SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અન્ન ભેદીને બિલાડે ઉગ પામે છે. વાનરો વિશ કરે છે. હંસ ચાલતાં ખલના પામે છે અને કુકડે શબ્દ કરવા લાગે છે. વળી વિવામિત્ર અને મનુષ્યોના ખાવામાં આવે તો તેમાં ચળચળ થાય છે. મુખમાં દાહ થાય છે અને લાળ છુટે છે. વળી વિધ્યમિશ્ર અન્ન ખાવામાં આવે તે હડપચી થંભાઈ જાય છે. જીભ ભારે થાય છે. તેની ( જીભની ) અંદર દરદ થાય છે. ખારા રસને રવાદ જ નથી અને વિષને દેનાર આકુલ થાય છે. વળી વિષ પ્રયોગની શંકા આવે તો પુરૂષના મુખમાં ફટકડી અને ટંકણુખાર ધરવા આપો. જ્યાં સુધી તે ખારે ન લાગે ત્યાં સુધી વિશ્વવિકાર છે એમ જાણવું. એ સ્થાવર વિપ જાણવાને ઉપાય કહો. હવે કઇ રૂતુમાં કેવા પ્રકારનાં ખાનપાન લેવાં તેનું વર્ણન કરવામાં આવે છે. વસંત રૂતુમાં કફનો વિશેષ પ્રદેપ થાય છે અને તેથી જઠરાગ્નિ મંદ પડે છે માટે એ રતુમાં કફ કરનારી સર્વે વસ્તુ વધી. ઘણું રિન... નહીં એવું તથા તીખાં તથા કડવા રસવાળું ચાખા પ્રમુખ ઉનું અને ભક્ષણ કરવું પણ ઘણું ટાટું, પચતાં ઘણે કાળ લાગે એવું, કાચું તથા પાતળું અને આ રૂતુમાં ભક્ષણ કરવું નહીં, ગ્રીષ્મ રતુમાં શીતલ, સ્નિગ્ધ, પાતળું હલકું અને ભક્ષણ કરવું કારણ કે તે તુમાં સૂર્ય ભુમીના સર્વ રસને ખેંચી લે છે. આ રૂતુમાં ભેંસનું દુધ, ચખા પ્રમુખ ધાન્ય અને ધી ભક્ષણ કરવું. દહીં અથવા છાશ ઉપર આવેલું પાણી સાકર નાંખીને પીવું તથા શીખંડ વિગેરે ઠંડા પાન ( સરબત વિગેરે ) ઉપ. ગમાં લેવા. આ રૂતુમાં ચંદ્રમાના કારણથી શીતળ થએલું અને પુષ્પના સુગંધથી મનને હરણ કરનારું જળ પીવું. આ રૂતુમાં અતિ ખાટ, કડ અને ખારો રસ તથા ઉનું અન્ન ભક્ષણ ન કરવાં. વર્ષો રૂતુમાં વાદળાંને પવનથી ભૂમિના અંદરથી નીકળતી બાકથી તથા જળના બિંદુથી મનુષ્યના વાત વિગેરે દોષ કપિન થાય છે. શ્રીમ રૂતુનો તાપ ખમવાથી દુર્બળ થયેલા લેકેના વાત વિગેરે દે ધણું કેપિતા થાય છે. માટે આ રૂતુમાં વાત, પિત, કફ, રસરક્ત પ્રમુખ ધાતુ જેથી સાસ્ય સ્થિતિમાં રહે, બગડે નહીં એવા સમધાત ઉપાય કરવા. આ રતુમાં કુવાનું અથવા પુનર્વસુ નક્ષત્ર બેઠા પછીનું વરસાદનું પાણી ( જળ ) પીવું પણ તળાવ અથવા નદીનું નહીં પીવું.
SR No.522030
Book TitleBuddhiprabha 1911 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy