________________
૨૮૫
રે માનવ પ્રાણિ! આ પ્રમાણે સ્થિતિ અનુરૂપ શુદ્ધ કર્તવ્ય, નિયા કર્મ, જ્ઞાન, ધ્યાન, પ્રભુ ભજન, વ્યાવહારિક રોજગાર અને સ્વપર ઉભયના કલ્યાણ રૂપ કાર્ય ક્રમ આદિના સેવન વિના મનુષ્યજીવન વૃથા છે. રેગ્ય પુરૂષાર્થ વિનાનું જીવન અધમ જીવન છે. પ્રત્ જમાનો કર્તવ્ય-ઉદ્યોગને જમાન છે. ઉદ્યોગની ભરતી ચઢેલી છે. અને તેમાં રે માનવપ્રાણી છે તું સુસ્તી રાખી પિતાને તારવા પત્નશિલ નહિ થાય તો ભરતીની રેલમાં ડૂબી જવાને પ્રસંગ આવશે. ઉદ્યોગની ધૂન મચેલી છે. તું તારી સાંપ્રત સ્થિતિ ને ભૂતકાળની સ્થિતિને વિચાર કર. ધાર્મિક સાહિત્યજ્ઞાન જે પ્રાચીન કાળમાં અતિ ગૌરવ વાળું હતું અને જેથી પુરૂષની સહનશ્ચિલતાની ખરી કસોટી થતી હતી તેથી પણ હાલ તું અજ્ઞાત છે. તારી વ્યાવહારિક સ્થિતિ તારા પૂર્વજોની સ્થિતિ સાથે સરખાવતાં સુખરૂપ કે શેઠ નથી. આ સર્વનું કારણ તારી અભિરૂચીમાં ભેદ એ મુખ્ય છે. પ્રથમના લોકો સહનશીલ કર્તવ્યપરાયણ અને ઉદ્યાગી હતા. તેઓ સંયમી, દ્રઢ સંકલ્પવાન, અને સખ્ત મહેનતુ હતા. પરંતુ હાલત વિભવના સાધનનું કીડીઆરૂં ઉભરાયું છે. સાધનો દિન પ્રતિદિન વધતાં જાય છે, અને તેમને પ્રાપ્ત કરવાની નિર્બળતા પણ તે સાથે દિન પ્રતિ દિન તેટલી જ વૃદ્ધિગત થતી જપ છે. પરિણામે ઉકત પદાર્થોનું પ્રબળ આકર્ષણ અને તેમને પ્રાપ્ત કરવાને અગ્ય સ્થિતિએ બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે. પરંતુ ઉદ્યાગી છવન ગાળવાને ન દેવાય અસહનશીલ તું તેમાં ફાવી શકતો નથી. તારું જીવન વિચિત્ર થઈ પડેલું છે, અને તેથીજ મનુષ્યજીવન જે જન્મ સાર્થકની અનુપમ સંધી છે, તેને પણ યથેચ્છ લાભ તું લઈ શકતા નથી.
કાળી થાકીને પોતાનું જીવન શુષ્ક અને દુઃખરૂપ પુરું કરવાને ઉદેશ રાખી તું યત્ન કરે છે. અન્યને બોજારૂપ થઇ પડવાથી જ્યાં ત્યાં તારે અનાદર અસત્કાર બકે અપમાન થાય છે. બીજાને આનંદને બદલે કલેશનું કારણ તું થઈ પડે છે. કર્તવ્ય ભાન એ આ જમાનાની વાસ્તવિક કુંચી અને કુટુંબ જ્ઞાતિ અને પ્રજા વર્ગ સર્વેના ઉદયનું સાધન છે. રે માનવ ! જો તું સ્વ અને પર, જ્ઞાતિ અને અન્ય જનેને, દેશ અને વિદેશને, અને સ્વલ્પમાં પ્રાણી માત્રને ઉદય ઈચ્છતો હોય તે કર્તવ્યશીલ જીવન ગાળ ! જીવન એ એક પુરસદ નહિ પણ અનુપમ સંધી છે. (ચાલુ)