SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પવા દુગુણને અંધાર પડે એટી સણમાં ખપવાને ખાલી પકડમાળ કરે છે તેની છેવટે સારી ગતિ થતી નથી અને અંતે આવા બાવાની છે અનઇ પરિણામને પ્રસ્ત થાય છે. છેવટમાં લખવાનું કે આપણું આચરણ એવા પ્રકારનાં હોવા જોઈએ કે જેથી લેકે પ્રશંસા કરે અને આપણે જનસમાજમાં નિંદાને પાત્ર બનીએ નહિ. માણસ જે વિદ્વાન હોય પણ તેનામાં કાઈ જાતનું કુલક્ષણ હોય તે વિદ્યાના પવિત્ર નામને તે કલંકિત કરે છે. નીતિ વિના વિઘા કદી શોભી શકતી નથી. હમેશાં ગુણીજન પૂજવા લાયક છે. ગુજા: yકાળાનું જિવુ ત્રિદું નવવઃ પુરુષ કે સ્ત્રી વૃદ્ધ કે બાળક ગમે તે હોય પણ ગુણ હેય તેજ પૂજાય છે. સદાચાર ઈચ્છનાર મનુષ્યોએ પિતાની ઈદ્રીઓને રાધ કરે જોઈએ. તેને જીતેંદ્રીયપણને ગુણ ખીલવવો જોઈએ. નિયમિત દિયપણાનો મહાવરો રાખ્યાથી સદાચારી થઈ શકાશે અને તેથી ગૃહસ્થાશ્રમ પણ પૂર્ણ કળાએ ખીલી નીકળશે. વિષયાદી વિકારોને ધિમે ધિમે નિયમમાં લાવવા પ્રયત્નશીલ થવું. તે એકદમ દાબી દેવામાં આવે તો ઘણું વખતે આઘાત ને પ્રત્યાઘાત ના નિયમ મુજબ ( Law of action and reaction ) વૃત્તિઓ વિશેષ બળથી બીજા રૂપમાં પૂરી નીકળે છે તે વખતે પરિણામ સારું આ વતું નથી. નિયમિતતા દ્રીય ગુણ પ્રાપ્ત થવાથી સંયમી મનુષ્ય બની શકે છે. મનોનિગ્રહ પણ કરી શકે છે, કોઈ કદાચ કડવા વેણ બોલે તોપણ તેઓ પિતાના મનની શાંતી ખાતા નથી. વખતે દુઃખ આવે તો પણ તેઓ ગંભિરપણે સમતા ભાવે વેઠે છે. પૂર્વસંચિત કર્મોને લીધે સુખદુ:ખ પડ્યાં જાય છે એમાં એને અતુલ્ય શ્રદ્ધા હોય છે. કોઈ માણસ પોતાનું અનિષ્ટ કરે કે હું બોલે તે પણ તે પિતાનાજ કર્મને વાંક કાઢી સામા ઉપર દયા ચિંતવે છે પણ બીજા લોકોની પિંડ કુતરાની દૃષ્ટિધી જોતો નથી. કારણકે કુતરાને કોઈ લાકડી મારે કે કોઈ પગરખું મારે છે તે પિલી લાકડીને ભસે છે અને ખાસડું કરડે છે પણ મારનારને ભસત નથી. જે લોકો પોતાનું અનિષ્ટ થએ યાને પિતાનું કોઈ ભુંડું બોલે બીજા ઉપર ગુસ્સે થાય છે, હેપ ધરે છે તેમ સદાચારી મનુષ્ય કરતું નથી. તે તે પોતાના કર્મને જ અગ્રગણ્ય પદ દરેક બાબતમાં આપે છે એટલું જ નહિ પણ પિતાના પર જે રોસ કરતા હોય તેમને તેમના દુર્ગુણનું હદયના પ્રેમ અને જ્ઞાનનું ભાન કરાવે છે. માટે આ દુનિઓ તેમજ પર દુનિઆમાં પોતાનું સર્વસ્વ રીતે ભલું ઈચ્છવાની ચાહનાવાળા ભવ્ય એ સદાચારના પંથે ચાલવું અને
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy