________________
૧૦૭
પણું સ્થળામાં વિહાર કરી અડગ પરિશ્રમ લેઈ, આત્મબળથી તેમણે ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું હતું અને ક્રિયામાગથી શિથિલ થતા શ્રાવક સમુદાયનો તેમણે ઉદ્ધાર કર્યો હતો. સાણંદ, ગોધાવી, વિરમગામ, વિદ્યાપુર, મા
સા, મહેસાણા આદિ સ્થળોના સંસ્કારી શ્રાવકના હૃદયમાં તેમના પવિત્ર સહવાસ અને સંગતિના બળે તેઓશ્રીનું સન્માનીય સ્મરણ અત્યંત પૂજ્ય ભાવથી નિરંતર યા કરે છે. તેઓશ્રી પ્રતિ તેમને ઉપાસક વર્ગ અને અન્ય શ્રાવક સમુદાય અત્યંત પ્રીતિથી જોતા. પ્રસંગવશાત પ્રસ્તુત સ્થળના શ્રાવકને ઉલસિત અને પૂર્ણ ભાવયુક્ત હદયથી એવી ઉંડી ઉપકારની લાગણી પ્રદર્શીત કરતા સાંભળ્યા છે કે અમને શ્રાવકધર્મની જે કાંઈ પ્રાપ્ત થઈ છે તે ઉકત મહાત્માશ્રીનેજ પ્રતાપ અને અનુગ્રહ છે. તેઓશ્રી બાળ બ્રહ્મચારી હોવાથી તેઓશ્રીના ઉપદેશની અસર અતિ તીવ્ર થતી. તેઓશ્રીએ ૪૭ વર્ષ અખંડ ચારિત્ર પાળ્યું હતું. તેમને ત્યાગ અને વૈરાગ્ય અપૂર્વ હતું. તેમની હસ્ત દિક્ષિત સાધ્વીઓ વિદુષી અને અત્યુત્તમ ચારિત્રધારક હતાં, જેમના ઉત્તમ ચારિત્રની ખ્યાતિ શ્રાવિકા સમુદાયમાં અત્રત્ય ફેલાઈ રહી છે. ઉક્ત સાધ્વીજીના ઉપદેશથી હજારે સ્ત્રીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને સદવર્તનશિલ થઇ હતી. તેઓશ્રીના દિક્ષિત સાધુઓમાં શ્રીમન્મહારાજશ્રી સુખસાગરજી હાલ હયાતિમાં છે. તેમના શિષ્ય યોગનિ મહામાત્રી બુદ્ધિસાગરજી એક પેટા વિદ્વાન અને ગી છે. જે જે સ્થળે ઉક્ત મહાત્મા શ્રી રવિસાગરજીએ વિહાર કર્યો તે તે સ્થળોના ઘણા શ્રાવકને અનેક ધાર્મિક ક્રિયામાં જોડી તેમનું વર્તન શુદ્ધ બનાવ્યું હતું. તેઓશ્રીને વિહાર વિરમગામ, સાણંદ, પિથાપુર, વિજાપુર, વિસનગર, પાટણ, પાલનપુર, મહેસાછે, ભાવનગર આદિ ઘણે સ્થળે થયેલ હતું. એ દરે તેઓશ્રીને અનુગ્રહ આપણી ગુર્જર ભૂમિપર વિશેષ હતો. જાણે અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવાના હેતુથી જ હાયની, તેમ સ્થળે સ્થળે વિચરી પિતાના ચરણ સ્પર્શ વડે ગુર્જર ભૂમિને તેમણે પાવન કરી હતી. અહા ! જગતના ઉદ્ધારક મહાપુરૂ
ના જન્મને ધન્ય છે ! તેઓ સ્વાત્મભોગ આપીને પણ પ્રજા વર્ગના કપાણ નિમિત્તે તેમની અખંડ સેવા બજાવે છે. તેઓશ્રીનો કેટલો મહદુપ. કાર છે ! નિરક્ષર અને અરસિક મનુષ્યના હદયમાં ધર્મ સંસ્કારો જાગૃત કરવા એ કેવું ગહન અને વિકટ કામ છે ? છતાં પણ જેઓ પોતાનું કર્તવ્ય બજાવવામાં કુશળ છે, સ્વ અને પર ઉભયના કલ્યાણમાંજ જેમની અત્રવૃત્તિ છે, જેમણે સ્વ અને પર હિત સાધવામાંજ કલ્યાણ માની તેનેજ