SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭પ શરદ રૂતુમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપાયેલાં મ બેનું પિત્ત કેપિત થાય છે માટે આ રૂતુમાં જણ પુરૂષે મધુર, હલકું, શીતલ, થે કડવું, તથા તીખું અન્નપાન પરિમીત સેવવું. આ રૂતુમાં સુગંધી પુ, આમળાં, દુધ તથા શેરડીથી બનતે ગાળ, સાકર પ્રમુખ રારીરને પુષ્ટી આપે છે. હેમત રૂતુમાં ટાઢ ઘણું હોવાથી તથા રાત્રિ લાંબી હોવાથી જઠરાડિન પ્રદીપ્ત થાય છે માટે આ સમયમાં બપોર પહેલાં જમવું. આ રૂતુમાં ખાટું, મીઠું, ઉનું, ચીકણું, તથા ખારૂં અન્નપાન સેવવું ઉચિત છે પણ જે કઈ વસ્તુ જરાગ્નિને ભારે પડતી હોય તે લેવી અનુચિત છે. શિશિર રૂતુમાં ઉત્તર દિશાના પવનથી લુખી ટાઢ પડે છે માટે જાણ પુરૂષે આ રતુમાં હેમંત ફતુની માફક સર્વ કૃત્ય કરવું. दयानुं दान के देवकुमार. (લેખક પુરીક શર્મા ) ( અનુસંધાન ગતાંક પાને ૧૬૦ ) “ હા, ભલે પાછાં મળતાં રહે છે ! ” છે એમાં મને નહિ કહેવું પડે.” એમ કહી નલિકા ગઈ. “ રાજ! રાજ ! ઓશરીમાં આટલામાં પડ્યા હુકક ગગડાવો ને અમે ઘરને ખૂણે ધાર્યા કરીએ એ કેવી રીત.” બહાર આવી લટકુડી વહુ બોલ્યાં “ આમ ઘેલી શું થતી હોઇશ. માતાની કૃપા તે પૈડાજ રાજમાં તને પટરાણી બનાવી દઉં છું કે નહિ ને તે ખરી ” મનજી મહેડામાંથી ધુઝ ગોટા કાઢતે બોલ્યો. પણ રાજ, નવલિકા બહેનેય બહુ વાતડીયાં છે તે.” તને શું ખબર પડે એને લીધે તે હજી આપણે ઘણી ઘણી આશાઓના કિલ્લા બાંધવાના છે. ” મુખ મંત્રવાદિએ ખુલાસો કર્યો. “ રાજ! આશાઓ પ્રેમવિકાસનું મૂળ છે એ વાત શું ખરી હશે. ” લટકુડી વહુ બોલ્યાં. * તને શી માલમ. પ્રેમત બહેનને ભાઈ તરફ પણ હેય ને પુત્રને માતા તરફ પણ હોય, શું બધી જગાએ પ્રેમ પ્રચારનું સામ્ય હોય છે ? ખરેખર સ્ત્રીની બુદ્ધિ પાનીએ એ ખોટું નથી. ” મનજીએ કહ્યું.
SR No.522030
Book TitleBuddhiprabha 1911 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy