________________
૧૪૪ આપણને પચશે, એવા વિચારથી તેણે ઘેડ થોભાવ્યો અને ડોશીની વાટ જે મો. પછી થોડીવારે તે ડોશી આવી એટલે તેણે ડોશીને કહ્યું કે “બુદ્દિમા ! લાવો તમારું પોટલું મારા હૈડાપર મૂકે, ” તે વખતે ડોશીના મનને પણું એવો વિચાર આવ્યો કે વખતે પિોટલું મુકું ને જતું રહે તે હું તેને ક્યાં ખેળવા જાઉં તથા તેની મુખાકૃતિ ઉપરથી ડોશીને શક લાગે તેથી કરી તેણીએ કહ્યું કે હવે મારે પાટલું મુકવાની જરૂર નથી પિલા ધાડાવાળાએ કહ્યું કે કેમ ડોશીમા, ના પાડી છે. તે વખતે તે ડેશીએ તેને કહ્યું કે ભાઈ. “ જેવું તારા મનમાં તેવું મારા દિલમાં ” આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે જે આપણા મનના શુભ સંસ્કાર હોય છે તે તે સંબંધમાં આવનાર જનોને તદ્દરૂપે લાગે છે. માટે જ સદાચારી માણસ સર્વદા પિતાના ધંધામાં ફાવી શકે છે, અને સદાચાર વિનાના ફાવી શકતા નથી “ દગા કીસીકા નહિ સગા, ન કયાં હોય તે કર દેખો ” પ્રપંચી, છળકપટ કરનાર, બદદાનતના માણસો કદી પોતાના ધંધામાં ફાવી શકતા નથી. “ સત્ય જય
અને પાપ ક્ષય, માટે સદાચારી માણસને વખતે પોતાની સચ્ચાઈ વિગેરે સણને લીધે સહન કરવા વખત આવશે તે પણ છેવટે તેને તેનું ફળ સારૂં જ મળે છે. સત્ય ચાલતાં દુ:ખ આવે તે વખતે તે સત્યની કટીગણ સત્વગ્રાહી સજજનોએ વેઠી લેવું અને ખાતરી સમજજો કે સત્યનું ફળ તે સત્યજ આવશે. વળી સદાચારી મનુષ્ય લેવડ દેવડના કામમાં પણ ઘણું પ્રમાણિક હોય છે. તે વ્યવહારમાં કોઈને ઠગવા પ્રયત્ન કરતા નથી તેમ માલ પણ અદલો બદલો કરી આપતા નથી. માપ વિગેરેમાં પણ રતિમાત્રનો ફેર રાખતા નથી ને ભાવ પણ વ્યાજબી લે છે. તે પોતાની શાખ કદી ગુમાવતા નથી. - સદાચાર વિનાને માણસ બબર લેવડ દેવડના કામમાં પિતાનું પ્રમાણિકપણે જાળવતા નથી તેથી તેને છેવટે નુકશાન થાય છે. લોકો તેને તુચ્છકારે છે. તેને બે વ્યવહાર નહિ હોવાને લીધે લોકો તેના પર વિશ્વાસ રાખતા નથી, તેથી કરી તેને અંતે નુકશાન થાય છે. માટે ફાવે તેટલું દુઃખ પડે તોપણ શાખ જવા દેવી નહિ. ગુજરાતના પ્રસિદ્ધ કવિ દયારામ કહે છે કે –
લાખ ગુમાવી શાખ રાખજે; શાખે મળશે લાખ), લાખ ખરચતાં શાખ નવ મ; શાખ ગએ હૈ ખાખ. માટે ફાવે તેટલી મુસીબતમાં ઉતરવું પડે તે પણ ધર્મ રાખી દુઃખ