SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ દૃષ્ટાંત આપણે શાસ્ત્રારા, ઐતિહાસિક રીતે વા ગુરૂ મુખદ્વારા શ્રવણ કરીએ છીએ પરંતુ અફસ છે કે એ સમય હવે વ્યતિત થયેલ છે. અમારા નમ્ર મત પ્રમાણે આપણે જે ધાર્મિક નેતિક ને વ્યવહારિક કેલવણી આપવાની શરૂઆત કરીએ અથવા તે તે તરફ કંઈક વિશેષ લય આપીએ તે એમ નિશ્ચયપૂર્વક કહી શકાય છે કે સુવર્ણમય પ્રાચીન સમયન ને અર્વાચીન સમયનો કંઇક સંનિકર્ષ થાય. જેથી આપણું જીવન ધર્મ, અર્થ, કામ ને મને પવિત્ર માર્ગ ગ્રહણ કરે. जगतकर्तृत्ववाद चर्चा. (લેખક, શા. રીખવચંદ ઉજમચંદ, મુ. મુંબાઈ) (અનુસંધાન અંક ચોથાના પાને ૧૧૪ થી) પ્રશ્ન.-આર્યસમાજની માન્યતા, પરમાત્મા તથા છો તથા પ્રકૃતિ એ ત્રણ વસ્તુ અનાદી અકૃત્રિમ છે ને પરમામા એ જીવો તથા પ્રકૃતિવડે આ જગતની રચના કરી છે. તે એવી રીતે કે જીવો કર્મ કરે છે તેનું ફળ પર માત્મા તે છેવોને આપે છે. જે સ્વતંત્રપણે કર્મ કરે છે એટલે જીવોને સ્વતંત્ર કર્મ કરતાં પરમાત્મા રોકી શકતા નથી પણ તે કર્મનું ફળ જીવોને પરમાત્મા આપવા સમર્થ છે ને આથી જ આ જગતની રચના તેણે કરી છે. તે વિષે તેમનો પ્રશ્ન જે આવી રીતે માનવામાં તમે જેનોને શું દુષણ આવે છે? ઉત્તર-આવી રીતે માનવામાં મોટુ દુષણ એ છે કે પરમાત્મા છે. વોને સ્વતંત્રપણે કર્મ કરતા રોકવા અસમર્થ ને તેને સજા આપવા સમર્થ એ છેવુંજ અસંભવિત છે. પ્રકાંત–જીવ કરતાં પરમાત્મા વધારે સમર્થવાન છે. તે કોની પાસે હમેશાં પરમાત્મા હોય છે એવી તે તમારી માન્યતા છેજ ત્યારે તે પરમાત્મા જીવ કરતાં પોતે સમર્થવાન જીવ પાસે દરેક પળે હોવા છતાં કર્મ કરતાં ન રોકે (એટલે અસમર્થ બને) ને સજા આપવા સમર્થ (તયાર) થાય એ ન્યાય નથી પણ કરતા છે. એ સિદ્ધાંત છે કે એક જીવ બીજા જીવને કઈ ગુન્હા બદલ મારી શકે છે. તે જીવ પેલા બીજા નબળા સ્ત્રની પાસે હોવા છતાં ગુન્હો કરતાં અટકાવવા અસમર્થ છે એ હોઈ શકે જ નહી. જીવને કમી કરતાં પરમાત્મા ન રોકી શકે ને તેને સજા આપી શકે એ માનવું જ ભૂલ ભરેલું છે. આ દેખ્યા વિના તથા ખાત્રી કર્યા વિના માની લેવા જેવું છે. અમે તમને પ્રથા પ્રમાણથી બતાવી
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy