SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છું. પરમામાં સ્વામિની યાત્રા કરવા જનાર યાત્રાળુઓ સ્થૂલ પણે આ છરી પાળે છે અને તેથી તેઓ યાત્રાની સફલતા કરે છે. અન્તરમાં આ પ્રમાણે છરી પાળવાથી હે ચેતન સ્વામિન! કઈ વસ્તુનું આકર્ષણ ન કરી શકાય? મારી શુદ્ધ ભક્તિના પ્રતાપથી આપને હું પ્રાપ્ત કરીશ. હે ચેતન સ્વામિન! કુમતિની પાસે તે શઠતા, માયા અને માયારૂપ બને છે, તેની પાસે શઠતા દિબ રહે છે તેથી જ તે નીચ જાતિ અને નીચ કર્મ કરનારી છે એમ જ્ઞાન પુરૂ તુર્ત અવબોધી શકે છે. જગતમાં કુમતિ વિના કેઈ સ્થાને લુચ્ચાઈ દેખવામાં આવતી નથી. જ્યાં કુમતિ સંચાર થાય છે ત્યાં શકતા, કપટ અને અહંકારને પણ પ્રવેશ થાય છે. જ્યાં કુમતિનો સંચાર થતો નથી ત્યાં શકતા કપટ અને અહંકારાદિનું ગમન પણ થતું નથી. રાવણના મનમાં પ્રવેશીને કુમતિએ માનને બેલાવ્યો અને રાવણનો નાશ કર્યો. કેર વોના મનમાં પ્રવેશ કરીને કુમતિએ મોટું યુદ્ધ મંડાળું અને કેને નાશ કર્યો. પ્રાણી માત્રને કુમતિ ઉનમાર્ગમાં લેઈ જાય છે અને છોને સંસારમાં રાખે છે. કુમતિના વશમાં થએલા મનુ, કપટ, અહંકાર અને લુચ્ચાઈ કરવામાં પોતાનું અમૂલ્ય વન ગાળે છે. સંસાર નગરમાં અનેક પ્રકારના શરીરરૂપ વિષ મહાવીને ચોરાશી લાખ જીવનરૂપ ચોકમાં અને કુમન નચાવે છે. એકજ માતાના બે પુત્રીને સ્વાર્થ અને વિષયના સંબંધમાં અન્ય બનાવીને તેઓને પરસ્પર લડાવી મારનાર કુમતિ છે– સર્વ છો પિતાના આમ સમાન છે તો પણ તેના ઉપર હિંસકભાવ પ્રેરનાર કુમતિ છે, ધન, રાજ્ય અને સત્તામાં મોહ પમાડીને જીવોને અહંકારના સમુદ્રમાં હમતિ નાખે છે. મનુષ્યમાં અનેક સ્વાર્થ સંબંધોને લેઈ કપટકળાએ કરાવીને તેઓનું પરસ્પર નિકંદન કરાવનાર કુમતિ છે. હે આત્મન ! અત્રને રૂજુતા અને મૃદુતા આદિખરૂં કુટુંબ છે. સુમતિની પાસે આવતાં રુજુતા, મૃદુતા, નિભતા, સમિતિ અને ગુપ્તિ આદિ પિતાના કુટુંબનો મેળાપ થશે અને તેથી તમને સ્વભાવેજ સહજનની ખુમારીને લાભ મળશે. સુમતિ બને તરફનું ખરૂ સ્વરૂપ પ્રગટ કરીને દેખાડે છે. उत आस दृष्या लोभ कोह, इत सांत दांत संतोप सोह. प्या.॥४॥ उत कलाकलंकी पाप व्याप, इत खेले आनन्दघनभुप आप.प्या.॥५॥ ભાવાર્થ-ડે સ્વામિન કુમતના ત્યાંતિ, આશા, તૃષ્ણ, લેભ અને ક્રોધ વસેલ છે. કુમતિની પ્રેરણાથી દેવતા, મનુષ્ય અને પશુ પંખી વગેરે પ્રાણીઓ અનેક પ્રકારની આશાઓ કરે છે. જગમાં આશા સમાન કઈ
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy