SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ બુદ્ધિપ્રભા જયારે એક તરફથી ઈગ્લેંડ, અમેરીકા વગેરે પ્રીતી મુલકમાં હજારો દયાળુ સ્ત્રી પુરૂષ, માંસને ખોરાક ત્યાગ કરીને વેજીટેરીયન બને છે–જયારે તે દેશોમાં જીવ દયાની હીલચાલ અનેક રૂપે વધારે ફેલાતી જાય છે, ત્યારે દયા ધર્મ માટે પ્રસિદ્ધ હિંદુસ્તાનમાં સર્વે થી ઉંચા તથા પવિત્ર ગણાતા બ્રાહ્મણે ઉપર પ્રમાણે ધર્મને નામે બીચારા નિર્દોષ જાનવરના લેહીની નદીઓ ચલાવે એ ખરેખર અફ શાસકારક છે, ઘણું દયાળુ દેશી રાજાઓએ પોતપોતાનાં રાજયોમાં દશેરા પશુવધ બંધ કરવાની કૃપા કરી છે. તે જ પ્રમાણે અંબા માતાજીને નામે જે નિર્દય હિંસા થાય છે તે બંધ કરવા નો પ્રયાસ કરવા તમામ દયાળુ ગુજરાતીઓને મારી વિનંતિ છે. જુનાગઢ,ી . લાભશંકર લક્ષ્મીદાસ. તા. ૬-૧૨-૧૯૧૧ ઈ. પ્રાર્થના. ઉપર લખેલી અપીલ તરફ દયાળુ ગ્રહસ્થો તથા બાઈઓનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું. ગયા દશેરાને દીવસ શીરાજ પિરના બંગાળીઓએ કાળી માતાને જનાવરોને ભેગ નહીં આપવાને, પણ તેને બદલે માત્ર મેવા મીઠાઈને ભેગ ધરવાને ઠરાવ કરેલ હતે. ( જુવો The Pamyaleટ, તા. ૧૪-૧૦-૧૯૧૧ ). પરમહંસ મતના સન્યાસી વીધેશ્વર સ્વામી નર્મદા નદીને કિનારે બાદપુર સ્ટેશન પાસે હૈદરાળ ગામ પાસે ટેકરા ઉપર મઠમાં રહે છે તેના ઉપદેશથી હજારો કોળી, બીલ વગેરે માણસોએ માંસાહાર વિગેરેને ત્યાગ કરે છે. એટલું જ નહિ પણ પાણઓ તરફની દયાની લાગણીને લઈને ૯૦૦૦૦૦ માણસેએ એક ધર્મોપદેશકના ઉપદેશથી બ્રહ્મદેશની અંદર માંસાહાર છેડી દીધેલ છે તથા મુંબઈના શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક કંડ તરફથી જે ઉપદેશક ભાષણો આપે છે તેના પ રિણામે હજારો લોકોને અસર થવાથી તેઓ માંસાહાર છેડી દેતા જાય છે તે પછી બ્રા હ્મણે જેવા સર્વોત્તમ ગણાતા હીંદુઓ, ઉપર લખેલી અપીલ પ્રમાણે ધર્મને નામે બીચાર નિર્દોષ જનાવરોની હીંસા અટકાવવાને ખાસ પ્રયાસ કરે એવી મારી પ્રાર્થના છે. શ્રી શંકરાચાર્ય વિગેરે દરેક ધર્મગુરૂ તથા દયાળુ સત્તાવાળાઓએ ઉપર જણાવેલી જતનું મહાપાપ નાબુદ કરવા માટે પિતાથી બનતું કરવા મહેરબાની કરવી ઘટે છે. આ નિબંધની ૧૦૦૦ ) નકલો મુંબઈના શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના એન. વ્યવથાપક ઝવેરી લલુભાઈ ગુલાબચંદે પિતાના હસ્તકના ફંડમાંથી લોકોમાં વિના મૂલ્ય વહે. ચવા છપાવેલ છે તેનું જ્ઞાન પવિત્ર બ્રાહ્મણોના હદયમાં થાય એવી પ્રાર્થના છે. ૩૦૯ શરાફ બજાર મુંબઈ નં૦ ૨ કુંડની એરીસ. તા ૧૨-૩-૧૮૧ર. 0 છગનલાલ વિ. પરમાનંદદાસ નાણાવટી 'Eon ઝવેરી લલુભાઈ ગુલાબચંદ આન વ્યવસ્થાપક, શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડ, મુંબઈ.
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy