________________
૩૯
ગુણ ધારણ કર્યો નથી ત્યાંસુધી કાર્યની સિદ્ધિનો સંભવ નથી. શુદ્ધિ બે પ્રકારની છે. ૧ વ્યવહારશુદ્ધિ. ૨ ધર્મશુદ્ધિ.
વ્યવહારીકશુદ્ધિ થયા સિવાય ધર્મશુદ્ધિમાં પ્રવેશ કરી શકતા નથી, માટે પ્રથમ વ્યવહારીકશુદ્ધિ મેળવવાની આવશ્યકતા છે વ્યવહારીક શુદ્ધિના મુખ્ય સુત્રા.
૧ સત્યવચન. ર ન્યાયે પાછીત વ્ય. ૩ શિયળસંરક્ષણ વગેરે, વગેરે.
પ્રથમ વ્યવહાર કશુદ્ધિ મેળવવા પ્રયત્ન કરો. પછી પિતાના કુટુંબ અને પુત્ર પુત્રાદિકને ઉપદેશ આપી તેમને વ્યવહારીકશુદ્ધિમાં કુશળ કરવા. પિતે શુદ્ધ થયા પહેલાં બીજને ઉપદેશ આપવાથી તેની અસર થતી નથી તેને માટે એક મહાત્મા પાસે સાંભળેલો નાનો દાખલો કહુછું.
એક મહાત્માએ ધ્યાનવડે વચનસિદ્ધિ મેળવી અને પોતે તેનો ઉપયોગ કરવા લાગ્યા. તે ઘણાજ શાન્ત, દયાળુ, કોઈપણ વ્યસન સિવાયના હેવાથી અનેક મનુષ્યના વ્યસન ધાદકને નાશ કર્યો, કારણકે પિતે વચનસિદ્ધિ મેળવેલી હોવાથી કોઈપણ મનુષ્ય આવીને કહે કે મહારાજ મને બહુ ક્રોધ ચડે છે માટે મારે ક્રોધ દુર કરે તે તેને પોતે એટલુંજ કહે ભાઈ હવેથી ક્રોધ કરીશ નહી બસ થઈ રહ્યું. ત્યારથી જ તે માણસનો ક્રોધ ચાલ્યો જાય. આવી રીતે હોવાથી તે મહાસભાની પ્રશંસા ઘણીજ વધવા લાગી.
કોઈ એક ગામમાં એક વિધવા બાઈ રહેતી હતી તેને એક પુત્ર હતો ગરીબ સ્થિતિ હોવાથી ઘરમાં પટપુરતું અનાજ પણ મળતું નહીં, છતાં તે છોકરાને સાકર ખાવાની ઘણી ટેવ હતી. હવે આવી સ્થિતિમાં હમેશાં સાક૨ લાવવી કયાંથી ? ત્યારે તેણીને કાઈએ કહ્યું કે હે બાઈ ! આવી રીતે હમેશાં દુઃખી થાઓ છે ત્યારે આપણા ગામમાં એક સિદ્ધ પુરૂવ આવેલ છે, તે તેમની પાસે તમે કમ જતાં નથી ? કારણ કે તે મહામાં તમારા પુત્રની સાકર ખાવાની ટેવ તુરત મુકાવી દેશે. આ વાત સાંભળી તે બાઈ તુરતજ પિતાના પુત્રને સાથે લઈ મહાત્મા પાસે ગયાં અને કહ્યું કે હે દયા ભુ મહાત્મા ! હું ઘણીજ ગરીબ સ્થીતિમાં છું અને મારા પુત્રને સાકર ખાવાની ઘણી ટેવ છે માટે મારા ગરીબ ઉપર કૃપા કરી પુત્રની તે ટેવ છેડાવશે. તુરતજ માહાત્માએ તે પુત્રને કહ્યું કે ભાઈ ! હવેથી સાકર ખાઈશ નહીં એવી રીતે કહી માતા પુત્રને વિદાય કર્યો. ઘેર ગયા પછી તે દીવસે તે છોકરાએ સાકર માગી નહી. બીજે દીવસ પછી સાકરની માગણી કરી.