહ--રાણે અછત ! હવે સર્વના મુજરો તે લતેજ સર્વની સંમતિથી રાજવાસનપર આરૂઢ થયે. લિલાવતી હવે નિરાંત થઈ. તેના આનંદની હવે પરિસીમાં હતી. અથવા તે સ્વામીભક્ત સેવકનું એજ કર્તવ્ય છે. યોગીવર રાણાએ આપેલા આસન પર છે. દરબારના ને નગરના સર્વ લોકો કરે છે.ત. . . . . . . . - *
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy