________________
૩૫૪
પ્રથમ દુખ પછીથી સુખ, અનુભવથી કહું એવું. સદા તેના શિરે ભાનુ કદાપિ અસ્ત નહિ થાત. ૭ વિના સત્તા વિના લક્ષ્મી, પ્રમાણિક છે સદા શ્રેષ્ઠ જ; બુદ્ધ બ્ધિ” ધર્મને પાયે, પ્રમાણિકતા અહી મનમાં. ૮
બગવાડા, પિશ વદી ૪,
अध्यात्मज्ञाननी आवश्यकता. અનેક પ્રકારનાં અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને આત્માને અવધ તેજ જગમાં મુખ્યમાં મુખ્ય કર્તવ્ય છે. જડ અને ચેતનનું ભિન્ન ભિન્ન પ્રકારથી જ્ઞાન થતાં સમ્યફવની પ્રાપ્તિ થાય છે. સ્થૂલ જડપથનું અનિત્ય અને આત્માથી ભિનવને નિશ્ચયકર્યા પછી પંડિત મનુષ્ય પોતાના આત્મામાં જ આનંદ માને છે. ભેદજ્ઞાનની પ્રાપ્તિ થતાં બાહ્ય શરીરાદિ વસ્તુપર મમત્વભાવને અધ્યાસ ટેળે છે. ગૃહસ્થાવાસમાં સ્થિત મનુષ્ય બાહ્ય વ્યવહારિક કાર્યોને કરે છે પણ વદિ જો તેઓ ભેદજ્ઞાન (અધ્યાત્મ )ને પ્રાપ્ત કરે છે તે બાહ્ય પદાર્થોમાં રાચતા નાચતા નથી અને પૃથ્વી ચંદ્ર તથા ગુણસાગરની પેઠે કોઈક વખત ઉત્તમ નિર્લેપ દશાને ધારણ કરવા સમર્થ બને છે. સૂર્યની સાથે પ્રેમ બાંધનાર કમલ પોતે જલમાં નિર્લેપ રહી શકે છે. આમાના ગુણેનું પોષણ કરનાર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં જાગ્રત થાય છે તેનું મન પિતાના આત્મસન્મુખ રહે છે. અધ્યાત્મજ્ઞાનથી આત્માનું વીર્ય જે અનાદિકા‘લથી પરભાવમાં પરિણમ્યું હતું તે પરભાવીક વીર્ય પણ શુદ્ધરૂપ બને છે. આત્માને જે જે ગુણે વા પથ પરભાવ સાથે પરિણમ્યા હોય છે તેનું અને શુદ્ધપરિણુમન ટાળીને શુદ્ધ પરિણમન કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. બાહ્ય જ્ઞાનથી બાહ્ય પદાર્થોમાં ઈષ્ટવ જણાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાનથી આત્માના શુદ્ધ ધર્મવિના અન્ય જડ પદાર્થોમાં ઈષ્ટવ જણાતું નથી. દુનિયાના દરેક દેશે અને તેમાં પણ યુરોપ અમેરિકા વગેરે દેશોમાં બાહ્યજ્ઞાનથી મનુષ્યો પ્રવૃત્તિમાર્ગમાં કામ કરીને પડ્યા છે અને તેથી તેઓ અન્ય દેશોને પણ પ્રવૃત્તિમાર્ગમાં ઘસડશે. અને પરિણામ એ આવશે કે બાહ્યશાનથી પ્રવૃત્તિમાર્ગની એટલી બધી ધમાલ ચાલશે કે તેથી મનુષ્ય સ્વાર્થ, મેજમઝા, બેગ અને ઇચ્છાના ઉપાસકે બનશે અને તેથી કષાયાદિનું