SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ મોઢેથી બોલવું એ પણ એક જાતની ઉપયોગી કસરત છે. નબળા કેદમાં અને નબળી હેજરીવાળા પણ દરરોજ માટે સાથે વાંચવાની ટેવ રાખે તે તેમને ઘણું ફાયદો થાય છે. આખો દિવસ અંગની મહેનત કરવાથી જેટલો થાક લાગે અને શરીરને જેટલો ઘસારે પહોંચે તેટલો થાક અને ઘસારે માત્ર 2 કલાકની મગજની મહેનતથી થાય છે. ટકટર બ્રન્ટન કહે છે કે –ઠંડીમાં દારૂ પીવાથી ગરમી આવતી નથી ઉલટી ઠંડી વધારે લાગે છે. મરડાવાળાં, ક્ષયવાળાં, અને પિત્તવાળાં દરદીઓને લીલી દરાખ ખાવાથી ફાયદો થાય છે. ડીથન સ્વીફટ નામનો એક અંગ્રેજી લેખક કહે છે કે – જેઓ રહવાર થયા પછી પણ બિછાનામાં પચ્યા રહે છે, તેઓ કદી મહેટાઈ અને માન મેળવી શકતા નથી તેજ પ્રમાણે જાણતા અમેરિકન કેન્કલીન કહી ગયે છે કે જેઓ મોડા ઉઠે છે તેઓ ગમે તે આખો દિવસ ચાલચાલ કરે તે પણ તેઓ રાતે પણ પિતાનું કામ પૂરું કરી શકતા નથી. સગર્ભા અથવા હલવાળી સ્ત્રીઓએ ચેખી હવાની તેમજ કસ રતની જરૂર છે, તેમને જેમ બને તેમ ખુલ્લી હવામાં ફરવું એ સલાહકારક છે, અને છેક છેલ્લા દિવસ સુધિ આ પ્રમાણે ચાલવાની કસરત જારી રાખવી જોઈએ, આ હાલતમાં સિાથી સારી કસરત ચાલવાની છે. પરંતુ એટલું જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સગર્ભા સ્ત્રીને જરા પણ થાકની નિશાની જણવા લાગે તે પહેલાં કસરત બંધ કરવી જોઈએ. હેમિપથી 5 ના જન્મદાતા હૈમૅન સાહેબે કહ્યું છે કે, જે કે મનુષ્ય શરીરના કોઈ પણ અંગ ઉપર ત્રાંબુ બાંધી રાખે છે તેને કેલેરાની બીમારી થતી નથી. ત્રાંબામાં વૈદ્યકીય ગુણ છે.
SR No.522036
Book TitleBuddhiprabha 1912 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size795 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy