________________
૧૪૦
બુદ્ધિપ્રભા.
પાપોથી દુર્ભાગ્યતા. યદા પાપને પૂર્ણ ઉદય થાવે, તા પુત્ર નિભંગી તે પેટ આવે; મરે માત તાત થતી લક્ષ્મી દૂરે,
પછી કેમ કુરૂપીને શાંતિ ઉર. કુદરતને એ સ્વભાવિક નિયમ છે કે નાનું બાળક સેને પ્રિય લાગે પણ જે બાળ કને ચહેરા બેડોળ હોય કે તેના મોઢામાંથી લાળ પડતી હેય, નાકમાંથી મળ નીકળતું હોય, આંખમાં પાયા બાઝયા હોય, શરીરે મેલના પોપડા બાઝયા હોય, વાળનાં જટીઓમાં જુઓ પડી હોય, તે તેના સામું કેઇને દેખવું ગમતું નથી તેના કરતાં જે એક કુતરીનું નાનું બન્યું હોય કે બકરીનું બચ્યું હોય તેના ઉપર માણસને વિશેષ પ્રીતિ થાય છે તેનું કારણ એ છે કે જેની સંભાળ લેનાર માતા જીવતી છે તે બનતી મહેનતે મોટેથી ચાટી ચાટીને પણ પશુ પિતાનાં બચ્ચાંને સ્વચ્છ રાખે છે પણ જે નિભાંગી પૂર્વે પાપ કરી જન્મે હોય તે તે મનુષ્યપણે જન્મા છતાં પણ તેની સંભાળ રાખનારાં માતાપિતા, તે ઉદરમાં આવતાં લક્ષ્મીનો નાશ થવાથી સંસારના કાર્યમાં ધનવિના ચાલતું ન હોવાથી રાત્રદિવસ ચિંતામાં બળતાં રહે છે અને જ્યારે તે નિર્ભાગી જન્મે છે ત્યારે વિના પૈસે માતાને પૂરી ખેરાક પણ મળતું ન હોવાથી તથા પુત્ર જન્મમાં કોઈપણ દ્રવ્ય ખર્ચાવિના ચાલે તેમ ન હોવાથી દેવું કરીને લોકમાં લાજ રાખવી પદ્ધી હેવાથી વ્યાજ ચડતું રહે છે અને પિતાને કમાણી ન મળવાથી પાણી વિના જેમ વેલે બળી જાય તેમ માતા પ્રથમ મરે છે અને લમીના તથા અગનાના અભાવે દુઃખથી રીબીરીબીને પિતા પણ પરલોકમાં જાય છે ત્યારે તે નિભાગી બાળક બાકીનાં પાપ બરાબર ભોગવવા માટે જીવતા જ રહે છે. તે સમયે જેઓ તેને સઘળે અધિકાર જાણતા હોય તે તે તેનું મોટું જેવા પણ ઇચ્છતા નથી કારણ કે તે નિભગીનું મો જોવાથી અને પશુ ખાવા મળતું નથી તેવી લોકમાં વાતે ચાલે છે, સિવાય તેનાં માતપિતાને મરવાનું કારણ થવાથી હત્યારો કહેવાય છે તથા ઘરના વૈભવ ને નાશ કરના હેવાથી અપુણીઓ ( નિપુણ્ય ) કહેવાય છે. તે તેના જાણીતાથી તિરસ્કાર તે બાળક પામે પણ જે તેને જાણતા ન હોય તે પણ એકાંત કપથી નિભાગી તરીકે ઓળખી તેના સામે તિરરકારની દૃષ્ટિ કરી કે દૃષ્ટિ ખેંચી ઉપેક્ષા કરી ગુપચુપ ચાલ્યા જતા છતાં પશુ દુનિયામાં સઘળા મનુષ્યો એકસરખા કઠેર હૃદયવાળા નથી. કેટલાક લોકો કેમળ હદયવાળા પણ હોય છે તે તો અપશુકનને ગણતા નથી તેની મલીનતાને ધિક્કારનાર નથી ને તેના હત્યારાપણું ને કે તેના અપુણ્યપણાને હૃદયમાં લેખવતા નથી પણ ફક્ત પ. પકાર કરવા એજ મનુષ્ય જીવનનું સાફલ્ય સમજે છે. તેવાઓએ પૂર્વે કહેલા તે બ્રાહ્મણ પુત્ર
અગ્નિશામાને ઉછેર્યો હતે, ખાવાપીવાની તથા રહેવાની તથા ઓઢવાપાથરવાની તેને તજવીજ કરી આપી હતી તેમ ભણાવવા સગવડ કરી આપેલી હતી છતાં પણ તે નિર્ભાગીને વિદ્યા મળવી મુશ્કેલ હતી તેથી ધણોકાળ રખડવામાંજ તેને જતો અને તેવા રખડેલ છેકરાની ટોળી પણ કયાંક મળી આવતી તે તેમાં આખો દિવસ તથા મોડી રાત્રી સુધી ભટ. કત રહેવાથી તેના પાળક પરમાર્થીને ત્યાં જવાનું પણ ભૂલી જતા તેથી તેઓએ પણ તેને ઉમર લાયક થએલે જાણું તથા મુખે જાણીને તેની ઉપેક્ષા કરી સંભાળ લેવી મૂકી દીધી હતી.