________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા
એ ઇન્દ્રની ઈન્દ્રજાળથી મહ ન પામ્યા તેમાં ખાસ અધ્યાત્મજ્ઞાન જ કારણ ભૂત હતું. સ્કંધકસૂરિના પાંચશે શિષ્યોને પાણીમાં ઘાલીને પીલવા માંડયા. પ્રત્યેક મુનિએ આત્મતત્ત્વની ભાવ નાવડે પીલાતાં છતાં પણ શરીરદ્વારા થતાં દુ:ખને સહન કર્યા અને આત્મામજિ ઉપયોગ ધારણ કરી પરમસમતાભાવ ધારણ કર્યો. પાણીમાં પીલાતાં કેટલું બધું દુઃખ થતું હશે તેને જેણે અનુભવ કર્યો હોય તે જાણે. શરીરના કોઈ અંગને જે ચપુ લાગી જાય છે તે કેટલું બધું દુઃખ થાય છે ત્યારે ઘાણીમાં પીલાતી વખતે કેટલી બધી વેદના થતી હશે તેવી અસહ્ય વેદનાને સહન કરવામાં સત્ય અધ્યાત્મજ્ઞાનની કેટલી બધી સમર્થતા છે તે જ્ઞાનીપુરછે જાણી શકે છે. અંધકરિના શિષ્યોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી પકવદશા હતી તેથી તેઓ આત્માથી શરીર છૂટું પડતાં પણ ઉત્તમ ધ્યાનને ધારી શક્યા. આપણે તેવા મુનિનાં દટાન્ત લઈને તેવી દશા પોતાનામાં પ્રગટાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રથમાવરથાનું જ્ઞાન તે ગુલાબના પુષ્પ જેવું હોય છે. ગુલાબનું પુષ્પ જેમ સૂર્યને તાપ પામીને કરમાઈ જાય છે તેમ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રાથમિક જ્ઞાન પણ અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં ટળી જાય છે--અનેક પ્રકારના દુઃખના સામું જે અધ્યાત્મજ્ઞાન ટકી રહે છે અને જે આત્માના ગુણોનું રક્ષણ કરવા સમર્થ થાય છે તેજ પકવ થએલું અધ્યાત્મજ્ઞાન અવધવું.
પ્રથમાવસ્થામાં ઉત્પન્ન થતું અધ્યાત્મજ્ઞાન, સામાન્ય હોવાથી તે જ્ઞાનવડે જોઈએ તેવી શાનિત મળતી નથી તો પણ તે જ્ઞાનના બળવડે પકવ એવા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકાય છે-અનેક પ્રકારના હેતુઓ પામીને પ્રથમ અવસ્થામાં થતું એવું અધ્યામશાન પાછું ટળી જાય છે તેથી તેવા જ્ઞાનવાળાઓ ઉત્તમ આચારો અને વિચારવડે બળવાન ન હાય તો તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ ગણાતો નથી. જેઓની આગમબુદ્ધિ ઘણું હોતી નથી તેઓ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાંથી કોઇના ભરમાવાથી પાછા પડી જાય છે અને અધ્યાત્મની નિન્દા કરવા મંડી જાય છે. તેઓ પોતાના અધિકારને નહિ ઓળખીને અધિકારવિનાની વસ્તુમાં માથું ઘાલવા જાય છે તેવું થાય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી.
એક શિયાલ હતી તે એક ઉંચી બેરડીનાં બોર ખાવા પ્રયત્ન કરવા લાગી. તે ઘણું કદી પણ એક બેર તેના મુખમાં આવ્યું નહિ. અન્ય શિયાલે તેની મશ્કરી કરી. અને કહ્યું કે તે એક બોર પણ કેમ ખાધું નહિ? પેલી મૂર્ખ અને ધૃત શિયાલે કહ્યું કે–મેં બેરડીના બોરને તપાસ કર્યો અને તે ખાટ જણાય તેથી મેં ખાધાં નહિ અને છોડી દીધા. પેલી તેના માથાની શિયાળે કહ્યું કે બોરડીનાં બાર જો તમે મુખમાં ચાવીને પરીક્ષા કરી હેત તે તમારી પરીક્ષાને હું સ્વીકાર કરી શકત માટે હવે બોલવાની તસ્દી લેશો નહિ. અધ્યાત્મજ્ઞાનની બાબતમાં પણ પેલી શિયાળની પેઠે કેટલાક પ્રયત્ન કરે છે અને અધ્યામસુખ લેવા પ્રયત્ન કરે છે પણ તેઓ મૂર્ણ અશ્રદ્ધાળુ અને વાતાનાજ માત્ર રસીયા હોવાથી અને તેમજ આમિકધર્મ ક્રિયા તરફ લક્ષ્ય પ્રવૃત્તિ નહિ રાખનાર હોવાથી તેઓનો અધ્યા ભણાનમાં પ્રવેશ થતો નથી અને આમતત્વનો અનુભવ થતો નથી તેથી તેઓને આત્મિક સુખ મળતું નથી તેથી તેઓ અને કંટાળીને અધ્યાત્મમાર્ગથી પાછા પડે છે અને કેઈ તેનું કારણ પૂછે તો તેઓ પેલી જૂહી શિયાલની પેઠે પોતાની ભૂલ છૂપાવવાને માટે અગડ બગડે બકે છે પણ તેઓના વાકાને તત્ત્વજ્ઞાનીઓ હીસાબમાં ગણુતા નથી. અધ્યાત્મસુખનો જેણે અનુભવ કર્યો છે તે પકવજ્ઞાની કદી કોઈના ભરમાવ્યાથી અધ્યાત્મતત્વનો ત્યાગ કરતા નથી.
અધ્યાત્મજ્ઞાનની અપકવદશાવાળા મનુષ્યોએ પકવત્તાનવાળા મનુષ્યનું આલંબન