________________
૨૪૧
માયાને મળ દૂર થાય છે એ જ્ઞાન મેળવવું અને પછી ઋજુતા-ઔષધિનું સેવન કરવું કે માયાના બાર વાગ્યાજ સમજવા. માયા ત્રાસ પામીને નાશીજ જવાની. અલબત તે જુદા જુદા રૂપે પ્રાણીઓને ઘડી ઘડી ફસાવે છે તેમ તે સ્થિતિએ પણ તે ઉન્નતિમાં વધ્યા જતા આત્માને ફસાવવા પ્રયત્ન કરે છેજ. મહાન લબ્ધિ મેળવ્યા પછી પણ જો તે લબ્ધિ ઉપર મોહ થયો તે તે પાછું માયામાં સપડાવાનુંજ અને તેથી ઉપગ રૂપ પથ્થ સદા પાળવાનું જ છે ! ઓષધિનું અનુપાન ઉગ કહીએ તે પણ ચાલે અને જ્યારે
જ્યારે એમ લાગે કે માયાએ અંગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યારે પ્રાયશ્ચિત રૂપ સજા–અમુક નમસકાર મંત્રનું સ્મરણ, અગર એક આંબિલ–ઉપવાસ-છઠ -કે અઠમ યાદિ સહીલેવી એટલે તરત માયા બિચારી બાપડી બની જશે અને ધીમે ધીમે માયાથી વિરક્ત થઈ શકાશે. ઉપગને અનુપાન કહેવા કરતાં પથ ગણવું વધારે ઠીક છે જેમ પથ્યની દરકાર રાખો તેમજ ઉપયોગની દરકાર રાખવી. ખાધેલ પારે રખે કુટી નીકળે તેવી દહેશતથી જેમ વીસફોટક અને ચાંદીના રોગી માણસે આંબલી-વાલની દાળ વગેરે ખાવાનું મન પણ કરતા નથી તેમજ તમારું વત-માયા ત્યાગ વત ખંડાય નહિ તેનો સર્વદાનો ઉપયોગ–પથ પાળવા જેવું જ છે.
માયા એ એક એવું ઝેરી બીજ છે કે જે બીજ તમામ અનર્થો તેના ફળ રૂપ છે તે બીજને મૂળથીજ ધોઈ નાખનાર-બાળી નાખનાર ટાળી નાખનાર ઉપરોક્ત ચીર ઉપાયજ છે.
તેવી રીતે સુષ્ટિના સમસ્ત પ્રાણીઓ સૃષ્ટિનેજ તરે એટલે કે માયાથી બચે અને સ્વસ્વરૂપ પામે.
भूलनो भोग.
( લખનાર–મહેતા વેલચંદ ઉમેદચંદ, વકીલ હાઇકોર્ટ. )
સમી સાંજનાં સૂર્યનાં કિરણો દરિયાના મોજા ઉપર પડી, દરિયાને તેજોમય કરતાં હતાં. મંદમંદ પવન માંજા સાથે અથડાઈ હવાને ખુશનુમાં કરતા હતા. લેક ધંધામાંથી મૂક્ત થઈ, કેાઈ નફાથી આનંદીત, તે કોઈ નુકશાનથી શકાતુર ચહેરા સાથે, પિતાનાં ઘર તરફ પલાયન કરતા હતા.