________________
પ્રેમ ધારણ કરે છે અને તેથી તે પતિવ્રતાના ધર્મને ધારણ કરનારી કહેવાય
તે પોતાના સ્વામિને પ્રાણજીવન વિશેષણથી સંબોધીને પ્રાર્થના કરે છે. હવે વિચારો કે તેને પિતાના સ્વામિ વિના જગતમાં શું આદેય છે? અલબતકંઇ નથી. પિતાના સ્વામિને સતી સ્ત્રી ગમે તેવા પ્રસંગોમાં મિષ્ટ શબ્દથી બોલાવે છે અને કથે છે કે સ્વામિન ! કુમતિની સંગતિથી એક તલ માત્ર એટલે પણ લાભ નથી. અા માગ પણ તમારું શ્રેય નથી, ઉલટું કુમતના ઘેર તમે જાઓ છો અને તેની પૂર્વોક્ત ચેષ્ટાઓમાં સપડાઓ છો ત્યારે, અનેક પ્રકારની દુ:ખની પરંપરામાં ફસાઓ છે અને તેથી તમારી શોભા એક તલ માત્ર પણ રહેતી નથી. કુમતિની સંગતથી તમારા ઉપર જાદુઈ અસર થાય છે અને તમે પોતાના મૂળ શુદ્ધ ધમને ભૂલે છે એટલું જ નહિ પણ ઉલટું અસત્યમાં સત્યની બુદ્ધિને ધારણ કરે , અહો ! તમારી આવી ભૂલ તમને કેમ દેખાતી નથી? સુમતિનો આદેયરૂપ આ ઉપદેશ અન્તરમાં ધારણ કરવા લાયક છે. સુમતિ પોતાના અમપતિને ઉચ્ચ સત્યવિવેક કરાવવા જે ઉપદેશ આપે છે તે અમૂલ્ય અને હૃદય દ્રાવક છે. હવે તે પુનઃ નીચે પ્રમાણે પિતાના પતિને સંધી કથે છે. उनसे मांगु दिन नांहि एक, इत पकरिलाल छरिकार विवेक प्यारे।।२।। उत शठता माया मानटुंब, इतरुजुता मृदुता मानी कुटुंब प्यारे॥३॥
ભાવાર્થ-સુમતિ કર્થ છે કે હું કુમતિ પાસે એક દીવસની તમારી માગણી કરે નહિ, કુમતિને એમ કદાપિ નહિ કહું કે તું મારા સ્વામિને એક દિવસ માટે આપ કેમકે પતિવ્રતા સ્ત્રી કદાપિકાળે વ્યભિચારિ સ્ત્રીની પાસે પિતાના પતિની એક દીવસ માટે માગણી કરી શકે ? પણ હવે અત્ર તો હે લાલ ! વિવેક કરીને છરી પકડી છે અથત છરી ગ્રહણ કરી છે અને તેથી સ્વયમેવતમારે મારી પાસે આવવું પડશે. (૧) ભૂમિ શયન, (૨) પરપુરૂષ ત્યાગ, (૩) પાદ વિહાર-(૪) સચિત્ત ત્યાગ, (૫) એકાશન, (૬) અને ગુરૂ સાથે ગમન, આ છે રીતને છરી કહેવામાં આવે છે. સુમતિ કથે અન્તરમાં રહેલી ધારણરૂપ ભૂમિમાં હું શયન કરીશ અને પરભાવરૂપ પરપુરૂષને ત્યાગ કરીશ. પરભાવરૂપ પરપુરૂષના સામું પણ નિરખીશ નહિ. નિરાલઅન ધ્યાનરૂપ પાદવડે હું અત્તરના અસં
ખ્યાત પ્રદેશમાં વિચરીશ. અન્ય જીવોના પ્રાણને નાશ ન થાય તેવા પ્રકારથી જ્ઞાનામૃતનું ભજન કરીશ. એક શુદ્ધ સ્વરૂપ આહારનું જ ભેજન કરીશ અને અનુભવ જ્ઞાનરૂપ સદ્ગુરૂની સાથે અન્તરના પ્રદેશમાં ગમન કરીશ. આ છ રીતિને અન્તરમાં ધારણ કરી આપની પ્રાપ્તિ કરવા દઢ સંકલ્પ કરૂ
,
,