SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ વાંચે વાંચે જરૂર વાંચે માસિકનું ત્રીજું વર્ષ. અમારા સર્વે ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે અત્યાર સૂધીના દ્વતીય વર્ષના આ ગીઆર અંક નિયમિત રીતે અને બહાર પાડી ચુક્યા છીએ—અને આ બારમો અંક તમારા હાથમાં આવે છે. અમારા કદરદાન ગ્રાહકે જોઈ શકયા હશે કે પહેલા વર્ષ કરતાં બીજા વર્ષમાં અમે માસિકને શુતિ કરવા અમારાથી બનતું કર્યું છે અને આવતા એટલે ત્રીજા વર્ષમાં પણ તેને તેનાથી વધારે ઉચ્ચ સ્થિતિ પર મુકવા અમે અમારાથી બનતા પ્રયાસ કરવાનું ચૂકીશું નહિ. ગયા વર્ષ કરતાં આ વર્ષમાં લગભગ ૨૦ ફમાં જેટલું વધારે વાંચન જુદા જુદા રૂપે અમોએ અમારા ગ્રાહકોને આપ્યું છે તેમજ તેના અંગે આપણું સાહિત્યને પ્રચાર કરવા કેટલી નજીવી કિમતે તેમજ ભેટ દાખલ પણ પુસ્તકે ઇનામ આપ્યાં છે એ અમારા કદરદાન ગ્રાહકોથી અજાણ નહીં હોય. અમારા સર્વ બંધુઓને નમ્રતા પૂર્વક કહેવાનું કે આ માસિક હજુ એ વર્ષનું બાળક છે માટે સમયને માન આપી તેનાપર સર્વે બંધુઓ પ્રીતિની મીઠી નજરથી જોશે. તેમજ તેના ઉચ્ચ આરાયને વિસ્મૃત નહિં કરે કારણકે તે એક આપણી બેડીગ જેવી પારમાર્થિક સંસ્થાની અભિવૃદ્ધિ માટે પ્રગટ થાય છે માટે તેને સર્વે રીતે વધાવી લેશે અને દરેક બંધુ પરોપકારની ખાતર પિતપતાથી બનતી રીતે ગ્રાહક વધારશે. કારણકે માસિકની સઘળી ઉન્નતિને આધાર તેના ગ્રાહકની સંખ્યા વધવા ઉપર છે. ગ્રાહકની સંખ્યા વધુ થાય છે તેમાં ઇતિ સુધારે વધારો કરી શકાય. બંધુઓ! બનારસ સંલ હિંદુલેજ માસિકની ૧૨૦૦૦ બાર હજાર નકલો ખપે છે અને તેથી કરી કેલેજને વાર્ષિક રૂ. ૫૦૦૦) ના શુમારે ન મળે છે. અમોએ પણ આજ ઉમદા કેમેથી અને ઉચ્ચ અયથી આ માસિકનું પ્રગરણ કર્યું છે, પરંતુ તે દર બર આવવી એ સર્વે આપ બંધુ. ઓની ઇચ્છાને આધીન છે, બાકી એક રૂપીઆ જેવી બાર મહિને નવી કિંમત ખચવી એ મારા ધાર્યા પ્રમાણે કઈ બંધુને કઈ રીતે મુશીબત પડે તેમ નથી કારણકે એટલા પૈસા તો પાન સોપારીમાં પણ ખરચ થતા હશે. તે બંધુઓ ! આ વાર્થની સાથે પરમાર્થ સાધવાનો છે માટે જે ધમ બંધુઓને વિજ્ઞપ્તિ કે દરેક બધુ આ માસિકના ગ્રાહક થશે.
SR No.522024
Book TitleBuddhiprabha 1911 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1013 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy