________________
બુદ્ધિમભા.
જોઈ શકે છે, પોતાના અવગુણે સમજે છે, અને તેથી બીજાના અવગુણોને ક્ષત્તવ્ય ગણી તે તરફ દષ્ટિ નહિ ધરવતાં બીજાઓમાં પ્રકટ થયેલા ચેડા પણુ ગુણ જોઈ હદયમાં આનંદ માને છે, અમેદ ધારણ કરે છે.
મહત્વનું શું છે. અને બીન મહત્વનું શું છે, આ બે તો વચ્ચે આપણે ભેદ પાડવા જોઈએ. ધણાખરા જગતના કલેશે બિન મહત્વની બાબતોમાં જ થાય છે. કારણ કે ખરૂ મહત્તવ શેમાં રહેલું છે તેનો કઈ રતીમાત્ર પણ વિચાર કરતું નથી. જે સીધી રીતે ઉન્નતિને સહાયકારક છે, તે મહત્વનું છે અને જે ઉન્નતિમાં ઘણે લાધે સમયે અને ઘણું જ આડકતરી રીતે સહેજ મદદગાર થાય તે બિન મહત્વનું છે.
ખરે ઉદાર પુરૂષ સામાન્ય મનુષ્ય જાતિના હિતને આ કામ હિતકારી થશે કે નહિ, એ વિચાર મનમાં રાખી દરેક કાર્યને તપાસે છે. અને જે ખરો મહત્ત્વનો સવાલ લાગે, તેને વાતે ખડકની માફક અચળ ઉભો રહે છે, પણ જયાં બાહ્ય ક્રિયાઓના અથવા રૂઢીના કે એવા સવાલો આવે છે, ત્યાં પોતાના વિચારો સત્ય સ્વરૂપમાં જાહેર કરે છે, પણ તેમને વાસ્તે આગ્રહ કરતા નથી. કારણ કે કઈ ઉભા ઉભા પ્રભુની પ્રાર્થના કરે, અને કઈ બેઠા બેઠા કરે, પણ જ્યાં સુધી તે બન્ને જણ પ્રભુની પ્રાર્થના કરે છે, ત્યાંસુધી તેઓ કઈ રીતે તે કરે છે તે બીનમહત્વનું છે. પ્રાર્થના કરવી એ બાબતમાં તે અચળ રહે છે, પણ કેવી રીતે તે કરવી તેની બાબતમાં ખરે ઉદાર પુરૂષ તદન નિરાગ્રહી બને છે. પોતાનાથી તદન જુદી રીતે વર્તતા મનુષ્યોના આશય તરફ તે નજર રાખે છે, અને તેથી તે સર્વ સાથે મૈત્રીભાવ રાખી શકે છે.
મનુષ્યની ઉદારતા તેનાં નાનાં કામો પરથી જણાઈ આવે છે, આ જીવનજ નાના નાના બનાવોનું બનેલું છે, અને તેથી કંઈપણ મનુષ્યની ઉદારતાની કસોટી તેને દરરાજના જીવનવ્યવહાર ઉપરથી સારી રીતે થઈ શકે છે. તે પોતાના નોકરવર્ગ તથા આશ્રિત જન પ્રતિ કેવી રીતે વર્તે છે, તે જીવનના દુ:ખ કેવા સ્વભાવથી સહન કરે છે, જે કામમાં તેને કાંઈપણ લાભ ન મળવાન હોય તે કામ તે કેવા ઉત્સાહથી કરે છે, અથવા તે બીજાઓ સાથેની લેવડદેવડમાં તે કેવી ન્યાયનીતિથી વર્તે છે–આવી આવી બાબતોમાં જ તેની ઉદારતા કે ઉદારતાની ખામી જણાઈ આવે છે.
જંદગીમાં એવા કેટલાક પ્રસંગો આવે છે કે જ્યારે કાયર પુરૂષે પણ વીરને પાઠ ભજવે છે, અને એક મહાન પુરૂષને છાજે તેવા ઉમદા કામ કરે છે, પણ તે ઉપરથી તે ખરો ઉદાર કે મહાન છે એમ માનવામાં ભૂલ થાય છે પણ જેનો જગતના લોકોને કદાપિ ખ્યાલ પણ ન આવે તેવી પોતાની ઉચ ભાવના (ideal ) ને જગતમાં અનુભવવાને કઈ જાણે નહિ તેમ, કોઈની પ્રશંસાની દરકારવિના કામ કર્યું જવું એમાંજ ખરી ઉદારતા છે.
The earth's bravost truest heroes Fight with an inward foe And win a victory grander Than you or I can know.