________________
કરો. જે સર્વ જીવીતવસ્તુ દ્રશ્ય છે ધારી તેનું વિસર્જન જ ફકત મૃત્યુ છે એમ ધારી તેની રાહ આનંદથી જુઓ.
મૃત્યુ એ શું છે? જે સંસ્કાર ઇન્દ્રિય દ્વારા મળે છે તે બંધ થાય છે જે તંત્રથી વિચારની ક્રિયા, સુખ દુઃખની ઈચ્છા નકામી છે, અને શરીરની વાસના પ્રદર્શન થાય છે તેને નાશ થાય છે.
કોઈ પણ માણસ આપણું સ્વતંત્ર ઈરછાશકિત લુંટી લઈ શકતા નથી. જેટલા પ્રમાણમાં મનુષ્ય મનોવિકારથી મુકત છે તેટલા પ્રમાણમાં તે શક્તિમાન થાય છે. જેમ દુઃખની લાગણી એ નિર્બળતાનું ચિન્હ છે તેમ ગુસ્સે પણ (માનસિક ) નિર્બળતા બતાવે છે, કારણ કે જે માણસ દુઃખ અને દેધને તાબે થાય છે તે ( માનસિક દ્રષ્ટિથી ઘાયલ થયેલ છે અને ( તેની જાતને ગુલામ છે.
- જે વસ્તુ હયાત છે અને ઉત્પન્ન થાય છે અને કેટલી ઝડપથી દ્રશ્ય થઈ અદ્રશ્ય થાય છે તેનો વિચાર કરો કારણ કે પદાર્થ એ એક સતત વહેતા પ્રવાહની માફક છે. વસ્તુની ગતિ હમેશાં બદલાયા કરે છે અને તેનાં કારણ અસંખ્ય રીતે તેના ઉપર ક્રિયા કરે છે. ભાગ્યેજ કોઇ પદાર્થ સ્થિર માલમ પડે છે.
सुख दुःख वखते समभाव. (લેખક, શંકરલાલ ગીરધરલાલ ચંદ્રભાણુ-અમદાવાદ )
ગઝલ સદા આનંદમાં રહેવું, સુખે દુખે સહુ સહેવું; વખત વરતી સદા વહેવું પડે કહેવું શું સમજુને. ૧ ખરે ચડતને પડતી તે, સરવને માટે સરખી છે, અનુભવથી જ્યાં પરખી છે, પડે કહેવું શું સમજુને. ૨ સમજુને બધુ સરખું, ઉપાધી ના ન આવી, કસોટી છે કરે ભાવી, પડે કહેવું શું સમજુને.