________________
૨૯૮
નંબર વાળી ગુફામાં જે વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હોય તો સુખેથી બે ત્રણ હજાર મનુષે વ્યાખ્યાન સાંભળી શકે. આ ગુફામાં ઘણી મૂર્તિયો બદ્ધ ધર્મની દેખાય છે. ગુફાની બહાર એક વિશાળ એક આવેલ છે. નંબર ત્રીજાવાળી ગુફા પશ્ચિમ ભણીના માર્ગ પર જતાં આવે છે. આ ગુફા પણ મોટી છે તેમાં બેસતાં પથરના બે કેટ આવે છે. આગળ ગુફામાં પ્રવેશ કરતાં બને બાજુએ ગૌતમ બુદ્ધની અદબદ કરતાં બમણી મટી ગોતમ બુદ્ધની મૃતિયો છે. તે ગુફામાં બત્રીશ થાંભલા છે. વચ્ચે વચ્ચે એક મેટ જેવા લાયક ધુમ્મટ આવેલ છે. લગભગ તેમાં બે ત્રણ હજાર મનુષ્યો બેસી શકે તેમ છે. ત્રીજા નંબરની ગુફામાં એક પાર્શ્વનાથના જેવી પ્રતિમા છે. મસ્તક ઉપર સાત ફણાઓ છે પણ તેના હાથ ખંડિત છે. ગુફાની બને બાજુએ મેટા બે લેખ જૂના વખતના કતરેલા માલુમ પડે છે. કર્ણાટકી વા પાલી લીપીનો કઈ જાણકાર હોય તો આ ગુફાઓમાં કોતરેલા લેખો વાંચીને પ્રાચીન એતિહાસનું જ્ઞાન મેળવી શકે. સર્વે મળીને એકશને ચાર ગુફાઓ કહેવાય છે તેમાંથી લગભગ સાઠ સિત્તેરના આશરે ગુફાઓ જોવામાં આવી. અગ્નિ ખુણા તરફના શિખર પર બાકીની કેટલીક ગુફાઓ છે.
ઘણી ગુફાઓમાં બૌદ્ધની મૂર્તિ હોવાથી બોદ્ધના સમયની તે ગુફાઓ માલુમ પડે છે. બૈદ્ધ ધર્મની ઝાહેઝલાલી ઘણું કરીને અશોક રાજાના વખતમાં થઈ છે. તે વખતમાં શૈદ્ધના સાધુઓ ઘણા હતા અને તેઓ પર્વતની ગુફાઓમાં વાસ કરીને વેગ અને તેનો અભ્યાસ કરતા હતા. બે પિતાને ધર્મ વધારવાને આવી ગુફાઓમાં ચમત્કારિ વિદ્યાઓ સાધતા હતા. પ્રથમના વખતમાં તેઓ એકાંત સ્થાનમાં સાધુઓની સભાઓ મેળવીને ધર્મની વૃદ્ધિ માટે પરસ્પરના વિચારો મેળવતા હતા. અત્રથી તેઓ વહાણના રસ્તે લંકા તરફ પણ જતા હશે એમ અનુમાન થાય છે. સર્વ ગુફાઓમાં તે વખતમાં સર્વે મળીને પાંચ છ હજાર શ્રાદ્ધ સાધુઓ રહેતા હશે એમ જણાઈ આવે છે. આર્ય સમાજીઓએ સ્થાપેલાં ગુરૂ કુળની પે પ્રાચીન સમ્યમાં શ્રદ્ધાનું આજ ગુરૂ કૂળ હશે અને ત્યાં ધાર્મિક વિદ્યાની તાલીમ આપવામાં આવતી હશે. ગુફાઓમાં ભણનારાઓને અગર વેગ સાધનારાઓને એકાગ્ર ચિત વૃત્તિ કરવામાં ઘણી સગવડતા મળતી તેમ લાગે છે. કેટલાક હિન્દુઓ આ ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓને પિતાની જણાવે છે પણ અમને તો બૌદ્ધોની ગુફાઓ લાગે છે. બૌદ્ધોના ગયા બાદ કેટલાક બાવાઓ અત્ર રહેતા હશે અને તેઓએ કંઈક પિતાના દેવોનાં ચિલ્ડ