SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસામાં ખાસ કરીને જૈનોએ શું ખાવું અને શું નહિ ખાવું? ૧૪૧ चोमासामा खास करीने अने बीजा महिनाओमां खरा जैनोए शुं खावं अने शुं नहि खावं? (લેખક-સાકરચંદ માણેકચંદ. ઘડીઆળી, મુંબઈ) જેનધર્મ દયાના સિદ્ધાંત ઉપર રચાયેલું છે તે દરેક જૈન સમજે છે તે છતાં જે જૈન સમુહની વચ્ચે જેનો રહે છે તેની કેટલીક એવી અસર તેઓ ઉપર થઈ છે કે જે માટે દિલગીરી થયા વગર નહિ રહે! જેનો અને બીજા હિંદુઓમાં ફરક શું? જૈનની ફરજ બીજાઓ કરતાં ક્યાં વધે છે દયાનો સિદ્ધાંત ક્યાં ક્યાં ટકે છે અને જૈને બીજા કરતાં કેટલા વધારે દયાળુ છે એ માટે જે તપાસ કરી હિસાબ ( Percentage) કાઢવામાં આવે તે બહુ સારું પરિણામ તે નહિજ આવે! બીજાઓને પિતાના ઉંચ વર્તનથી દાખલા રૂપ થઈ પડવાને બદલે આપણુંમાં ના ઘણાક બીજાઓના ખરાબ દાખલાની અસર પિતાના ઉપર થવા દે છે અને પરિણામ એ આવે છે કે તેઓ બગડે છે. બીજાઓને ખરાબ દાકારૂપ થઈ પડી બીજાઓને બગાડે છે, અને પિતાના વારસોને માટે નહિ ઇચ્છવાગ વાર ૦૧સનો અને અનાચાર મુકી જાય છે. આ સઘળું ઈચ્છવાજોગ તે નથી જ, પણ દેશ, કાળ, એ વર્તે છે કે તેમાં સુધારો કરવા નું કામ ઘણું મુશ્કેલ થઈ પડે છે. શું કરવું ? કયે રસ્તે જૈન સમુહને અસ્તાચારમાં જતો અટકાવ-કયે રસ્તે જનસમુહને ઉંચ આહાર ખાતે કરવો– આહાર તેવો જ ઓડકાર એ કહેવત અનુસાર આહારની અસર દરેક ઉપર થતી હોવાથી જનસમુહને ઉંચ આચાર અને મજબુત શરીરવાળે કેમ બનાવ? એ સવાલે દરેક વિચારશીળને તે પળે પળે ઉત્પન્ન થાય છે, પણ જનસમુહને કેળવવા માટે વિચાર કેવી રીતે ફેલાવવા, તે પ્રશ્ન પન્ન થતાં ત્યાં મગજ કામ કરતું નથી અને હૃદયમાં અગ્નિની જ જવાળા સળગે છે ! સાધુઓ, વ્યા ખ્યાનકાર અને ભાવણુ કર્તાઓ એ સંબંધમાં ઘણું કરી શકે એમ છે? પણ આ કાળના મોંધવારીના જમાનામાં, ઘણુઓ તેઓને સાંભળવાની ફુરસદ, અનેક ઉપાધીઓના સબબે ધરાવતા નથી અને જેઓ તેવી પુરસદ ધરાવે છે, તેઓને તેવા વ્યાખ્યાનકારોના વ્યાખ્યાન સાંભળવા ઇચ્છા થતી ન હોવાથી, તેઓની અસર બહુ થતી નથી. એવા સમયે પુસ્તકો ઘણા ઉપયોગી થઈ પડે છે અને જેઓ પુસ્તકે ખરીદી શકતા નથી તેઓને માટે માસિકે કેટલીક રીતે ઘણું ઉપયોગી થઈ પડે છે, એમ મને ખાત્રી હોવાથી આ લેખ બુદ્ધિપ્રભા” માટે લખ્યો છે. તેમાં જૈનોએ મજબુત શરીર અને મનવાળા થવા ઈચ્છનારે શું ખાવું અને શું નહિ ખાવું તે ટુંકમાં બતાવવામાં આવ્યું છે અને જેઓને વધુ ખુલાસે જોઈત હશે તેઓ તરફથી તેને ખુલાશે મંગાવવામાં આવતાં બનત દરેક ખુલાશો આપવામાં આવશે. આમાંની ઘણીક બાબતે “અભક્ષ્ય અનંત કાયવિચાર” નામના પુસ્તકમાંથી લીધેલી છે અને કેટલીક બાબતે અનુભવેલી છે – અભક્ષ્ય એટલે જે જેનેએ કદીપણ ખાવા નહિ જોઈએ તેવા પદાર્થો ૧ મધ અનેક જીવોને ત્રાસ આપા પછી જ મળે છે તેથી. ૨ મદિરા-અનેક જીવોની હાની કર્યા પછી બને છે તેથી,
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy