SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પર બુદ્ધિપ્રભા, ખુદ પિત–૧૮૦૦ થી અન્ય વિદ્વાન-લેખકે સ્ત્રી લેખકે અને તેઓની અમુક કૃતીઓને ઉચ્ચાર કરવા પ્રેરાયા છે તેજ પ્રકારે તે અરસાથી આજ સુધી થયેલ છે અને હયાત જૈન વિદ્વાને, લેખક, અને કૃતાઓ માટે ઉચ્ચાર કરવાનું ચુકી ગયા છે. આમ કહી હમે તેઓના ઉદાર વિચારમાં સંકોચતા છે એમ કહેવા માગતા નથી, પણ ભવિષ્યમાં તેમ ન બને તે માટે, જૈન સાહિત્યકારોથી વધુ પરિચય સેવી સત્યને ન્યાય અપાય અને ધર્મવિધ સાહિત્ય ના અગે દૂર કરી શકાય છે એમ દરેક વર્ગ જોઈ શકે તે માટે આ વિચાર જણાવ્યા છે. समालोचना. ધનવંતરીઝ આ નામનું માસિક પાંચ વર્ષ થયાં વિશનગરથી પ્રગટ થાય છે, જે નિહાળવાને પ્રસંગ મળવાથી, કહેવું જોઈએ કે તે નામ પ્રમાણે વૈદકી અને શારિરીક બીનાઓ ઉપર મુખ્ય અને ઉપયોગી થાન આપનારૂં માસીક છે એમ જણાય છે. અન્ય જરૂરી લેખે પણ ઉપયોગી જણાય છે અને તે ઉત્તમ રીતે ચચાયેલા છે. તંત્રી મી. વકીલ એક આયુર્વેદિક યુનિવર્સિટીના કેલો છે સાથે ઉદાર વિચાર ધરાવનાર ગૃહસ્થ છે. લવાજમ સસ્તુ રાખેલું છે. 6 તત્વનિર્ણય પ્રાસાદ આ ગ્રન્થ હિંદી ભાષામાં છે અને તે મમ ઉપગારી પૃજય ગુરૂવર્ય શ્રીમદ્દ વિજયાનંદ સૂરિજીનો રચેલો છે જે મડ્ડમ મી. અમચંદ પરમારે કેટલાક વર્ષો ઉપર પ્રગટ કરેલ છે. જેની એક નકલ અભિપ્રાયાથે બુકસેલર મી. મધ હીરજીની કંપની મારફત અમોને મળી છે. આ ગ્રન્ય વિષે, સેનાને ઢોળ ચડાવવાની જેમ જરૂર નથી તેમ મહ્મ મુનિશ્રી વિજયાનંદ સુરિજીની કૃતી વિષે કંઇ પણ અભિપ્રાય લખવા જરૂર નથી એમ કહેવું યથાર્થ છે. તેઓશ્રીના દરેક ગ્રન્થ જેનેને અવશ્ય વાંચવા જોઈએ કેમકે તેઓશ્રીને જે સંજોગો વચ્ચે જે અનુભવ પ્રાપ્ત થયેલા તેના પડધા ગ્રન્થમાં ઉતારેલ છે. તેમાંને આ છેલ્લો ગ્રન્થ છે. તેઓશ્રીને આધ્યાત્મીક કે વૈરાગ્ય બોધનાં પુસ્તક કરતાં જેનદર્શન અન્યદર્શન કરતાં વધારે ઉત્તમ કંઈ રીતે છે, તે બતાવી આપવાના તથા તે પ્રકારનાં પુસ્તકે રચવાના સંજોગે વધુ હતા અને તેથી તેઓએ તદ્ વિષયને પૂર્ણ ન્યાય આપવા અપૂર્વકાર્ય બનાવ્યું છે એમ બેધડક કહી શકાય છે. પંજાબ દેશના જેનોની ઉન્નતિ છે. ઓશ્રીનેજ આભારી તેમ પાશ્ચાત પ્રજામાં જૈનતની જે હાલ પીછાન થઈ છે અર્થાત થતી જાય છે તે પણ તેથી જ આભારી છે. આવા ધર્મોદ્ધારક મુનિવર્યશ્રીની છેલ્લી કૃતીને તેના પ્રગટ કર્તાની ઉદારતા વડે મા. મેઘજી હીરજીની કં, મી પરમારનાં કાવ્ય વિનદાદિ કોઈ પણ બે પુસ્તક લેનારને મજકુર મન્ય જેની કીમત રૂ. ૪-૦-૦ છે તે ભેટ આપે છે એ ખરેખર ઉત્તમકાર્ય છે. હમારી ભલામણ છે કે આ ગ્રન્થ અન્ય કોઈ પ્રશ્ય ફરી પ્રગટ કરે તેવી આશા છેડી હોવાથી જે એની પાસે ન હોય તેઓએ અવશ્ય ખરીદ કરે.
SR No.522038
Book TitleBuddhiprabha 1912 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size577 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy