________________
૩પ૬ વિવેકમાં આકાશ પાતાલ જેટલો ફેરફાર હોય છે. જે ધર્મશાસ્ત્રમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધર્મના મનુષ્ય ધર્મની લઈઓ કરીને ધર્મના નામે હજારે વા લાખો મનુષ્યના પ્રાણનો સંહાર કરીને તેમાં ધર્મ માને છે. અધ્યાત્મજ્ઞાન વિના મનુષ્યો મોક્ષમાર્ગ સન્મુખ પ્રયાણ કરી શકતા નથી. જેઓના મતમાં શુષ્ક અધ્યાત્મ જ્ઞાનની પ્રરૂપણ છે તેઓ પણ સમ્યગ દષ્ટિના અભાવે પિતાના આત્માની ઉચ્ચ દશા કરવા સમર્થ બનતા નથી. અધ્યાત્મજ્ઞાનથી દ્રવ્યદયા અને ભાવદયા કરવી એમ હદયમાં વિવેક પ્રકટે છે તેમજ આશ્રવના હેતુભૂત અવત ટાળવાં જોઈએ એમ હદયમાં વિવેક પ્રકટે છે. મેધના જલમાં એવી શક્તિ રહી છે કે તે ગમે ત્યાં નદીના આ કારને પાડી શકે છે તેમ જ્ઞાનમાં પણ એવી શક્તિ રહી છે કે તે ઉપાય રૂ૫ ધર્મક્રિયાને પ્રગટાવી શકે છે. શ્રુતજ્ઞાનીઓ પિતાના જ્ઞાનબળથી કર્તવ્ય આચારરૂપ ક્રિયાના અધિક્ઝરને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણી શકે છે. આત્માના શુદ્ધ પર્યાયરૂપ મેક્ષ કાર્યમાં જ્ઞાન શક્તિ એ ઉપાદાનકારણ છે અને બાથ શાક્તિ એ નિમિત્ત કારણ છે. ઘટરૂપ કાર્યમાં મૃત્તિકા ઉપાદાન કારણ છે અને કુંભાર, દંડ, ચક વગેરે નિમિત્તકારણ છે. નિમિત્તકારણ વિના એકલા ઉપાદાન કારણથી પણ કાર્યની સિદ્ધિ થતી નથી તેમજ ઉપાદાન કારણ વિના નિમિત્તકારણથી પણ કરોડે ભવમાં કાયની સિદ્ધિ થતી નથી. જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ અધ્યાત્મ તત્ત્વ હોવાથી તેની પ્રાપ્તિ વડે મિક્ષરૂપ કાર્ય ની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિના ક્રિયાનું સ્વરૂપ પણ સભ્યશ્રીયા સમજાતું નથી. જે જે જ્ઞાન પામે છે તે જીવો ધર્મક્યિા કરવાના અધિકારી બને છે. આજકાલ ધર્મને આદરનારાઓ કેટલાક જી પિતાનો અધિકાર અમુક ધર્મોચારમાં કેટલો છે તે જાણવાને શક્તિમાન થતા નથી તેથી ગાડરીયા પ્રવાહની પદ્ધતિનો તેઓ સ્વીકાર કરીને વીતરાગના વચનોનું સમર્ રીત્યા આરાધન કરી શકતા નથી. અધ્યાત્મજ્ઞાનથી કઈ ધર્મ ક્રિયા કરવામાં પિતાને અધિકાર છે તેને ખ્યાલ આવે છે અને તેથી જે જે આચાર આચરવા યોગ્ય છે તેનો પોતાની મેળે મનુષ્ય આચાર આચરે છે. અધ્યાત્મજ્ઞાનીએ વ્યવહારમર્યાદાને પિતાના અધિકારપ્રમાણે પાળવી જોઈએ. હાલમાં જ્ઞાન માર્ગની વૃદ્ધિ થતી જાય છે તેથી પૂર્વાચાર્યોએ લખેલા અધ્યાત્મગ્ર પ્રસિદ્ધિમાં આવવાથી તે ગ્રન્થનું વાચન ફેલાતું જાય છે અને તેથી અજ્ઞાનીઓ પણ અધ્યાત્મજ્ઞાન એ જૈનશાસ નની ખરી રૂદ્ધિ છે એમ અમુક અંશે સમજવા લાગ્યા છે–સમુદ્રની ભરતીમાં જેમ તીથીની અપેક્ષાએ તરત મતા છે, પુનમ અને અમાવાસ્યાના દિવસે સમુદ્રની