________________
કે આ બાબત પણ કુદરતની એક ઈચ્છા છે. જેવી રીતે નાનપણથી પુખ્ત ઉમ્મરે પહોંચવું અને ઘરડું થવું દત, દાઢી અને ધોળા વાળ આવવા, પ્રાણીનું ઉત્પન્ન થવું, ગર્ભવન્ત થવું અને જન્મવું–આ અને આવી બીજી કુદરતી કિયા અમુક અમુક વર્ષે થાય છે. તેવી રીતે મૃત્યુ પણ સ્વાભાવિક છે, તેથી ડાહ્યા મનુષ્યની ફરજ એ છે કે તેણે તેની બેપરવાઈ, અધીરાઈ અથવા તીરસ્કાર કરવો નહિ પણ તે એક કુદરતી ક્રિયા છે તેમ તેની રાહ જોવી
જેવી રીતે બાળક તેની માતાના ઉદરમાંથી નીકળે છે તે વખતે તેની રાહ જોવામાં આવે છે. તેવી રીતે સ્થૂલ શરીરમાંથી તમારો આત્મા બહાર નીકળે ત્યારે તેની રાહ જુઓ.
જે મનુષ્ય બીજાને નુકશાન કરે છે તે ( ખરી રીતે ) પિતાને જ હાની કરે છે. જે મનુષ્ય બીજી તરફ અન્યાયથી વર્તે છે તે પિતાનાજ તરફ અન્યાયથી વર્તે છે કારણ કે આવી રીતે તે પોતે અધમ થતું જાય છે.
તમારા તરંગે દાબી દો. તમારી વાસના નિયમિત કરે. તમારી પશુ વૃત્તિ નિર્મળ કરે પણ તમારી નિયામક શકિતને (આમા) યોગ્ય અવકાશ આપે. સંસારની ઉપાધિ તમારા ચિત્તમાં વિક્ષેપ ઉપજાવે છે તેનાથી તમારું મન ચકડોળે ચઢાવવાને બદલે તમે કઈ નવીન અને સારું શિખવાને તમારે વખત ગાળે.
આખા શરીરનું બંધારણ નાશવંત છે. જવ વમળરૂપ છે. પ્રારબ્ધ જાણી શકાતું નથી અને કીર્તિ વિવેકહીન વસ્તુ છે. ટુંકામાં શરીર સં. બંધની સર્વે વરતુ પ્રવાહરૂપ છે. જીવનવ્યાપાર સ્વનિ અને ધૂમાડા જેવો છે. મનુષ્યજીવન કલહરૂપ છે, તે મુસાફરના ઉતારા બરાબર છે.
મરણ પછીની કીર્તિ શુન્ય વસ્તુ છે ત્યારે મનુષ્યને સીધે રસ્તે દેરી શકે એવી કઈ વસ્તુ છે ? તે એક જ વસ્તુ અને ફકત એક જ વસ્તુ-તત્વજ્ઞાન છે પણ તત્વજ્ઞાનને અર્થ એ છે કે મનુષ્ય તેના અંતર આમાને કંઈ ૫ણ ઈજા અને જુલમમાંથી મુક્ત રાખ જોઇએ. તેણે સુખ અને દુઃખ ઉપર જય મેળવવા જોઈએ. કોઈ પણ બાબત એગ્ય ઉદેશ સિવાય કરવી નહિ. તેમજ તે દંભ અને અસત્યથી કરવી નહિ, તેને બીજા માણસની જરૂર લાગવી જોઈએ નહિ. તેમજ કંઈ કામ ન કરવું એમ નહિ. જે સર્વ બાબત પિતાની બાબતમાં બને છે અને જે પિતાના માટે નિર્માણ થયું છે તે તમારા પૂર્વજન્મ કૃત્યના અનુસાર થયેલું છે એમ ધારી તેનો સ્વીકાર