________________
૧૧૪
તે ઉપરથી અમને મુંબઈ મધના અમુક આર્યસમાજીઓએ પ્રશ્ન કરેલ કે આવી દલીલવાળી માન્યતા માનવામાં તમને શું અડચણ દુરણ લાગે છે ?
ઉત્તર–એ વાત ખરી સિદ્ધ થતી નથી તેમ એવી રીતે માનવામાં દુષણ
આવે છે તેની દલીલ નીચે મુજબ.
એ વાત ખરી નથી તે વિષે કહું છું કે જીવ કર્મ પિતે કરે છે તેનું ફળ પોતે ભેગવે છે એવી રીતે પ્રત્યક્ષ તેમ અનુમાનથી દેખાય છે તેમ ઈશ્વર ફળ આપે છે તેવું પ્રત્યક્ષ કે અનુમાનથી દેખાતું નથી. તમારી દલીલ એવી છે જે જીવ દુઃખ જોગવવા નારાજ છે તેથી તે હાથે કરીને દુઃખમાં જ નથી ને જડ (કર્મ) હાલવા ચાલવા અશકત હોવાથી તેઓ જીવની પાસે જઈ પકડી દુઃખ આપી શકતા નથી એટલે ત્રીજે કે માહાત્મા હોવો જ જોઈએ પણ અમારે કહેવું એ છે જે તે તેમ નથી. જડ (કર્મ) એક કેરે જુદાં પડયાં હોય તે તે હાલવા ચાલવા અશક્ત હોવાથી તે છવને પકડી શક્તા નથી પણ આ જીવ કર્મ બાંધે છે એટલે જ (કર્મ)ને પકડે છે અને જડ જીવની સાથે હોવાથી અનેક જાતની અસર કરે છે એવું આપણે પ્રત્યક્ષ તેમ અનુમાનથી દેખીએ છીએ. બ્રિાન્ત જીવ ખોરાક પાણી વિગેરે લે છે ત્યારે તે જીવને ખોરાક પાણી અસર કરે છે તેમ કપડાં વિગેરે પહેરે છે ત્યારે તે કપડાં ટાટ વિગેરે દૂર કરવાનું કામ કરે છે એવી રીતે જડ ચેતનની સાથે હોવાથી અસર કરી શકે છે જડ એકલું જુદું પડ્યું હોય તો તે ચેતનને અસર કરી શકે નહીં માટે તમારા કહેવા મુજબ જડ (કર્મ ) ને ચેતનને પકડવા જવું પડતું હતું તે અશન હોવાથી ત્રીજા માહાત્માની જરૂર પડત, પણ આતે ચેતન જડ (કર્મ) ને પકડે છે ને પકડયા પછી ચેતન ઉપર જડ અસર કરે છે જો કે ચેતન નારાજ હોય તે પણ કરે છે તેવું પ્રત્યક્ષ દેખાય છે તેમ અનુમાનથી પણ દેખાય છે આવી રીતે હકીકત હોવાથી ત્રીજો પુરૂષ ફળ આપે છે તેવું પ્રયા તેમ અનુમાનથી કંઇ દેખાતું નથી, એટલે જીવ જેવું કરે છે તેવું પિતે ભોગવે છે. તે પ્રત્યક્ષ દેખાય છે તેમ કેટલીક ફેરી અનુમાનથી પણ દેખાય છે.
હવે જે પરમાત્મા પૂર્ણપણે ન્યાયાધીશ (રાજાનું) કામ કરતા હોય તે એ માનવામાં દુષણે આવે છે તે સંબંધી ટીકા:- પરમાત્મા પૂર્ણપણે