________________
બુદ્ધિપ્રભા
તેજની જરૂર છે તેમ દુઃખે તે દુઃખને ઉમેરો થાય છે માટે જે ખરી દિલશા બતાવવી હોય તો તેના આગલ એવા ઉપાય મૂકવા યાતો તેને એવું હદયબલ આપવું કે જેથી ૨૫ માના આત્માને શાંતિ થાય ને તેના દુઃખમાં ઓછાશ થાય. સામાના દુઃખે દુઃખી થવાથી ઉ. લટ સામે તો દુખી હોય છે ને પોતે પણ મનમાં દુઃખના વિચારો લાવવાથી દુઃખી થાય છે. દુઃખ મનમાં પ્રથમ વિચાર રૂપે ઉદ્દભવે છે ત્યાર બાદ તે રપૂલ રૂપમાં આપણને બહાર પ્રત્યક્ષ થાય છે. જેમ જમીનમાં આપણે જે જાતનું બી વાવીએ છીએ તેનું પરિણામે તેજ જાતનું વૃક્ષ અનુભવીએ છીએ તેમજ મનુષ્યના મનની અંદર કરેલા બીજરૂપે વિચારો ધીમે ધીમે તે આપણને પ્રત્યક્ષ સ્થલ દુઃખના રૂપમાં જણાય છે. માટે દરેક દુઃખ પીડીત આદમીને દિલાશે એવા રૂપમાં બતાવવી કે જેથી સામાને ફાયદો થાય ને પિતાના આત્માને પણ આઘાત ન થાય. વિપરીત ધર્મવાળી વસ્તુઓ એક બીજાને નાશ કરવાને કારણભૂત છે. સુખ દુઃખને નાશ કરે છે ને દુઃખ સુખનો નાશ કરે છે. પણ દુઃખ દુઃખને કે સુખ સુખ નાશ કરતાં કયાંઈ સાંભળવામાં આવ્યું નથી. ઘાસતેલ ઉપર ધાસતેલનું પાનું ધસવાથી વધારે ગંધાશે પણ ઉપર પાનને ચે ફેરવવાથી ગંધ બંધ થશે તેમ દુઃખીના આગલ તેનાં દુ:ખના કારણ દુર થાય એવી
જના જે કરવામાં આવશે, તેમજ તેનું દુ:ખ દુર થશે ને સુખ સંભવશે પણ ઉલટ તે દુઃખી હશે તેના આગલ દયામણું મોટું કરી બેસવાથી ઉલટો તે દુઃખી આદમી વધારે દુખી થશે ને દયામણું મેં કરનારના આત્માનું સામર્થ્ય પણું ઓછું થશે માટે કદી દુખીના દુખે દુખી ન થતાં તેના દુઃખ દુર થાય તેવી યોજના કરવી જેથી સામાને સુખ થાય અને પિતાના આત્માનું પણ સામર્થ્ય વધે. ત્યારે કોઈ માણસ સવાલ કરશે કે સુખીનું સુખ જોઈ સુખીથવું? તે કહેવું કે હા. સુખીનું સુખ જોઈ સુખી થવું પણ દુઃખનું દુઃખ જોઈ કદી દુઃખી થવું નહિં પણ તેના તરફ દિલશા બતાવવી. સુખીનું સુખ જોઈ સુખના વિચાર કરવાથી આમા ઉન્નત થાય છે. કારણ કે હંમેશાં માણસ જેવી ભાવના રાખે છે તેવો તે થઈ શકે છે. મનુષ્યને સુખી દુઃખી કરનાર તેના મનના વિચારો છે. જે મનુષ્ય હંમેશાં ઉન્નતિના વિચાર એ છે તો તે હમેશાં ઉન્મત્ત થાય છે અને માટે વિચાર કરે છે તે તે સર્વદા મજ
ખે છે ને આત્માનું સામર્થ ખુએ છે. દુઃખ કે ચિંતાનો વિચાર કરવાથી આમાની રિથતિ કદી બદલાતી નથી પણ ઉલટી પરિણતી બગડે છે. આત્મા અનંત સુખમય છે, તે અવ્યા બાધ સુખને ભેતા છે માટે તેને તો સુખનાંજ સાધન આપી ખીલવો જોઈએ જે તેજ સુખમય છે તે દુઃખના વિચારોથી કેવી રીતે ઉના થશે.
મેરાના બીજ માંથી, કાચ ન કદાપિ થાય;
કે.ચથી ન મ ગરાની, આશ લેશ લાવીએ. તેવીજ રીતે કુંગળીમાંથી કસ્તુરી ને કસ્તુરીમાંથી ડુંગળી કેવી રીતે સંભવી શકે. જે વસ્તુ જેવા રૂય ગુણે કરી સહીત હોય તેને તેવા રૂપ ગુણને સંયોગ મલતાં તે બહુજ ખીલે છે. કવિ દલપતરામે કહ્યું છે કે –
ગુણથી ગુણ મળતા જગતમાં,
રહેજ સ્વભાવે જઈ ભળે. માટે જે વસ્તુ જેવા ગુણવાળી હોય તેને તેવા ગુણવાળા સાથે જોડવાથી ઈચ્છીત સુખ પેદા થાય છે–ધારેલી મતલબ પાર પડે છે. તેવી જ રીતે આત્મા જ્યારે પિતે અનંત સુખમય છે તો તે દુઃખના વિચાર કરવાથી ચિંતાના હીંચળે હીંચવાથી શી રીતે ઉના થઇ.