________________
૩૫૮
હોય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષી વિચારો જડવાદીઓના હોય છે. નાસ્તિક વિચારો પોતાના બળવડે આમિક વિચારે ઉપર કબજો મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓના વિચારે ખરેખર જડવાદને નાશ કરવા પ્રયત્ન કરે છે. અર્થાત્ જેનામાં આત્મજ્ઞાન પ્રગટે છે તેવા મનુષ્યો મિથ્યાત્વના વિચારોનો નાશ કરવાને ઉપદેશ લેખનાદિદ્વારા પ્રયત્ન કરે છે. અનેકાન્તજ્ઞાનશક્તિ ખરેખર એકાન્ત મિથ્થા વિચારનો જગમાંથી નાશ કરવા પ્રયત્નશીલ બને છે અથત સારાંશ કે અનેકાનધારક જ્ઞાનીઓ એકાન્તવાદના કુવિચારે નો નાશ કરવાને પોતાનાથી બનતુ કર્યાવિના રહેતા નથી-અધ્યાત્મજ્ઞાનના પ્રતિપક્ષીઓ પણ અધ્યાત્મજ્ઞાનીઓ સાથે વિવાદકરીને તેઓને હઠાવવા પ્રયત્ન કરે છે. જગતમાં અનાદિકાળથી આ પ્રમાણે ચાલ્યા કરે છે અને ચાલશે–અધ્યાત્મજ્ઞાન સત્ય હોવાથી તેને દુનિયામાં સ્થાયીભાવ હોય છે. અધ્યાત્મજ્ઞાન પિતાના બળથી મિથ્યાવિદ્યાને હઠાવવા સમર્થ થાય છે. અધ્યામજ્ઞાન પિતાના સામર્થ્યવડે કર્મોનો નાશ કરવા માટે સમર્થ બને છે. અને યાત્મજ્ઞાનનું માહાસ્ય તે જ્ઞાનને જે પામે છે તે સમજી શકે છે. આશાતૃષ્ણના બીજને નાશ કરવો હોય તે અધ્યાત્મજ્ઞાનની સેવા કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન પામીને અન્તરમાં સમજવું જોઈએ કે બાહય વિષે જૂઠા છે. બાયનાં કરવા યોગ્ય કાર્યને અધિકાર પ્રમાણે કરવાં જોઈએ એમ જે ન કરવામાં આવે તે અધ્યાત્મજ્ઞાનથી પણ ઉપાધિ ટળતી નથી અને દુનિયાના વ્યવહારમાં પણ બળ પ્રાપ્ત થતું નથી તે ઉપર એક અન્યદનીનું દષ્ટાન્ત કહેવામાં આવે છે.
એક નગરીમાં સુધન્વા નામનો એક નૃપતિ રાજ્ય કરતો હત–તેને એક સુમતિ નામની પુત્રી હતી અને એક ભદ્રક નામનો પુત્ર હત-સુધન્વા રાજાને પુત્ર અને પુત્રી ઉપર અત્યંત પ્રીતી હતી, તેણે ભદ્રક પુત્રને ઉપાધ્યાય પાસે બહેતર કળાને અભ્યાસ કરાવ્યો અને પુત્રીને ચેસઠ કલાનો અભ્યાસ કરાવ્ય-સુમતિ પુત્રી વેદાન્ત જ્ઞાનને અભ્યાસ કરવા લાગી. એક મહાત્મા તેના બાગમાં ઉતર્યા હતા તેની પાસે સુમતિ દરાજ બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવા જતી હતી –સુમતિને બ્રહ્મચર્ચાથી ઘણો આનંદ મળતો હતો. એક દીવસ રાજપુત્ર ભદ્રક પણ સુમતિની અનવેષણ કરતા કરતા તે ચર્ચામાં ભળ્યો. ભદ્રકને પ્રતિદીન ચર્ચામાં રસ પડવા લાગ્યા. ઘણું દિવસે ભદ્રક બ્રહ્મ જ્ઞાનમાં પ્રવીણ થયો પણ તે વ્યવહારકુશલ ન હોવાથી મહાત્માના આપેલા બ્રહ્મોપદેશની દષ્ટિને વ્યવહારમાં પણ આગળ કરવા લાગ્યા. વ્યવહાર કાર્ય.