SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ બુદ્ધપ્રભા, તને યાદ છે કે તારા સુકુમાર તેજસ્વી ગાલપર ટપકતાં મારાં ઉષ્ણાશ્રુ અત્યારે તારાં સ્મરણ પટ પર તરે છે કે ? મહારા સૌભાગ્ય મુન્ટ પર દગો કરી તેને અનાથ કરી નાંખવાને તે દુટોને પ્રલાપ તહારા હદયપર કલિખીત થયો નથી શું ? પણ સબુર હારી જન્મ કહાણી–સાંભળ. તારા પૂજ્ય પિતા સંતતિના અભાવે નિરંતર ચિંતાતુર રહેતા હતા. રમ્ય રાજે. પચાર–રાજ્ય મહેલ–બાગ બગિચા અને નુતન વિલાસ–સંગિતના મધુર નાદ ને કાકીલાનાં મીઠાં ગાન તેમને કદી આનંદ આપી શકતાં નહીં. અને સત્યજ છે કે જેના સ૬ ભાગ્યશાળી ખેાળામાં મધર કલરવ કરતાં–પડતાં આખડતાં–કુસુમ કલીઓ જેવાં બાળકે રમતાં નથી તે જીવન શું જીવનના લેખામાં છે ? આ વખતે તહારા પિતાને લગ્ન કર્યો હુ વખત વ્યતીત થયો હતો. મને અભિમાન થતું નથી–પણ મહારા સૌંદર્યની સર્વ રાજસ્થા નમાં પ્રસિદ્ધિ હતી. હદયના પ્રેમાકુરથી બદ્ધ થઈ અમેએ લગ્ન કર્યું હતું. જનસ્વભાવ કે સ્ત્રીઓની સ્વાભાવિક રીત પ્રમાણે સર્વ સ્ત્રીઓ મારો દૈષ કરતી–તેમને દુક પ્રલાપ-છતાં પણ હદયેશને મહારાપર વિશુદ્ધ પ્રેમ રતિભર પણ કમી થયો નહી. વસંત રૂતુની એક ર સાંજે, સુગંધ મિશ્રીત મંદ મલયાનિલના આસ્વાદનમાં લિનપણ પુત્રના અભાવે ઉદાસિન એવી સુખ દુખ મિશ્રીત સ્થિતીમાં અમે ઉભય એક શ્વેત સિલા પર બેઠાં બેઠાં વાર્તાલાપ કરતાં હતાં. તેવામાં સામેથી કોઈ દિવ્યપ્રતિભાશાળી અજબ ચમત્કૃતિ વાળી અને અપૂર્વ ભક્તિભાવ ઉત્પન્ન કરાવે તેવી મહાન સાધુ વ્યક્તિ આવતી દષ્ટિગોચર થઇ. અમો બેઉના મનમાં તેમના માટે વિલકા પૂજ્યભાવ ઉત્પન્ન થયો. આ વખતે મહારી સખી લિલા પણ અમારી પાસે જ હતી ને તેણે પણ અમારો આશય જાણીનેજ તે પ્રભુસ્વરૂપ વ્યક્તિને અમારી નીકટ પધારવા વિનંતિ કરી. તે સાધુ આવ્યો અને સસ્મીત વદને અમે બેઉને આશિર્વાદ દઈને બોબા “ રાજ ! તહારા મનમાં શું અભિલાષા છે તે હું સમજપો છું—પણ દુ:ખની વાત એ જ છે કે જ્યારે તારી મનેચ્છા સફળ થશે ત્યારે તમો બેઉને ઘણોજ કલેશ ભોગવવો પડશે. ” બાળ અછત ! તે શબ્દને કર્કશ અવની આજ મને પ્રત્યક્ષ થાય છે. ” કાંઈ ચિંતા નહીં–મહારી મસિત પૂર્ણ કરી ” એવું મહારા હદયેશ્વરે કહેતાં જ તેમણે ( સાધુએ કે જમીન પર એક ચક્ર કહાડયું-વિલા પાસે પૂજા સામગ્રી મંગાવી અમે બેઉને તેની પૂજા કરી અને કેટલાક માપચ્ચાર કરી અમે બેઉના મર કે તેમના પવિત્ર કરસ્પર્શ કરી ત્યાંથી અદ્રષ્ટ થઈ ગયા. બીજી વસંત તુમાં મહાર અનહદ આનંદમાં નિમગ્ન થઈ તને લઈ તેજ ઉદ્યાનમાં બાંધેલા એક હીંડોળાપર વનમાંથી પાછાં વળતાં ૫ ખેરાંઓની કિલ-કીલ સાંભળતી-સંધાકાળની અપૂર્વ શભા નિરખતી બેઠી હતી પાસે જ તારા પ્રિપિતા હાથમાં માધવી કલિકાની સુંદર માળાલઈને તરૂરજીની સુરત શોભા નીરખતા હતા –હાય ! તેજ ઘડી ! તેજ પળ ! હું તે વખતે સુખના અત્યુત્તમ શિખર પર આરૂઢ હતી. તે વખતે સુખની પરમાવધિ થઈ હતી. મારાં આનંદ અશ્રુથી ભિજાયેલો તારે કળ પ્રદેશ હું ચુમતી હતી. તું તે વખતે તારો આરકત એ છ હજુ હલુ હલાપ હો. નાજુક હાથે મહારો કંદપ્રદેશ તું નીચે
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy