SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા ૩૭ જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી મનુષ્યો સર્વ વસ્તુઓનો વિવેક કરી શકે છે–અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર એની આગળ દુનિયાના પદાર્થોનું જ્ઞાન તે ચકચકતા તારાઓના સમાન શેભે છે. અધ્યાત્મ વાનરૂપ સૂર્યના પ્રકાશથી આત્માના સર્વ ગુણોનું દર્શન થાય છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર આ જગતમાં ચંદ્રની ઉપમાને ધારણ કરે છે-અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રની શીતલતાથી મનુષ્ય આન્તરિક શાન્તિ ધારણ કરવાને માટે શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રથી અનુભવરૂપ અમૃત કરે છે તેનું ઉત્તમ યોગીઓ પાન કરે છે અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રના પૂર્ણ ઉદયથી સમતારૂપ સાગરની વેલ વધે છે અને તેથી જગતમાં આનંદ મહોત્સવ થાય છે-અધ્યાત્મજ્ઞાનરૂપ ચન્દ્રને પ્રકાશ જગતમાં પ્રસરતાં છતાં જગતમાં અપૂર્વ શાન્તિને વાયુ વાય છેઅધ્યાતમજ્ઞાન ખરેખર સાગરની ઉપમા ધારણ કરે છે. સાગર જેમ અનેક નદીઓથી શોભે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અનેક શુભ અવસાયરૂપ નદીઓથી શોભે છે- સાગરની ગંભીરતા જેમ જગતમાં વખણાય છે તેમ અધ્યાત્મ જ્ઞાનની ગંભીરતા જગતમાં વખણાય છે-સાગરના કાંઠાને પામાં મનુષ્યો જેમાં વ્યાપાર કરી લક્ષાધિપતિ બને છે તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સા ગરના કાંઠાને પામીને મહામાએ જ્ઞાનદર્શન અને ચારિત્રને વ્યાપાર કરી પરમામાદરૂપ લમીના અધિપતિ બને છે–સાગરમાં અન્ય કે વિષણુ અને લક્ષ્મીને વાસ માને છે તેમ અંધામસાગરમાં પરમાત્મારૂપ વિષ્ણુ અને કેવલજ્ઞાનરૂપ લકમીનો વાસ છે. સાગરને વલવતાં ચઉદ ર નીકળે છે તેમ અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરને વાવતાં આન્તરિક ગુણોરૂપ ચઉદ. રત્નો નીકળે છે. સાગરનું દર્શન જેમ મંગલરૂપ મનાય છે તેમ અધ્યાત્મસાગરનું દર્શન ખરેખર મંગલરૂપ મનાય છે. સાગર જેમ ભરતી વડે કચરાને બહાર કાઢી દે છે તેમ અધ્યામાનરૂપ સાગર પણ કર્મ રૂપ કચરાને પોતાનાથી દૂર કરે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સાગરમાં મહતમાઓ સદાકાલ ઝીલ્યા કરે છે, અયામજ્ઞાનપ સાગરમાં અનેક ર રહેલાં છે. અધમજ્ઞાનને પૃથ્વીની ઉપમા આપવામાં આવે છે. પૃથ્વી જેમ પિતાના ઉપર ખોટા અને શુભ પદાર્થોને સહન કરે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ પ્રકારના પરિજો સહન કરવાને શક્તિમાન થાય છે. પૃથ્વી ઉપર જેમ અનેક વનસ્પતિ ઉગે છે તેમ આમામાં પણ અનેક સદગુણે ખીલી ઉંડ છે, સર્વ મનુષ્યને આધાર પૃથ્વી છે તેમ સર્વ ગુણનો આધાર ખરે. ખર અધ્યાત્મ જ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનને મેરુ પર્વતની ઉપમા આપી શકાય છે. મેરૂ પર્વતનું ધંય પણ અધ્યાત્મ જ્ઞાનની આગળ હીસાબમાં નથી. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યોમાં ધર્ય. શકિતની વૃદ્ધિ થાય છે અને તેથી તેઓ મોટાં મોટાં ધર્મકાર્યો કરવાને શક્તિમાન થાય છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મશક્તિનો વિશ્વાસ આવે છે અને તેથી ધર્મનાં કાર્યોમાં જે જે વિ. દ આવે છે તેઓને મારી હઠાવી દેવામાં આવે છે અને કરેલા નિશ્ચયથી મન પાછું હતું નથી. હાથમાં લીધેલા કાર્યને કાયર મનુષ્યો વિના આવે તે તજી દે છે અને ઉત્તમ મ તુ તે પ્રાણુતિ પણ હાથમાં લીધેલા કાર્યને ત્યજી દેતા નથી. પોતાની શક્તિમાં વિશ્વાસ ધારણ કરાવનાર અધ્યામશાન છે. મેરૂ પર્વત જેમ પોતાના સ્થાનનો ત્યાગ કરતો નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ આમાને તવ અન્યત્ર જતું નથી. કલ્પવૃક્ષની પેઠે અધ્યાત્મજ્ઞાન ખરેખર મનુષ્યોને વંછિત ફલ અ છે. કલ્પવૃક્ષ કરતાં અધ્યાત્મજ્ઞાનની મહત્તા કંઈ જુદાજ પ્રકારની છે. અધ્યાત્મજ્ઞાનથી નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે એવું લોકોત્તર પદ કદી કલ્પવૃક્ષ આપવાને માટે શક્તિમાન થતું નથી. બધિર બા કરતાં અધધામ ખાતરૂપ બાગની
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy