________________
૨૮૪
લાં આપણે જોયાં છે ? મનુષ્યના વિકાસમાં અગત્યનો ભાગ બજાવનાર કર્ત વ્યની લાગણીનું બળ વિશેષ છે. મનુષ્યની બુદ્ધિ આદિ દરેક વ્યક્તિઓના વિકાસમાં શુભેચ્છા શક્તિ અગત્યનો ભાગ બજાવે છે. એકતિ પ્રારબ્ધવાદપર આધાર રાખી બેસી રહેનારાઓના લીધે જ આ હિંદ ભૂમિ અવનતી પામી છે.
સદ્ધિયાસકત જીવન મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિમાં સબળ સાધન છે. પૃથ્વી પર નામાંકિત થયેલા શિણ અને મહાત્ પુરૂષે ઉત્કટ ક્રિયાશક્તિ છે કેતવ્યની લાગણીના લીધેજ પ્રસિદ્ધ થયેલા હોય છે, અને ઉચ્ચપદ પાસ કર્યું હોય છે.
આપણી જાત, કુટુંબ, જ્ઞાતિસમૂહ, ગામ, દેશ ધર્મ પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, તેનું ખાસ ભાન હોવાનું આવશ્યક છે. કર્તવ્ય શુન્ય, નિરૂધમી, આળસુ અને મછલા યુવકનું જીવન ફકત ઉi ગુણની ખામીને લીધે કેવું ઉન્માર્ગે દેરાયેલું હોઈ આત્મિક અવનતિએ પહોંચેલું હોય છે?
રે મનુષ્ય ! તું વિચાર કર કે જ્યારે તારું શરીર તેમજ મન આળસથી ક્ષય પામે છે, ત્યારે જે કુટુંબ, જ્ઞાતિ અને પ્રજાવર્ગ આદિ સાથે વ્યવહાર સંકલનામાં તું જેડા છે તે પણ ઘટિકાયંત્રની માફક એક ચક્ર શિથિલ પડતાં કેવાં શિથિલ થઈ જશે, કુટુંબ, જ્ઞાતિ બધે પ્રજા વર્ગ સર્વની ઉત્ક્રાંતિનો આધાર ખરેખર તારી ઉન્નતિને અવલંબીને રહેલો છે. સમાજ રૂપી યંત્રનું વ્યક્તિ એક ચક છે; અને જેમ એકાદ ચક નબળું પડતાં બીજાની ગતિને અવરોધ થાય છે, તેમ તંદ્રા આદિને લીધે તે પિતાના રક્ષણ માટે અન્ય વ્યક્તિના બળનો અનુત્પાદક રીતે વ્યય કરે છે. આ પ્રમાણે તેના બળને નિરર્થક ક્ષય થતાં પિતાના રક્ષણ માટે પણ તે પુરત બળ વાન રહી શકતા નથી. આથી સહજ સિદ્ધ થાય છે કે નિરૂઘમી, કર્તવ્યશૂન્ય મનુષ્ય પોતાને અને અન્ય સર્વેને બોજારૂપ થઈ પડે છે. તેનું જીવન નિરસ, શુષ્ક અને કંટાળા ભરેલું થઈ પડે છે. તેના જીવનમાં વાસ્તવિક આનંદ અલ્પાંશે પણ હેત નથી. કર્તવ્યના યથાર્થ જ્ઞાનવિના તે મિયા ભ્રમમાં તણુઈ સરલ અને સહેલા અને સહેલા લાગતા મેહક ક્ષક આનંદના વિષયમાં ફસાય છે; જ્યારે આખરે તેની બેદરકારીને પાપરૂપ પોટલે તેને વહે પડે છે. તેના અવાસ્તવિક આનંદ અને વસ્તુના બાહ્ય સ્વરૂપને ક્ષણિક ચળકાટ સહજમાં નાશ પામે છે. કશુન્ય જીવનને માઠાં ફળ રૂપ “તંગી” ની ચિંતા તેના હૃદયમાં ખડી થાય છે. તે તેને નિરંતર ચિતાના પાસથી કહે છે અને કર્તવ્યઅભિમુખ થવા પ્રેરે છે.