________________
मनोपदेश.
(લેખક. લીલુનીરંજન.) મન મહિ વશ થઈ શું જાયે, અભિમાન ગર્વ ગુમાનમાં; પણુ ખબર નથી ઘડી પલની, શું થાય તત્પર તાનમાં. છલબલ કરીને શું છે કે, જૂઠા જગતની જહાનમાં; અંતે વિમાસણ થાય તેમાં, જે વિચારી જ્ઞાનમાં. તુથી અધિક થઈ ગયા, આખર થયા બેભાનમાં; પ ન લાગે છે કરતાં, વહી ગયા વેરાનમાં. ધન પૂત્રદાર દેખીને, મળકાય મૂરખ તાનમાં; અંતે ન સહાયક કોઈ તેમાં, સમજ સાસુ સાનમાં. વળી જન્મ ઉત્તમ મનુષ્યનો, શીદ તું કરે હેવાનમાં; શિરપર ધરી લે શ્રી પ્રભુ, ગુરૂમંત્ર લેઈને કાનમાં. ધરી ટેક તત્પર થઈ તુ, ધરી ધીરતા તુજ ધ્યાનમાં; આત્મધ્યાને રૂઢ થઈ, બીન ફિકર કર મેદાનમાં.
ग्राहकोने सुचना. બુદ્ધિપ્રભાના સ્થાનિક તેમજ દેશાવરના સર્વે ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે દરેક બંધુએ જે મણે ગઈ સાલનું તેમજ ચાલુ સાલનું લવાજમ ન ભર્યું હોય તેમણે અમારી ઍફીસ મોકલાવી આપવા મહેરબાની કરવી. શ્રાવણ માસ દરમિઆન લવાજમ ભરનારને ખાસ લાભ આપવાને છે માટે સર્વે બંધુઓએ તેનો લાભ લેવા ચુકવું નહિં. દેશાવરના ગ્રાહકોને આવતા અંક વિ. પિ કરવામાં આવશે.
અમારા સર્વે કદરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે દરેક બંધુ ચાલુ વર્ષમાં એક એક નવ ગ્રાહક વધારી પારમથક કામમાં સહાયભૂત થશે એવી આશા છે.
લી. સેવક.
વ્યવસ્થાપક તા. ક. ગ્રાહકમાંથી પિતાનું નામ કમી કરાવવા ઈચ્છનારે અમોને માસિકનું વર્ષ પૂરું થતાં યા તે વર્ષની શરૂઆતમાં લખી જણાવવું પણ બબ્બે ચચ્ચાર અકે રાખ્યા પછી એ કેના પિસા મોકલાવ્યા વિના જ્ઞાન ખાતાના ચાર બની ગ્રાહકમાંથી નામ કમી કરાવવું એ સુજ્ઞ જૈનબંધુને છાજતું નથી.
માસિક વિજય માતા