SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ ધનનો કૃપણુતાથી સંચય કરવાથી બીજા અનેક બળને ક્ષય થાય છે અને તેથી તે વીવેક ન ગણી શકાય, અજ્ઞાન સકલ મતિમાન ભલે તેને વિવેક ગણે પણ મૂળ મહાત્મજને જેને વિવેક ગણે છે અને જે વિવેક દશમ નિધિ તરીકે સ્વીકારેલ છે તે વિવેક તે આ નહિ જ. આવા આશયને મૂળ મહા પુરૂષોએ વિવેક નથી ગણેલ. નવનીધિ કરતાં પણ જે વધારે સંપત્તિ આપી શકે તેમ છે અને રીતપ્રદ હોય તેને જ દશમે નિધિ કહી શકાય. ધાદિ પદાર્થો તેવા નથી અને તેથી તેને વિવેક તે દશમ નીધિ તરીકે લેખી ન શકાય. માટે વિવેકને જે વસ્તુ લાભ પ્રદ હોય અને અધિક હીતકર હોય તેવી ગ્ય જગ્યાએ જવાનો છે. ચિંતા એ અવિવેક છે પણ નીચંતપણું તે વિવેક છે. ભય એ અવિવેક છે, નિર્ભયતા એ વિવેક છે. અશ્રદ્ધા તે અવિવેક અને શ્રદ્ધા તે વિવેક છે અને તેથી તેવાં અવિવેક પ્રગટાવનાર સાધનોનો નાશ કરી વિવેકને પ્રગટાવનાર સાધનોને ગ્રી દશમા નિધિ પ્રાપ્ત કરવા સુભાગ્યવાન થાઓ. આથી સહજ વિવેકનું સ્પષ્ટ રીતે સ્વરૂપ સમજી શકાય છે. અને તેથી તે પ્રમાણે વર્તન કરી અત્યંત સુખ પ્રાપ્ત કરે. હે પરમાત્મભક્તિવાન કુસબંધુઓ ભગિનિએ તમે પણ આ લેખનું વાંચન કરી મનન કરી તેને ગ્રહણું કરો. ૐ શ્રી ગુરુ सदाचार. (લેખક-શંકલાલ ડાહ્યાભાઈ કાપડીઆ ). જેમ નાક વિના શરીર શોભા આપતું નથી, સુરભિ વિના પુષ્પ ન. કામું છે, પાણી વિના મતનું મૂલ્ય નથી, તેમ સદાચાર વિનાને મનુષ્ય શોભતે નથી. સત+આચાર મળીને સદાચાર શબ્દ થયો છે. આચારનું પ્રભવસ્થાન વિચાર છે, માટે સદાચાર ઈચ્છનાર મનુષ્ય પ્રથમ વિચાર શ્રેષ્ઠ કરવા જોઈએ. જે મનુષ્ય તવંગર હોય, બુદ્ધિશાળી હેય, કળા કૌશલ્યમાં નિપૂણ હોય, વિદ્યા વિભવીત હોય પણ જે તેનાં આચરણ સારાં નથી હોતાં છે તે લોકમાં પ્રતિષ્ઠાને પાત્ર થતા નથી. જેમ કોદરા વારી કપાસ લણો નથી, ફગરીના વાવેતરમાં કસ્તુરી થતી નથી તેમ સદાચાર વિનાનો માણસ ફાવે તેવો વેપાર કરે છે તોપણ છેવટે તેના કુઆચરણથી તે કાંઈ ફાવી
SR No.522028
Book TitleBuddhiprabha 1911 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size821 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy