________________
२४१
ગીચાના છેડે ઝાડ છે તેના મુળમાં ખાદી ઘાલજે. ત્યારબાદ તારે જે કરવું હોય તે કરજે. ” સરીતચંદ્ર નાસી પાસ થઈ ગયો. તેના શરીરમાંથી પરસે છુટવા માંડ્યો. છાતી ધબકારાથી ધડકવા લાગી. આંખે અંધારા આ વ્યાં. યમ અને ભારે શિક્ષા કરશે તેવી કલ્પનાથી વિક્રાળ દેખાવો તેના માનસીક દ્રષ્ટિ આગળ ખડા થવા લાગ્યા. શરીરનું ભાન રહ્યું નહીં. સાંચાની માફક તેનું શરીર આરામ ખુરશી ઉપર પડ્યું. પરંતુ શેઠનો હુકમ તેની ચક્ષુ આગળથી ખસ્યા નહોતે. તેને માન આપી ઘડીયાળ ઉપર તે નજર ટેકાવી. દશ મીનીટ થઈ ઉઠયો. છરો સંતાડો પાછો ઓરડીમાં આવ્યો. • મેડેથી બુમ પાડી “ હાય ! આ શો ગજબ થઈ ગયે ” લેકે જાગ્યા. ઘરનાં માણસ અને નોકરે ત્યાં આવ્યાં. જુએ છે તે શેઠ જમીન ઉપર બેભાન અવસ્થામાં પડયા છે અને તેમની પાસે લેહીનું ખાબોચીઉં ભરાયું છે. ભલા શેઠનું હૃદય ફાટે તેવી સ્થિતિ જોઈ લેકે આકળવિકળ થઈ ગયા. ઘરમાં રોકકળ ચાલી અને હાહાકાર વર્તાઈ રહ્યો. સરીતચંદ્ર એકદમ કુટુંબના દાક્તર મી. જ્ઞાનચંદ્ર ને ત્યાં ગયો. દાકતરને ઉઠાડ્યો. હકીકતથી વા કેફ કર્યા. શેઠ સંબંધી ગંભીર સમાચાર સાંભળી દાકતર ગભરાઈ ગયું. ત્યાથી કપડાં પહેરી, જરૂરીયાતનાં હથીયાર બેગમાં મુકી શેઠના ઘેરે સરીતચંદ્ર સાથે આવ્યા. ઘરમાં પેઠે ઘરમાં કલા હોલ થઈ રહ્યા છે. તે તેના આ વ્યાથી શાન્ત થશે. શેઠ પડયા હતા ત્યાં ધ્રુજતી છાતીથી ડાકતર આવ્યા. શેઠના ઉઘડેલા ચના ડોળા તરફ નજર કરતાં, દાક્તરથી રહેવાયું નહીં, છાતી ભરાઈ આવી અને આંખોમાંથી ખરખર અશ્રુ વહેવા લાગ્યાં. પિતાની ફરજ તરફ ખ્યાલ લાવતાં તેણે હીંમત લાવી અણુ લુસી નાંખી, શેડની નાડ હાથમાં લીધી. અડધી મીનીટમાં શેઠનું કાંડું છોડી દઈ, ગદ્ગદ કંઠે પાસે ઉભેલાં મનુષ્ય તરફ જોઈ કહ્યું “ શેઠના શરીરમાંથી લેહી ઘણું વહી ગયું છે. ફક્ત દશ મીનીટ પહેલાં મને બોલાવ્યું હોત તે, શેડની અંદગી નિર્ભય હતી. હવે-કહી પાસેની આરામ ખુરશીમાં પિતાના શરીરને નાંખી , દીધું. અરેરે પરોપકારી શેઠ ! સરીતચંદને ગુનાહની શીક્ષામાંથી બચાવવા ના હેતુથી દશ મીનીટ સુધી જવાનું કહ્યું ન હોત, તારી જીંદગીનો અંત ન આવત. પર ઉપકાર માટે તે તારી જીદગીને ભોગ આપો. ધન્ય છે તારા આત્મ ભેગને,
.